Home /News /national-international /

WHOએ જણાવ્યું વેક્સીન વગર પણ કેવી રીતે Covid-19ને હરાવી શકે છે દુનિયા

WHOએ જણાવ્યું વેક્સીન વગર પણ કેવી રીતે Covid-19ને હરાવી શકે છે દુનિયા

તેમને પુછવામાં આવ્યું કે, શું આગામી મહિનામાં સંક્રમણના સેકન્ડ વેવથી બચવા માટે ફરીથી મોટા પ્રમાણમાં લોકડાઉન લગાવવાનું આવી શકે છે. તો તેમણે કહ્યું કે...

તેમને પુછવામાં આવ્યું કે, શું આગામી મહિનામાં સંક્રમણના સેકન્ડ વેવથી બચવા માટે ફરીથી મોટા પ્રમાણમાં લોકડાઉન લગાવવાનું આવી શકે છે. તો તેમણે કહ્યું કે...

    લંડન : વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)નું કહેવું છે કે, યુરોપ અને દુનિયાના અન્ય દેશ વેક્સીન વગર પણ કોવિડ-19 પર નિયંત્રણ મેળવી શકે છે. પરંતુ, તેમને સ્થાનિક સ્તર પર લોકડાઉન લગાવવું પડશે. WHOના યુરોપના નિર્દેશકે કહ્યું કે, તેમને નથી લાગતું કે, અહીં રાષ્ટ્રીય સ્તર પર લોકડાઉન સફળ રહ્યું છે, પરંતુ જ્યાં સંક્રમણ ફેલાવવાનો ખતરો સૌથી વધારે છે, ત્યાં તેની સૌથી વધારે જરૂરત છે. આ બાજુ ઈટલીના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે, કોરોના સંક્રમિત દર્દીએ વાયરસમાંથી બહાર આવવા માટે ઓછામાં ઓછો એક મહિનો લાગે છે.

    WHOના યુરોપના ક્ષેત્રીય નિર્દેશક હેન્સ ક્લૂગે સ્કાય ન્યૂઝને કહ્યું કે, જ્યારે આપણે મહામારી પર વિજય મેળવીશું, જરૂરી નથી કે, તે વેક્સીનથી જ સંભવ હોય. આવું આપણે ત્યારે જ કરી શકીશું, જ્યારે આપણે મહામારી સાથે રહેવાનું શીખી લેશું. જ્યારે તેમને પુછવામાં આવ્યું કે, શું આગામી મહિનામાં સંક્રમણના સેકન્ડ વેવથી બચવા માટે ફરીથી મોટા પ્રમાણમાં લોકડાઉન લગાવવાનું આવી શકે છે. તો તેમણે કહ્યું કે, તેની જરૂરત નહીં પડે, પરંતુ સ્થાનીક સ્તર પર લગાવવામાં આવતા લોકડાઉનની સંભાવનાને ફગાવી પણન શકાય.

    આ પણ વાંચોશેરબજારમાં પૈસા લગાવનાર લોકો માટે Big News: 1 સપ્ટેમ્બરથી લાગુ થશે નવા નિયમ

    એક મહિનામાં ખતમ થઈ જાય છે વાયરસની અસર

    ઈટલીના વૈજ્ઞાનિકોએ કહ્યું કે, કોરોના સંક્રમિત દર્દીને વાયરસને દૂર કરવામાં લગબગ એક મહિનો લાગે છે. જેથી પોઝિટિવ આવ્યાના એક મહિના બાદ જ ફરી ટેસ્ટ કરાવવો જોઈએ. તેમણે કહ્યું કે, પાંચ નેગેટિવ ટેસ્ટ રિઝલ્ટમાં એક ખોટો હોય છે. ઈટલીના મોડેના એન્ડ રેજિયો એમિલિયા યુનિવર્સિટીના ડો. ફ્રાન્સિસ્કો વેન્તુરેલી અને તેમના સાથીઓએ 1162 દર્દીઓ પર અભ્યાસ કર્યો છે.

    આમાં કોરોના દર્દીઓની બીજી વખત ટેસ્ટિંગ 15 દિવસ બાદ, ત્રીજુ ટેસ્ટિંગ 14 દિવસ બાદ અને ચોથી વખત નવ દિવસ બાદ કરવામાં આવ્યું છે. તેમાં સામે આવ્યું કે, પહેલા જેમના રિપોર્ટ નેગેટિવ આવ્યા તે ફરીથી પોઝિટિવ આવ્યા છે. એવરેજ પાંચ લોકોના નેગેટિવ ટેસ્ટમાં એકનું રિઝલ્ટ ખોટુ હોય છે. અભ્યાસ અનુસાર, 50 વર્ષ સુધીના લોકોને 35 દિવસ અને 80 વર્ષથી વધારે ઉંમરાન લોકોને સાજા થવામાં 38 દિવસ લાગે છે.

    નેપાળમાં કમ્યુનિટી ટ્રાન્સમિશન શરૂ

    આ બાજુ નેપાળના સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, રાજધાની કાઠમંડુ સહિત 12 જિલ્લામાં કમ્યુનિટી ટ્રાન્સમિશન શરૂ થઈ ગયું છે. આ 12 જિલ્લામાં 73 ટકા એક્ટિવ કેસ છે. આ જિલ્લા મોરાંગ, સુનસરી, ધનુસા, મહોતરી, પરસા, બારા, રોહતક, સરલહી, કાઠમંડુ, લલિતપુર, ચિતવ અને રૂપનદેહી છે. આ તમામ હોટસ્પોટ બીન ચુક્યા છે. નેપાળમાં અત્યાર સુધીમાં 40 હજાર 529 લોકો સંક્રમિત થઈ ચુક્યા છે, અને 239 લોકોના મોત થઈ ચુક્યા છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Ccoronavirus, Coronavirus, Coronavirus awareness, Coronavirus Case in India, Coronavirus cases in Gujarat, Coronavirus Covid 19, Coronavirus Vaccine, Who

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन