Home /News /national-international /

COVID 19 deaths in India: WHO નો દાવો ભારતમાં કોરોનાથી 47 લાખ લોકોના મોત, આંકડા પર ભારતે વ્યક્ત કરી સખત આપત્તિ

COVID 19 deaths in India: WHO નો દાવો ભારતમાં કોરોનાથી 47 લાખ લોકોના મોત, આંકડા પર ભારતે વ્યક્ત કરી સખત આપત્તિ

WHO નો અંદાજ છે કે છેલ્લા બે વર્ષોમાં લગભગ 1.5 કરોડ લોકો (Global Covid Death) કોરોના વાયરસથી કે સ્વાસ્થ્ય પ્રણાલીઓ પર પડેલા તેના પ્રભાવના કારણે જીવ ગુમાવ્યા

COVID 19 deaths - ભારતે કહ્યું કે આ આંકડાને જારી કરવા માટે જે મોડલની વૈધતા અને જે ડેટા કાર્યપ્રણાલીનો ઉપયોગ કર્યો છે તે સંદિગ્ધ છે

    લંડન : વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનો (WHO)અંદાજ છે કે છેલ્લા બે વર્ષોમાં લગભગ 1.5 કરોડ લોકો (Global Covid Death) કોરોના વાયરસથી કે સ્વાસ્થ્ય પ્રણાલીઓ પર પડેલા તેના પ્રભાવના કારણે જીવ ગુમાવ્યા છે. વિવિધ દેશો દ્વારા આપવામાં આવેલા સત્તાવાર આંડકા 60 લાખ કરતા ડબલથી વધારે છે. સૌથી વધારે મોત દક્ષિણ પૂર્વ, યુરોપ અને અમેરિકામાં થયા છે. આ રિપોર્ટમાં એ પણ બતાવવામાં આવ્યું છે કે ભારતમાં કોરોનાથી 47 લાખ મોત થયા છે. જોકે WHO ના આ આંકડા પર ભારતે સખત આપત્તિ વ્યક્ત કરી છે.

    WHO ના પ્રમુખ ટેડ્રોસ ઘેબ્રેયિસસે (Tedros Adhanom Ghebreyesus)આ આંકડાને ગંભીર ગણાવતા કહ્યું કે આનાથી દેશોએ ભવિષ્યની સ્વાસ્થ્ય ઇમરજન્સી સ્થિતિઓથી નિપટવા માટે પોતાની ક્ષમતાઓમાં વધારે રોકાણ કરવા માટે પ્રેરિત થવું જોઈએ.

    ભારતે ડેટા કાર્યપ્રણાલી પર ઉઠાવ્યા સવાલ

    વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન તરફથી જાહેર કરાયેલા આંકડાને લઇને ભારત સરકારે સખત આપત્તિ વ્યક્ત કરી છે. સરકાર તરફથી કહેવામાં આવ્યું કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ભારતની ચિંતાઓને પર્પાપ્ત રુપથી સંશોધિત કર્યા વગર અતિરિક્ત મૃત્યુદર અંદાજ જાહેર કર્યો છે. ભારતે કહ્યું કે આ આંકડાને જારી કરવા માટે જે મોડલની વૈધતા અને જે ડેટા કાર્યપ્રણાલીનો ઉપયોગ કર્યો છે તે સંદિગ્ધ છે.

    ભારતની આપત્તિ


    ભારત સરકારે કહ્યું કે આ ડેટા પર આપત્તિ છે. WHO ના મોડલ, ડેટા, કલેક્શન, ડેટા સોર્સ પ્રક્રિયા પર સવાલ છે. અમે બધી ઓફિશિયલ ચેનલનો ઉપયોગ કરીશું અને આ ડેટાની આપત્તિને Executive બોર્ડમાં રાખીશું. 17 રાજ્યોના આધારે ડેટા જાહેર કરવામાં આવ્યા છે. તો 17 રાજ્યોને કયા આધાર પર પસંદ કરવામાં આવ્યા? અમે સતત પૂછતા 4 મહિના પછી આ રાજ્યોના નામ બતાવ્યા હતા. ક્યાં સુધીના કયા સમયના આ ડેટા WHO લીધા તે જાણકારી આપી નથી.

    આ પણ વાંચો - કરનાલથી પકડાયેલા ચારેય આતંકીઓ પંજાબના રહેવાસી, આ હતો તેમનો ટાર્ગેટ

    શું છે ભારત સરકારનો પક્ષ?

    નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ આંકડાકીય મોડલ ભારત જેવા મોટા દેશનો અંદાજ કેવી રીતે લગાવે છે અને ઓછી વસ્તી ધરાવતા દેશ માટે આ જ પદ્ધતિ લાગૂ કરે છે તે કેવી રીતે યોગ્ય હોઈ શકે? તે અંગે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. જરૂરી નથી કે ટ્યુનિશિયા જેવા દેશ માટે જે મોડલ બંધબેસતું હોય તે 100 કરોડથી વધુની વસ્તીવાળા ભારત માટે પણ સાચું હોય.

    આ મોડેલ માસિક તાપમાન અને માસિક સરેરાશ મૃત્યુ વચ્ચેનો વિપરીત સંબંધ દર્શાવે છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. ભારતના દરેક રાજ્યની પોતાની અલગ હવામાન પેટર્ન છે. સરકાર તરફથી કહેવામાં આવ્યું હતું કે, આ જ કારણ છે કે આ 17 રાજ્યોના અપ્રમાણિત ડેટાના આધારે રાષ્ટ્રીય સ્તરે મૃત્યુ દરનો અંદાજ લગાવવો આંકડાકીય રીતે ખોટો હોઈ શકે છે.

    ભારતમાં વય અને લિંગ-આધારિત મૃત્યુદર જોવા માટે સંસ્થાએ 61 દેશોના વય અને લિંગ-આધારિત ધોરણોને ચકાસેલા ડેટા સાથે નિર્ધારિત કર્યા છે. પછી તેને ભારત સહિત અન્ય દેશોમાં લાગુ કર્યા જેની સામે ભારતને વાંધો છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Covid 19 cases, Covid 19 death, Who

    આગામી સમાચાર