ટીવી શોમાં ભૂલથી રાષ્ટ્રપતિ બની ગયો હતો આ કોમેડિયન, હવે હકીકતમાં બનશે રાષ્ટ્રપતિ

News18 Gujarati
Updated: April 22, 2019, 11:35 AM IST
ટીવી શોમાં ભૂલથી રાષ્ટ્રપતિ બની ગયો હતો આ કોમેડિયન, હવે હકીકતમાં બનશે રાષ્ટ્રપતિ
એક વ્યંગ્માત્મક ટીવી સીરીઝ 'સર્વેટ ઓફ ધ પીપલ'માં પ્રમુખ કિરદાર અદા કરનારા આ એક્ટરનું કિરદાર ટીવી સીરીઝમાં ભૂલથી રાષ્ટ્રપતિ બની જાય છે.

એક વ્યંગ્માત્મક ટીવી સીરીઝ 'સર્વેટ ઓફ ધ પીપલ'માં પ્રમુખ કિરદાર અદા કરનારા આ એક્ટરનું કિરદાર ટીવી સીરીઝમાં ભૂલથી રાષ્ટ્રપતિ બની જાય છે.

  • Share this:
નવી દિલ્હી: એક કટાક્ષ ટીવી સીરીઝ 'સર્વેટ ઓફ ધ પીપલ'માં લિડ રોલ અદાકરનાર આ એક્ટરનું કિરદાર ટીવી સીરીઝમાં ભૂલથી રાષ્ટ્રપતિ બની જાય છે.

યૂક્રેનનાં રાષ્ટ્રપતિ ચૂંટણીને લઇને થયેલાં એક્સિઝટ પોલ્સમાં કોમેડિયન વોલોદીમીર જેલિંસ્કીને ભારે જીત મળી છે. આ એક્ઝિટ પોલ મુજબ નવાં નવાં રાજકારણમાં ઉતરેલા જેલિંસ્કીને દેશનાં 70 ટકાથી વધુ લોકોનું સમર્થન મળ્યુ છે. જેલિંસ્કીની સામે પડકાર સમા હાલનાં રાષ્ટ્રપતિ પેત્રો પોરોશેંકો હતાં. જેમને તેમની હાર માની લીધી છે.

પોતાની જીતની ખુશી મનાવતા જેલિંસ્કીએ રવિવારે કહ્યું કે, 'હું આપને ક્યારેય અપમાનિત નહીં થવા દઉ.' તેણે તેમ પણ કહ્યું કે, 'હું હજુ અધિકારિક રૂપે રાષ્ટ્રપતિ બન્યો નથી. પણ યૂક્રેનનાં એક નાગરિક તરીકે હું સોવિયત સંઘનાં તમામ દેશોને કહી શકુ છું કે અમને જુઓ, કંઇપણ સંભવ છે.'

આ પણ વાંચો-સાધ્વી પ્રજ્ઞાનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું- બાબરી મસ્જિદ તોડવા પર શોક શેનો?

જેલિંસ્કી યૂક્રેનની એક કટાક્ષ ટીવી સીરીઝમાં કામ કરે છે. આ ટીવી સીરીઝમાં તેમનું કિરદાર ભૂલથી રાષ્ટ્રપતિ બની જાય છે. યૂક્રેનમાં રાષ્ટ્રપતિની પાસે દેશની સુરક્ષા, રક્ષા અને વિદેશ નીતિ સંબંધિત મહત્વપૂર્ણ પાવર હોય છે.

કોણ છે વોલોદીમીર જેલિંસ્કી? વોલોદીમીર યૂક્રેનમાં લાંબા સમય સુધી ચાલતા એખ કટાક્ષ ટીવી સીરીઝ 'સર્વેટ ઓફ ધ પીપલ'માં લિડ કિરદાર અદા કરતાં એકટર હતાં. આ ટીવી સિરીઝમાં તેમનું પાત્ર ભૂલથી રાષ્ટ્રપતિ બની જાય છે. બૂલથી રાષઅટ્રપતિ બનતા પહેલાં જે લિંસ્કી એક ટીચરનો રોલ અદા કરી રહ્યાં હતાં અને રાષ્ટ્રપતિ એટલે જ પસંદ થયા કારણ કે ભ્રષ્ટાચાર પર બનાવવામાં આવેલો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ ગયો હતો.

આ પણ વાંચો-વિસ્તારા માટે માથાનો દુઃખાવો બની જીડી બક્શીની તસવીર!

બાદમાં જેલિંસ્કીએ તેમનાં શોનાં નામની સાથે જ યૂક્રેનની એક રાજકીય પાર્ટી જોઇન કરી. જોકે જેલિંસ્કીની પાસે હાલમાં રાજકારણનો કોઇ જ અનુભવ નથી. તો તેમણે તેમનાં રાજકીય અભિયાનને અન્ય રાજનેતાઓથી પોતાને અંતરમાં રાખ્યા છે. તેમ છતાં તેમને પહેલાં તબ્બકાની ચૂંટણીમાં 30ક ટકાથી વધુ વોટ મળ્યા હતાં જે તેમનાં પ્રતિદ્વંદી પોરોશેંકોને 15.9 ટકા વોટ મળ્યા હતાં. તેની સરખામણીએ વોલોદીમીરને બમણા વોટ મળ્યા હતાં.

વોટર તેમનાં વિશે શું વિચારે છે?
ચૂંટણી વિશ્લેષકની માનીયે તો, જેલિંસ્કીનું બીન ઔપચારિક સ્ટાઇલ અને યૂક્રેનમાંથી રાજકારણને સાફ કરી નાખવાની વાત લોકોમાં આશા જગાડી છે. જેનાંથી પોરોશેંકોનાં રાજકારણથી જનતાનો મોહભંગ થઇ રહ્યો હતો. વિશ્લેષકોએ કહ્યુંકે, જે લોકોએ જેલેંસ્કીનો સાથ આપ્યો, તેઓ પોરોશંકો અને યૂક્રેનનાં ભ્રષ્ટાચાર યુક્ત માહોલથી ઉબઇ ગયા હતાં.

પોરોશેંકો માટે ફજૈતીનો સમય-
રવિવારે જ્યારે એક્ઝિટ પોલ્સમાં હાલનાં રાષ્ટ્રપતિ પોરોશેંકોને 25 ટકાથી પણ ઓછા વોટ મળ્યાં છે. તેઓ 2014થી સત્તામાં તાં. તેમણે એક્ઝિટ પોલ્સ આવ્યા બાદ કહ્યું કે, 'ચૂંટણી પરિણામે અમને અનિશ્ચિતતા સાથે છોડી દીધા છે.' આવી હાર બાદ પોરોશેંકોનું રાજકારણ છોડવાનો પણ કયાસ લાગી રહ્યો છે. પણ પોરોશેંકોએ પોતે કહ્યું કે, ભલે તેઓ પદ છોડી દેશે પણ તેઓ રાજકારણને અલવિદા નહીં કહે.

આ પણ વાંચો- શ્રીલંકા સીરિયલ બ્લાસ્ટમાં 'નેશનલ તૌહિદ જમાલ'ના હાથની આશંકા
First published: April 22, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading