Home /News /national-international /karnataka election: ટીપુ સુલતાનની હત્યા કોણે કરી? BJP મંત્રીની બાયોપિક પર ગરમાયું રાજકારણ, જાણો વિરોધનું કારણ
karnataka election: ટીપુ સુલતાનની હત્યા કોણે કરી? BJP મંત્રીની બાયોપિક પર ગરમાયું રાજકારણ, જાણો વિરોધનું કારણ
ભાજપનો દાવો છે કે, વોક્કાલિગા સમુદાયના બે લડવૈયા ઉરી અને નાન્જે ગૌડાએ ટીપુ સુલતાનની હત્યા કરી હતી. (સમાચાર 18)
Tipu Sultan Biopic Controversy: કર્ણાટકમાં ચૂંટણી પહેલા ટીપુ સુલતાન સાથે જોડાયેલો મુદ્દો રાજકારણમાં ગરમાવો લાવી રહ્યો છે. અહીં સત્તારૂઢ ભાજપના એક મંત્રીએ દાવો કર્યો છે કે, તેઓ ટીપુ સુલતાનના હત્યારાઓ પર ફિલ્મ બનાવવા માટે કર્ણાટક ફિલ્મ ચેમ્બર ઓફ કોમર્સ (KFCC) સાથે વાતચીત કરી રહ્યા છે. તેઓએ દાવો કર્યો છે કે, વોક્કાલિગા સમુદાયના બે સરદારો ઉરી અને નાનજે ગૌડાએ ટીપુ સુલતાનની હત્યા કરી હતી.
બેંગ્લોર : કર્ણાટક ચૂંટણી પહેલા ટીપુ સુલતાન સાથે જોડાયેલો બીજો મુદ્દો રાજ્યના રાજકારણમાં ગરમાવો લાવી રહ્યો છે. સત્તાધારી ભાજપના એક મંત્રીએ દાવો કર્યો છે કે, તેઓ ટીપુ સુલતાનના હત્યારાઓ પર ફિલ્મ બનાવવા માટે કર્ણાટક ફિલ્મ ચેમ્બર ઓફ કોમર્સ (KFCC) સાથે વાતચીત કરી રહ્યા છે. જેમાં તેમણે દાવો કર્યો છે કે, વોક્કાલિગા સમુદાયના બે સરદારો ઉરી અને નાન્જે ગૌડાએ ટીપુ સુલતાનની હત્યા કરી હતી. BJP મંત્રી મુનીરત્ન નાયડુએ આ અંગે કહ્યું કે, તેમણે આના પર ફિલ્મ બનાવવા માટે KFCCનો સંપર્ક કર્યો છે.
ભાજપના મંત્રી અને ભાજપના ધારાસભ્ય બંને KFCC સાથે નોંધાયેલ પ્રોડક્શન હાઉસના માલિક છે, અને તેઓ તેમના પ્રોડક્શન હાઉસના બેનર હેઠળ આ ફિલ્મ બનાવશે. દરમિયાન, ઉચ્ચ શિક્ષણ પ્રધાન અશ્વથ નારાયણ ફિલ્મની સ્ક્રિપ્ટ લખશે. મૈસુરના શાસક ટીપુ સુલતાનની અંગ્રેજો દ્વારા હત્યા કરવામાં આવી હોવાના અહેવાલોથી વિપરીત, ભાજપ દાવો કરે છે કે, તેમની હત્યા વોક્કાલિગાના બે સરદારો દ્વારા કરવામાં આવી હતી.
ટીપુના 'હત્યારા' પર બનેલી ફિલ્મ પર રાજનીતિ
ફિલ્મની જાહેરાત બાદ જેડીએસે ભાજપના દાવા પર નિશાન સાધ્યું છે. ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને જેડી(એસ)ના નેતા એચડી કુમારસ્વામીએ રવિવારે ભાજપના દાવાઓની ગંભીર અસરો સામે ચેતવણી આપી હતી અને કહ્યું હતું કે, તે મતદાનથી જોડાયેલા રાજ્યમાં વોક્કાલિગા અને મુસ્લિમ સમુદાય વચ્ચેના સંબંધોને અસર કરશે.
તેણે કહ્યું, “કાલ્પનિક પાસાઓ કે કાલ્પનિક પાત્રો પર ફિલ્મ બનાવવાનો કોઈ અર્થ નથી. હું તેમને વિનંતી કરું છું કે, એક સમુદાય બીજાને શંકાની નજરે જુએ એવી પરિસ્થિતિ ન સર્જાય. જોકે, ભાજપમાં નીતિમત્તાનો અભાવ છે, જેમાં સરકાર વિકાસના કામોની વાત નથી કરતી. તેઓ આ પ્રકારના મુદ્દાઓને આગળ લઈ જઈ જાય છે, આવુ કરવાથી માત્ર વાતાવરણ જ ડહોળાઈ શકે છે.
પૂર્વ સીએમએ કહ્યું કે, કર્ણાટક ભાજપ માટે પ્રયોગશાળા બની ગયું છે. આનાથી જાતિઓ અને સમુદાયો વચ્ચે વૈમનસ્ય પેદા થઈ રહ્યું છે, અને સંવેદનશીલ મુદ્દાઓનું રાજનીતિકરણ થઈ રહ્યું છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર