Covaxinને WHOની મંજૂરી મળવાની તૈયારી, ભારતીયોને ફાયદો કેમ?

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન કોવેક્સિનના ઈમરજન્સી ઉપયોગ માટે આ સપ્તાહે મંજૂરી આપી શકે છે.

ભારત બાયોટેકે જુલાઈમાં WHO સમક્ષ Covaxinના ઈમરજન્સી ઉપયોગને મંજૂરી માટે દસ્તાવેજો રજૂ કર્યા હતા

  • Share this:
    અભિષેક જૈન, અમદાવાદ. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) ભારતમાં નિર્મિત કોવિડ-19 વેક્સિન (Covid-19 Vaccine) કોવેક્સિનના ઈમરજન્સી ઉપયોગ (Covaxin Emergency Usage) માટે આ સપ્તાહે મંજૂરી આપી શકે છે. જો આ મંજૂરી મળી જાય તો કોવેક્સિનને (Covaxin) ઘણા દેશોમાં માન્યતા મળી જશે.

    હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેક (Bharat Biotech) અને ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) દ્વારા સંયુક્ત રીતે તૈયાર કરાયેલી કોવેક્સિનને WHOની મંજૂરી મળે તેની જુલાઈથી રાહ જોવાઈ રહી છે. જ્યારે કંપનીએ મંજૂરી માટે જરૂરી તમામ દસ્તાવેજો WHO સમક્ષ રજૂ કર્યા હતા.

    ભારત બાયોટેક તરફથી દસ્તાવેજો મેળવ્યા બાદ WHOના મુખ્ય વૈજ્ઞાનિક ડૉ. સૌમ્યા સ્વામીનાથને (Soumya Swaminathan) કહ્યું હતું કે કોવેક્સિનને અંતિમ મંજૂરી છથી આઠ સપ્તાહમાં આપવામાં આવશે.

    વેક્સિનને મંજૂરી માટે કેવા દસ્તાવેજોની જરૂર ?

    સૌમ્યા સ્વામીનાથને 9 જુલાઈના રોજ એક વેબિનારમાં કહ્યું હતું કે વેક્સિનને મંજૂરી માટે કેટલીક પ્રક્રિયાનું પાલન કરવું પડે છે. કંપનીઓએ તેમના સેફ્ટી ડેટા, સંપૂર્ણ ટ્રાયલના ડેટા અને ઉત્પાદનની ગુણવત્તાના ડેટા રજૂ કરવા પડે છે. ભારત બાયોટેકે આ ડેટા રજૂ કર્યો છે, જેની સમીક્ષા કરવામાં આવી રહી છે.

    આ પણ વાંચો, Explained: કોવિડ-19 વેક્સીન ડેલ્ટા વેરિએન્ટ પર કેટલી અસરકારક? જાણો વેક્સીન કેટલી જરૂરી છે?

    કોવેક્સિન કેટલી અસરકારક ?

    ભારત બાયોટેકનું માનીએ તો ત્રીજા તબક્કાના ટ્રાયલમાં કોવેક્સિન કોવિડ 19ના સિમ્ટોમેટિક દર્દીઓમાં 77.8 ટકા કાર્યક્ષમ હોવાનું સામે આવ્યું હતું. જ્યારે એસિમ્પટોમેટિક દર્દીઓમાં કાર્યક્ષમતાનું પ્રમાણ 63 ટકા અને ડેલ્ટા વેરિઅન્ટનું સંક્રમણ ધરાવતા વ્યક્તિમાં 65 ટકા હોવાનો ડેટા ભારત બાયોટેકે WHO સમક્ષ રજૂ કર્યો છે.

    સૌમ્યા સ્વામીનાથને એવું કહેતા કોવેક્સિનને મંજૂરી આપવાના સંકેત આપ્યા હતા કે કોવેક્સિનના ત્રીજા તબક્કાના ટ્રાયલના પરિણામ 'ઘણા સારા' જણાય છે અને WHOના સલામતીના માપદંડો પર ખરા ઉતરે છે.

    આ પણ વાંચો, COVID-19: રસી લેનાર લોકો કરતા કોરોનાના દર્દીઓ પર લોહી ગંઠાઈ જવાનો ખતરો વધુ, નવા અભ્યાસના તારણો

    કોવેક્સિનને WHOની મંજૂરી કોના માટે ઉપયોગી?

    જો કોવેક્સિનને WHO તરફથી ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી મળે તો સૌથી મોટી રાહત એ ભારતીયોને થશે જેઓ વિદેશનો પ્રવાસ કરી ચૂક્યા છે કે પછી કરવાના છે. કેમ કે WHO તરફથી મંજૂરી ન મળી હોવાથી કેટલાક દેશોએ કોવેક્સિનને મંજૂરી નથી આપી, જેના કારણે ભારતીયો વેક્સિન લીધી હોવા છતા કેટલાક દેશોમાં જઈ શકતા નહતા. આ ઉપરાંત એ દેશોના લોકોને પણ રાહત મળશે જ્યાં કોવેક્સિનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
    Published by:Mrunal Bhojak
    First published: