Home /News /national-international /

Who leads Taliban: આ 4 તાલીબાની નેતાઓની લીડરશીપમાં અફઘાનિસ્તાનમાં થઈ રાજકીય ઉથલપાથલ

Who leads Taliban: આ 4 તાલીબાની નેતાઓની લીડરશીપમાં અફઘાનિસ્તાનમાં થઈ રાજકીય ઉથલપાથલ

તાલિબાની નેતાઓ અફઘાન સત્તા હસ્તાંતરણમાં મોટી ભૂમિકા નિભાવશે. (ફાઇલ તસવીર- Reuters)

Afghanistan Crisis: અફઘાન પર ફતેહ મેળવવા પાછળ તાલિબાનના ચાર નેતાઓની મહત્ત્વની ભૂમિકા, જાણો તેમના વિશે બધું જ

  Who leads Taliban: તાલિબાને અફઘાનિસ્તાન (Afghanistan)ની રાજધાની કાબૂલ (Kabul)માં રવિવારે પ્રવેશ કરતાં જ દેશમાં અંધાધૂંધીની સ્થિતિ સર્જાઈ ગઈ છે. તાલિબાને કાબુલ (Taliban Captures Kabul) પર કબજો કરી દીધો છે, તો બીજી તરફ રાષ્ટ્રપ્રમુખ અશરફ ગની (Ashraf Ghani)એ પદ પરથી રાજીનામું આપીને દેશ છોડીને રવાના થઈ ગયા છે. હવે તાલિબાન (Taliban) અફઘાન સત્તા હસ્તાંતરણ માટે શાંતિપૂર્વકની પ્રક્રિયા હાથ ધરવા માંગે છે. તાલિબાને આ પહેલા 1996થી 2001 સુધી અફઘાનિસ્તાનની સત્તા પર રાજ કર્યું છે. ત્યારે તેમના નેતા મીડિયાથી અંતર રાખતા હતા.

  20 વર્ષ બાદ સ્થિતિ બિલકુલ બદલાઈ ગઇ છે. તાલિબાનના પ્રવક્તા હવે નેતાઓના સંદેશ અફઘાનિસ્તાન અને સમગ્ર દુનિયા સુધી પહોંચાડી રહ્યા છે. દુનિયાને તાલિબાનના શાસકોનું નવું મોડલ દર્શાવી રહ્યા છે. રિપોર્ટ મુજબ, અફઘાન પર ફતેહ મેળવવા પાછળ તાલિબાનના ચાર નેતાઓની મહત્ત્વની ભૂમિકા છે. હાલ આ ચારેયના હાથમાં તાલિબાનની કમાન છે. આવો જાણીએ આ ચારેય તાલિબાની લીડર્સ વિશે...

  હેબતુલ્લાહ અખુંદજાદા

  2016માં અમેરિકાએ જલાલાબાદ એરબેઝથી તાલિબાનના એક ઠેકાણા પર ડ્રોનથી હુમલો કર્યો હતો. હુમલામાં મુલ્લા મંસૂર અખ્તર માર્યા ગયો હતો. ત્યારબાદ હેબતુલ્લાહ અખુંદજાદા (Haibatullah Akhundzada)ને તાલિબાનના સુપ્રીમ લીડર બનાવવામાં આવ્યા હતા. હેબતુલ્લાહએ જ્યારે આ જવાબદારી સંભાળી, તે સમયે તાલિબાન અલગ-અલગ જૂથોમાં વહેંચાયેલો હતો. અફઘાનિસ્તાનની સત્તા પર ફરી મેળવવા માટે સાથે રહેવું જરૂરી હતી અને આ કામ હેબતુલ્લાહ અખુંદજાદાએ કરીને બતાવ્યું છે.

  અબ્દુલ ગની બરાદર

  અબ્દુલ ગની બરાદર (Abdul Ghani Baradar)ને મુલ્લા બરાદરના નામથી પણ ઓળખવામાં આવે છે. કંધારમાં તેમનું નાનપણ પસાર થયું છે. કંધાર જ એ સ્થળ છે જયાં તાલિબાન જેવા સંગઠનનો પાયો નંખાયો હતો. 1970ના દશકમાં જ્યારે સોવિયત સેનાએ અફઘાનિસ્તાન પર કબજો કરી દીધો ત્યારથી અબ્દુલ ગની બરાદર કોઈને કોઈ રૂપમાં સક્રિય છે. આંતરરાષ્ટ્રીય મીડિયામાં ચર્ચા છેકે મુલ્લા અબ્દુલ ગની બરાદરને તાલિબાન દ્વારા અફઘાનિસ્તાનના આગામી રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત કરવામાં આવી શકે છે.

  આ પણ વાંચો, Afghan Crisis: બાઇડને અશરફ ગની પર ઠીકરું ફોડ્યું, બોલ્યા- કઠિન હાલાતમાં અફઘાનિસ્તાન છોડીને ભાગી ગયા

  બરાદર તાલિબાનના પૂર્વ કમાન્ડર મુલ્લા ઉમરનો નજીક રહી ચૂક્યા છે. 2010માં તેમની પાકિસ્તાનમાં ધરપકડ પણ કરવામાં આવી હતી. તાલિબાનના રાજકીય અને લોકતાંત્રિક મામલાઓને તેઓ સંભાળે છે. અમેરિકાની સેનાની અફઘાનિસ્તાનમાં વાપસીની સમજૂતી પર તેમણે જ હસ્તાક્ષર કર્યા હતા.

  મોહમ્મદ યાકૂબ

  મોહમ્મદ યાકૂબ (Mohammad Yaqoob) તાલિબાનના ફાઉન્ડર મેમ્બર મુલ્લા ઉમરના દીકરા છે. તેમણે પાકિસ્તાની સેના અને ઇન્ટેલિજન્સ એજન્સીથી નજીકના સંબંધો છે. તાલિબાનની ફાઇટર યૂનિટનું સુકાન તેમના જ હાથમાં છે. યુદ્ધ અને હુમલાની રણનીતિ પણ એ જ નક્કી કરે છે. જોકે, કેટલાક જાણકાર માને છે કે યાકૂબની સંગઠનમાં ભૂમિકા એટલી મજબૂત નથી, જેટલી કહેવામાં આવી રહી છે.

  આ પણ વાંચો, Afghanistan Crisis: અફઘાનિસ્તાનમાં સ્થિતિ બેકાબૂ, હવામાં ઉડતા પ્લેનથી 3 લોકો પટકાયા

  સિરાજુદ્દીન હક્કાની

  સિરાજુદ્દીન હક્કાની (Sirajuddin Haqqani) 1970-80ના દશકમાં સોવિયત સેનાઓની વિરુદ્ધ ગોરિલ્લા હુમલા કરનારા જલાલુદ્દીન હક્કાનીના દીકરા છે. તાલિબાનમાં તેમનો હોદ્દો બીજા નંબરનો છે. અમેરિકા જે હક્કાની નેટવર્કને મૂળથી ઉખાડી ફેંકવા માંગે છે, સિરાજુદ્દીન તેના સર્વેસર્વા છે. નોંધનીય છે કે, હક્કાની નેટવર્ક અને તાલિબાન નેટવર્ક, બંનેનો ઉદ્દેશ્ય અફઘાનિસ્તાન પર શાસન કરવાનો છે. હક્કાની નેટવર્ક ફિદાયીન હુમલા વધુ કરે છે. ખંડણી માંગવા માટે અફઘાનિસ્તાનમાં રહેતા વિદેશી નાગરિકો કે તેમના પરિવારોના અપહરણ પણ કરતા રહ્યા છે.
  Published by:Mrunal Bhojak
  First published:

  Tags: Afghanistan Crisis, અફઘાનિસ્તાન, કાબુલ, તાલિબાન

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन