Home /News /national-international /

રાયબરેલીના સાંસદ સોનિયા ગાંધી પણ આ વિસ્તારમાં દબદબો છે 'વિધાયક જી'નો

રાયબરેલીના સાંસદ સોનિયા ગાંધી પણ આ વિસ્તારમાં દબદબો છે 'વિધાયક જી'નો

દીકરી અદિતી સિંહ સાથે અખિલેશ સિંહ

આ બેઠક પર અખિલેશ સિંહનો દબદબો જોવા મળે છે. વર્ષ 2017માં તેમણે નાદુરસ્ત તબિયતના પગેલ દીકરી અદિતી સિંહને ચૂંટણી લડાવી હતી.

    અમિત તિવારી, ઉત્તર પ્રદેશ : ઉત્તર પ્રદેશની રાયબરેલી લોકસભા બેઠક દેશમાં ગાંધી પરિવારની વારસાગત બેઠક છે. 1977માં ઇમર્જન્સી બાદ ઇન્દિરા ગાંધીને રાજનારાયણની જનતા પાર્ટી સામે આ બેઠક પર હાર મળી હતી ત્યારથી લઈને આજ દિન સુધી આ બેઠક પર કોંગ્રેસનો કબ્જો છે. આ બેઠકમાં 6 વિઘાનસભાનો સમાવેશ થાય છે,જેમાં બછરાવાં, હરચંદપુર, રાયબરેલી સદર, સરેની, ઉંચાહારા અને સલોનનો સમાવેશ થાય છે. કોંગ્રેસનો ગઢ હોવા છતાં વર્ષ 2017 સુધી સદર બેઠક પર વિધાનસભામાં કોંગ્રેસનો કબ્જો નહોતો કારણ હતું 'વિધાયક જી' અખિલેશ સિંહ આ વિસ્તારના બાહુબલી નેતા છે છતાં જમીની પકડ ધરાવે છે.

    રાયબરેલી સદર બેઠક પર અખિલેશ સિંહનો દબદબો જોવા મળે છે. વર્ષ 2017માં તેમણે નાદુરસ્ત તબિયતના પગેલ દીકરી અદિતી સિંહને ચૂંટણી લડાવી હતી. એવી ચર્ચા છે કે જિલ્લાના દરેક અડ્ડા પર તેમનું કમિશન નક્કી છે. કોઈ પણ પ્રોજેક્ટ શરૂ કરવા માટે તેમના માણસોને કામ આપવું પડે છે. અખિલેશ સિંહનો સિક્કો આજે પણ અહીંયા બોલે છે.

    આ પણ વાંચો :  PMtoNews18: ટાઇમ મૅગઝીનના 'ડિવાઇડર ઇન ચીફ' કવર પર શું બોલ્યા PM મોદી?

    હત્યાકાંડમાં નામ
    અખિલેશ સિંહ પર 45થી વધુ ગુનો નોંધાયો છે અને વર્ષ 1988ના જાણીતા સૈય્યદ મોદી હત્યાકાંડમાં તેમનું નામ ઉછળ્યું હતું. હત્યાકાંડમાં અખિલેશ સિંહ ઉપરાંત અમેઠી રાજપરિવારના સંજય સિંહ અને સૈય્યદ મોદીનાં પત્ની અમિતા મોદી પર પણ કેસ દાખલ થયો હતો. 1990માં સંજયસિંહ અને અમિતા છુટી ગયા અને 1996માં અખિલેશ સિંહ પણ

    રાહુલ પ્રિયંકાનો જોરદાર વિરોધ
    અખિલેશ સિંહ આ બેઠક પરથી 5 ટર્મ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેઓ અનેક વાર અપક્ષ તરીકે ચૂંટાયા તો 2012ની ચૂંટણી પહેલાં પીસ પાર્ટીમાં હતા. તેમનો ડર એટલો હતો કે કોંગ્રેસ પોસ્ટર પણ લગાવતી નહોતી. જે દિવસે રાહુલ અને પ્રિયંકાની સભા થાય ત્યારે જ અખિલેશ સિંહે સભા કરતા હતા અને તેમની સભામાં વધારે ભીડ જોડવા મળતી. હતી.

    આ પણ વાંચો :  PM મોદીનો મમતા પર પ્રહાર : કાશ્મીરથી વધુ બંગાળની ચૂંટણીમાં થઈ હિંસા

    હવે દીકરી અદિતી રાજકારણમાં જોડાઈ
    નાદુરસ્ત તબિયતના કારણે અખિલેશ સિંહે વર્ષ 2017ની વિધાસભાની ચૂંટણીમાં દીકરી અદિતી સિંહને આ બેઠક પર કોંગ્રેસની ટિકિટ પરથી લડાવી અને વિધાનસભાાં મોકલી આપી હતી. કોંગ્રેસે અખિલેશ સિંહની સામે દિનેશ સિંહને મેદાને ઉતાર્યા હતા અને તેના કારણે અખિલેશ સિંહની રાજકીય જમીન ઘસી રહી હતી. આ તમામ ઘટનાક્રમના પગલે અખિલેશ સિંહે 2017માં દીકરીને કોંગ્રેસને સીટ પર મેદાને ઉતારી હતી.

    હવે કોંગ્રેસના ખાસ
    એક સમયે કોંગ્રેસના વિરોધી અને બળવાખોર અખિલેશ સિંહે હવે કોંગ્રેસના ખાસ થઈ ગયા છે. જ્યારે કોંગ્રેસના ખાસ દિનેશ સિંહ ભાજપમાં જોડાઈ ગયા અને સોનિયા ગાંધીની સામે ચૂંટણી પણ લડ્યા હતા. અદિતી સિંહને કોગ્રેસમાં મહત્ત્વનું પદ મળવાથી દિનેસ સિંહનું વર્ચસ્વ ઘટ્યુ હતું પરંતુ પાર્ટીએ તેમને એમએલસી, તેમના ભાઈને ધારાસભ્ય અને એક ભાઈને જિલ્લા પંચાયતના સભ્ય બનાવ્યા હતા.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Loksabha elections 2019, Uttar Pradesh Loksabha Elections 2019

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन