Home /News /national-international /

દિગ્વિજય સિંહ હારે તો જળસમાધી લેવાની જાહેરાત કરનાર મિર્ચી બાબા ગાયબ

દિગ્વિજય સિંહ હારે તો જળસમાધી લેવાની જાહેરાત કરનાર મિર્ચી બાબા ગાયબ

મિર્ચી બાબાની ફાઇલ તસવીર

ભોપાલ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર દિગ્વિજય સિંહની હાર થઈ અને મિર્ચી બાબા મીડિયાની પહોંચથી દૂર છે. તેમનો મોબાઇલ સ્વિચ ઑફ છે.

    ન્યૂઝ 18 ગુજરાતી : મિર્ચી બાબા એટલે કે મહામંડલેશ્વર સ્વામી વૈરાગ્યનંદ ક્યાં છે? લોકોસભાની ચૂંટણીના પરિણામ આવ્યા બાદ ભોપાલ અને મધ્યપ્રદેશના લોકો તેમને શોધી રહ્યાં છે, જોકે, બાબાનો કોઈ પતો નથી. એવો ક્યાસ લગાડવામાં આવી રહ્યો છે કે મિર્ચી બાબા પાતાળમાં ઉતરી ગયા છે. આ એ મિર્ચી બાબા છે જેમે દિવ્ગિવજય સિંહના વિજય માટે લાલ મરચાનો હવન કર્યો હતો.

    ભોપાલ લોકસભા બેઠક પર દિગ્વિજય સિંહની જીતની પ્રાર્થના ફક્ત કોમ્પ્યુટર બાબાએ નહોતી કરી મિર્ચી બાબા પણ ભોપાલ આવ્યા હતા. તેમણે દિવ્ગિજય સિંહની જીતનો સંકલ્પ લીધો હતો અને લાલ મરચાનો હવન કર્યો હતો. આ હવનમાં 5 ક્વિંટલ મરચૂ વપરાયું હતું.

    આ પણ વાંચો :  60 હાઇપ્રોફાઇલ બેઠક : પાત્રા, સિંધિયા, યાદવથી લઈને આ નેતાઓ હાર્યાં

    સ્વામી વૈરાગ્યનંદ ઉર્ફે મિર્ચી બાબાએ પાંચ ક્વિંટલ મરચાનો હવન કરી અને દિગ્વિજસિંહની જીતનો દાવો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે દિગ્વિજય સિંહની જીત નક્કી છે. આ સાથે જ તેમમણે સંકલ્પ લીધો હતો કે જો દિગ્વિજય સિંહ ન જીતે તો તેઓ જીવતા જળ સમાધી લેશે. પાંચ મેના રોજ મિર્ચી બાબાએ ન્યૂઝ 18 સાથે મધ્યપ્રદેશમાં વાતચીત દરમિયાન જળ સમાધી લેવાની જાહેરાત કરી હતી.

    લોકસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદ દિગ્વિજય સિંહની હાર થઈ છે અને ત્યારબાદ મિર્ચી બાબા મીડિયાની પહોંચથી દૂર છે. તેમનો કોઈ પતો નથી. મિર્ચી બાબાનો ફોન પણ સ્વીચ ઑફ છે. એવી ચર્ચા છે કે મિર્ચી બાબા અન્ડરગ્રાઉન્ડ થઈ ગયા છે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Elections, ભોપાલ, સાંસદ

    આગામી સમાચાર