WHOનો મોટો ઘટસ્ફોટ- ભારતમાં વધતા સંક્રમણ માટે રાજકીય અને ધાર્મિક કાર્યક્રમો જવાબદાર

WHOનો મોટો ઘટસ્ફોટ- ભારતમાં વધતા સંક્રમણ માટે રાજકીય અને ધાર્મિક કાર્યક્રમો જવાબદાર
કોરોના સંક્રમણના સંકટ વચ્ચે હરિદ્વારમાં કુંભ મેળાનું આયોજન થયું હતું. (Picture shared by Kumbh admin)

ભારતમાં રાજકીય અને ધાર્મિક સમારોહોનું મોટાપાયે આયોજન થતાં સોશિયલ મિક્સિંગમાં વધારો થયો- વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન

  • Share this:
    નવી દિલ્હી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (World Health Organization- WHO)એ કહ્યું છે કે હાલમાં કરવામાં આવેલા આકલન મુજબ, ભારત (India)માં વધતા કેસો પાછળ અનેક બાબતો જવાબદાર છે. WHOએ જણાવ્યું કે તેમાં રાજકીય અને ધાર્મિક કાર્યક્રમો સામેલ છે. સંસ્થાએ જણાવ્યું છે કે ભારતની કોવિડ (Covid-19) સ્થિતિને જોતાં પડોશી દેશોમાં પણ ચિંતા વધતી જઈ રહી છે. આ દરમિયાન કોરોના વાયરસ (Coronavirus)ના વેરિયન્ટ B.1.617ની ભૂમિકાને લઈને પણ ચર્ચા કરવામાં આવી છે.

    વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અનુસાર, ભારતમાં વાયરસના ફેલાવાના અનેક કારણ છે, જેમાં અનેક ધાર્મિક અને રાજકીય સમારોહ સામેલ છે. જેના કારણે સોશિયલ મિક્સિંગમાં વધારો થયો છે. બુધવારે પ્રકાશિત થયેલા WHOના વીકલી એપિડેમિયોલોજિકલ અપડેટમાં જણાવાયું છે કે, હાલમાં ભારતમાં WHO તરફથી કરવામાં આવેલા જોખમ આકલનમાં જાણવા મળ્યું છે કે ભારતમાં કોવિડ-19ના પ્રસારને વધારવા પાછળ અનેક કારણ છે, જેમાં સંભવિત રીતે વધતી સંક્રામકતાની સાથે SARS-CoV-2 વેરિયન્યના મામલામાં વૃદ્ધિ સામેલ છે. અનેક ધાર્મિક અને રાજકીય સમારોહ યોજાયા, જેમાં સોશિયલ મિક્સિંગ વધ્યું છે.



    આ પણ વાંચો, 12 વિપક્ષી નેતાઓએ PMને ઘેર્યા, કહ્યું- વિપક્ષની સલાહ માની હોત તો સ્થિતિ ખરાબ ન થાત

    સાથોસાથ WHOએ પબ્લિક હેલ્થ એન્ડ સોશિયલ મેજર્સ (PHSM)નું યોગ્ય રીતે પાલન ન કરવા અંગે પણ સવાલ ઉઠાવ્યા છે. અપડેટમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં પહેલી વાર B.1.617 લાઇનેજ પહેલી વાર ઓક્ટોબર 2020માં જોવા મળ્યો હતો. અપડેટમાં જણાવાયું છે કે, ભારતે વધતા કેસ અને મોતના આંકડાએ B.1.617 અને અન્ય વેરિયન્ટ (B.1.1.7)ની ભૂમિકા પર સવાલ ઊભા કર્યા છે.

    આ પણ વાંચો, કોવિડ-19: સરકાર પર વરસ્યા અનુપમ ખેર- ઇમેજ બનાવવાથી વધુ જરૂરી છે જીવ બચાવવા

    અપડેટમાં જણાવાયું છે કે ભારત બાદ બ્રિટનમાં આવો સૌથી વધુ કેસ આવ્યા છે, જેનો સંબંધ B.1.617 સાથે જોડાયેલો છે. યૂકેએ હાલમાં જ તેને ‘નેશનલ વેરિયન્ટ ઓફ કન્સર્ન’ની કેટેગરીમાં મૂક્યો છે. વિશ્વની કોવિડ સ્થિતિ વિશે જણાવતાં અપડેટમાં કહેવામાં આવ્યું છે કે 55 લાખ કેસ અને 90 હજારથી વધુ મોતની સાથે આ સપ્તાહ કોવિડ-19ના નવા કેસોમાં થોડો ઘટાડો નોંધાયો છે.

    અપડેટ અનુસાર, દક્ષિણ એશિયા ક્ષેત્રમાં સંક્રમિતોની ટકાવારી 95% અને મોતની ટકાવારી 93% બરકરાર છે. સાથોસાથ દુનિયામાં ભારત 50 ટકા મામલા અને 30 ટકા મોત પાછળ જવાબદાર છે. WHOના અપડેટમાં કહેવામાં આવ્યું છે કે પડોશી દેશોમાં ચિંતા વધારનારા આંકડો જોવા મળ્યા છે. આ સપ્તાહે ભારતમાં પહેલીવાર મળેલા B.1.617ને WHOએ ‘વેરિયન્ટ ઓફ કન્સર્ન’ ગણાવ્યો છે.
    Published by:Mrunal Bhojak
    First published:May 13, 2021, 10:44 am

    ટૉપ ન્યૂઝ