જિનેવા: વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને 2 કફ સિરપને લઈને ચેતવણી જાહેર કરી છે. WHOએ નોઈડામાં આવેલી ભારતીય ફાર્માસ્યૂટિકલ કંપની મૈરિયન બાયોટેકની ખાંસીની દવાને લઈને ચેતવણી આપી છે અને કહ્યું કે, મૈરિયન બાયોટેક દ્વારા બનાવામાં આવતી ખાંસીની દવા (Cough Syrup)નો ઉપયોગ ઉઝ્બેકિસ્તાનમાં બાળકો માટે ન કરવો જોઈએ. બુધવારે ચેતવણી આપતા WHOએ કહ્યું કે, મૈરિયન બાયોટેક (MARION BIOTECH) દ્વારા બનાવામાં આવતી પ્રોડક્ટ્સ એટલે કે, કફ સિરપ (Cough Syrup) એવી છે, જે ગુણવત્તાના માપદંડો અથવા વિશિષ્ટતાઓને પુરા કરવામાં એકદમ નિષ્ફળ રહી છે.
ન્યૂઝ એજન્સી ANIના જણાવ્યા અનુસાર, WHOએ પોતાની વેબસાઈટ પર એલર્ટ જાહેર કરતા કહ્યું કે આ બે મેડિકલ પ્રોડક્ટ વાહિયાત પ્રોડ઼ક્ટ તરીકે સંદર્ભિત કરે છે. આ પ્રોડક્ટ AMBRONOL સિરપ અને DOK-1 મૈક્સ સિરપ છે. બંને પ્રોડક્ટના નિર્માતા મૈરિયન બાયોટેક (MARION BIOTECH PVT. LTD) છે. આજ સુધી કંપનીના નિર્માતાએ સુરક્ષા પર WHOને ગેરેન્ટી આપી નથી, જેના કારણે તેમની પ્રોડક્ટની ગુણવત્તા પર એલર્ટ જાહેર કર્યા છે.
કંપની પર સંકટના વાદળ છવાયા
અહીં ઉલ્લેખનિય છે કે, હાલમાં જ ઉઝ્બેકિસ્તાનમાં ખાંસીની દવાને લઈને બાળકોના મોતના સમાચાર આવ્યા છે. જે બાદ નોઈડામાં આવેલ ફાર્મા મૈરિયન બાયોટેક પર સંકટના વાદળો છવાયેલા છે. WHOના જણાવ્યા અનુસાર, ઉઝ્બેકિસ્તાન ગણરાજ્યના સ્વાસ્થ્ય મંત્રાલયે રાષ્ટ્રીય ગુણવત્તા નિયંત્રણ પ્રોયગળાળા દ્વારા કરવામાં આવેલા કફ સિરપના નમૂના પ્રયોગશાળામાં સામે આવ્યું છે કે, આ બંને પ્રોડક્ટ્માં દૂષિત પદાર્થો તરીકે ડાયથિલીન ગ્લાઈકોલ અને એથિલીન ગ્લાઈકોલની ખૂબ વધારે માત્રા ભેળવેલી છે.
સંયુક્ત રાષ્ટ્રની સ્વાસ્થ્ય એજન્સી WHOએ એલર્ટ જાહેર કરીને કહ્યું છે કે, આ વાહિયાત પ્રોડક્ટ અસુરક્ષિત છે અને ખાસ કરીને બાળકોમાં તેના ઉપયોગથી ગંભીર બિમારી અથવા મૃત્યુ થઈ શકે છે. હકીકતમાં 22 ડિસેમ્બરે ઉઝ્બેકિસ્તાને આરોપ લગાવ્યો હતો કે, મૈરિયન બાયોટેક કંપની દ્વારા બનાવામાં આવતી આ દવાઓનું સેવન કરવાથી 18 બાળકોના મોત થઈ ગયા છે, જે બાદ કંપનીની પ્રોડક્ટ્ને લઈને ભારતમાં તપાસનો ધમધમાટ શરુ થયો હતો. ઉત્તર પ્રદેશ ખાદ્ય સુરક્ષા અને ઔષધી પ્રશાસન વિભાગે 18 બાળકોના મોત સાથે જોડાયેલ મૈરિયન બાયોટેક કંપનીના ઉત્પાદનનું લાયસન્સ પણ રદ કરી દીધું છે.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર