WHOએ કહ્યું, કોરોનાની 6 વેક્સીન ત્રીજા ચરણમાં, પરંતુ સફળતાની ગેરંટી હાલ નહીંવત

WHOએ કહ્યું, કોરોનાની 6 વેક્સીન ત્રીજા ચરણમાં, પરંતુ સફળતાની ગેરંટી હાલ નહીંવત
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનું કહેવું છે કે, એ વાતની કોઈ ગેરંટી નથી કે આ તમામ વેક્સીન સફળ રહેશે

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનું કહેવું છે કે, એ વાતની કોઈ ગેરંટી નથી કે આ તમામ વેક્સીન સફળ રહેશે

  • Share this:
    વોશિંગટનઃ કોરોના વાયરસ (Coronavirus)એ દુનિયાભરમાં કોહરામ મચાવી રાખ્યો છે. અત્યાર સુધી આ ખતરનાક વાયરસથી 7 લાખથી વધુ લોકો જીવ ગુમાવી ચૂક્યા છે, જ્યારે સમગ્ર દુનિયામાં 1 કરોડ 80 લાખ લોકો આ બીમારીના ઝપેટમાં આવી ચૂક્યા છે. એવામાં સૌની નજર કોરોનાની વેક્સીન (Corona Vaccine) પર ટકેલી છે. આ દરમિયાન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)એ કહ્યું છે કે દુનિયાભરમાં 6 વેક્સીનનું કામ ત્રીજા ચરણમાં પહોંચી ગયું છે. પરંતુ WHOનું એવું પણ કહેવું છે કે હાલ એ વાતની કોઈ ગેરંટી નથી કે આ તમામ વેક્સીન સફળ રહેશે.

    આવો એક નજર કરીએ હાલ દુનિયામા; ક્યાં-ક્યાં અને કેટલી વેક્સીન પર કામ ચાલી રહ્યું છે. સાથોસાથ WHOએ વધુમાં શું કહ્યું છે...



    1. WHOનું કહેવું છે કે હાલમાં દુનિયાભરમાં 6 વેક્સીનના ત્રીજા ચરણના ટ્રાયલ ચાલી રહ્યા છે. તેમાંથી 3 વેક્સીન ચીનની છે.

    2. દુનિયાભરમાં હાલ 165 વેક્સીન પર કામ ચાલી રહ્યું છે. જેના અલગ-અલગ ચરણના ટ્રાયલ ચાલી રહ્યા છે. WHO મુજબ હાલમાં 26 વેક્સીન એવી છે જેના ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહ્યા છે.

    3. WHO મુજબ ચરણ 3માં મોટી સંખ્યામાં લોકો પર ટ્રાયલ કરવામાં આવ્યા છે. અહીં એ જાણવામાં આવે છે કે આ વેક્સીન લાંબા સમય સુધી અને વધુમાં વધુ લોકો પર કામ કરી રહી છે કે નહીં. હાલ એ વાતની ગેરંટી નથી કે ત્રીજા ચરણમાં તે સફળ રહેશે જ.

    આ પણ વાંચો, ICMRનો મોટો નિર્ણય, હૉસ્પિટલમાં દાખલ કોરોના દર્દીઓની હવે થશે રજિસ્ટ્રી

    4. ચીનમાં જે ત્રણ વેક્સીનનું કામ ત્રીજા ચરણમાં પહોંચી ગયું છે તે છે- સિનોવૈક, વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ બાયોલોજિકલ પ્રોડક્ટ, સિનોફૈરમ/બીજિંગ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બાયોલોજિકલ પ્રોડક્ટ

    5. અમેરિકાની મોડરના કંપનીએ કોરોના વેક્સીન પર સૌથી પહેલા કામ શરૂ કર્યું. અત્યાર સુધીના રિપોર્ટ મુજબ, પહેલા બે ચરણના ક્લિનિકલ ટ્રાયલથી સારા પરિણામ સામે આવ્યા છે. આ વેક્સીનનો મુશ્કેલ અને ત્રીજો પડાવ 27 જુલાઈથી શરૂ થઈ ગઈ છે.

    આ પણ વાંચો, ...જ્યારે હેલિકોપ્ટરમાંથી ઉતરી PM મોદીએ કહ્યું, યોગીજી આજે તો તમે બહુ ખુશ થઈ રહ્યા હશો

    6. ઓક્સફર્ડ યુનિવર્સિટીની વેક્સીનથી સમગ્ર દુનિયાને ઘણી વધુ આશા છે. તેના ક્લિનિકલ ટ્રાયલ અલગ-અલગ દેશોમાં ચાલી રહ્યા છે. ભારતની સીરમ ઇન્સ્ટિટ્યૂટ પણ ઓકસફર્ડના આ પ્રોજેક્ટમાં પાર્ટનર છે.

    7. ભારતની બે વેક્સીન- ભારત બાયોટેક અને ઝાયડસ કેડિલાએ હ્યૂમન ટ્રાયલની શરૂઆત કરી દીધી છે. ભારત બાયોટેક કંપનીએ આ પહેલા પોલિયો, રેબીઝ, ચિકનગુનિયા, જાપાની ઇનસેલ્ફાઇટિસ, રાટાવાયરસ અને ઝીકા વાયરસ માટે પણ વેક્સીન બનાવી છે.
    Published by:Mrunal Bhojak
    First published:August 07, 2020, 08:27 am