બીજેપીના આ નેતા પહોંચતા જ મહારાષ્ટ્રમાં શરૂ થઈ હતી ડીલ, અજિત પવારની આ માંગ હતી- રિપોર્ટ

News18 Gujarati
Updated: November 24, 2019, 9:03 AM IST
બીજેપીના આ નેતા પહોંચતા જ મહારાષ્ટ્રમાં શરૂ થઈ હતી ડીલ, અજિત પવારની આ માંગ હતી- રિપોર્ટ
અજીત પવાર

શનિવારે દેવેન્દ્ર ફડણવીસે (Devendra Fadnavis) મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. સાથે જ એનસીપીના અજિત પવારે (Ajit Pawar) નાયબ મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. શિવસેના, એનસીપી અને કૉંગ્રેસે ફડવણીસે સરકાર બનાવ્યાના વિરુદ્ધમાં સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે.

  • Share this:
મુંબઈ : મહારાષ્ટ્રના રાજકારણમાં આવેલા 'ભૂકંપ'ની ચર્ચા આખા દેશમાં થઈ રહી છે. શુક્રવારે નક્કી થઈ ગયું હતું કે મહારાષ્ટ્રમાં એનસીપી, કૉંગ્રેસ અને શિવસેનાના ગઠબંધન વાળી સરકાર બનશે, તેમજ ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી બનશે. જોકે, રાતોરાત શરદ પવારના ભત્રીજા અજિત પવારે બીજેપીને સમર્થન આવીને શિવસેનાની બાજી બગાડી નાખી હતી. એવામાં એ જાણવું મહત્વનું છે કે આખરે શા માટે અજિત પવારે શરદ પવારનો સાથ છોડવાનું મન બનાવ્યું. તેમની શું માંગણી હતી.

શિવસેના-બીજેપી બંને સાથે વાતચીત

અંગ્રેજી વર્તમાનપત્ર 'ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના જણાવ્યા પ્રમાણે અજિત પવાર થોડા દિવસોથી જ બે અલગ અલગ જૂથો સાથે વાત કરી રહ્યા હતા. એટલે કે તેઓ એનસીપી તરફથી શિવસેના સાથે પણ વાતચીત કરી રહ્યા હતા અને આ ઉપરાંત પવાર બીજેપીના નેતાઓના પણ સંપર્કમાં હતા. કહેવામાં આવી રહ્યું છે કે દેવેન્દ્ર ફડણવીસે શપથ લીધાના 12 કલાક પહેલા અજિત પવારે સરકાર બનાવવાનો અસલી ખેલ શરૂ કર્યો હતો.

અજિતને અસલી ડીલની રાહ હતી

બીજેપીના મહાસચિવ ભૂપેન્દ્ર યાદવ શુક્રવારે સાંજે આશરે સાત વાગ્યે મુંબઈ ગયા હતા. યાદવ મુંબઈ પહોંચતા જ અજિત પવારે તેમના નજીકના લોકો મારફતે દેવન્દ્ર ફડણવીસને સંદેશ પાઠવ્યો હતો કે જો તેમને યોગ્ય ડીલ મળી જશે તો તેઓ તેમની સાથે સરકાર રચવા માટે તૈયાર છે.

રાણે પણ કિંગમેકર બન્યાઆ ડીલમાં શિવસેનાના પૂર્વ નેતા નારાયણ રાણેનો પણ મોટો ફાળો હોવાનું માનવામાં આવી રહ્યું છે. નોંધનીય છે કે રાણે અને અજિત પવાર બંને વિલાસરાવ દેશમુખની સરકારમાં કેબિનેટ મંત્રી હતા. આ વખતની ચૂંટણીમાં નારાયણ રાણેના પુત્ર નિતેશને હરાવવા માટે શિવસેનાએ પૂરી તાકાત લગાવી દીધી હતી. જોકે, જીત નિતેશની જ થઈ હતી.

મહારાષ્ટ્રમાં નવી સવાર

સરકાર બનાવવા અંગે બધી ગોઠવણ થઈ ગયા બાદ રાજભવનને સૂચના આપવામાં આવી હતી. સવારે 5 વાગીને 27 મિનિટ પર મહારાષ્ટ્રમાંથી રાષ્ટ્રપતિ શાસન હટાવી દેવામાં આવ્યું હતું. બાદમાં 8 વાગીને પાંચ મિનેટે દેવેન્દ્ર ફડણવીસ અને અજીત પવારે શપથ લીધા હતા.
First published: November 24, 2019, 9:03 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading