કાશ્મીરમાં ઊભું થયેલું આંતકવાદી સંગઠન TRF કોણ છે? જાણો આખી જન્મકુંડળી

કાશ્મીરમાં ઊભું થયેલું આંતકવાદી સંગઠન TRF કોણ છે? જાણો આખી જન્મકુંડળી
ISISની તરફથી આ ત્રીજી રેકોર્ડિંગ છે. જે અબુ ઇબ્રાહિમ અલ કુરૈશીના નવા ચીફ બન્યા પછી રીલિઝ કરવામાં આવી છે. અબુ અબ્રાહિમે ગત વર્ષે ISISના પૂર્વ ચીફ અબુ બક્ર અલ બગદાદીને માર્યા પછી પોતાને નવા ચીફ તરીકે જાહેર કર્યો હતો. સીરિયામાં અમેરિકી સ્પેશ્યલ ફોર્સેસે અબુ બક્ર અલ બગદાદીને મારી નાંખ્યો હતો. અલ કુરૈશીએ તેના પછી ISISની કમાન સંભાળી હતી. તેણે કહ્યું હતું કે અમે પૂરી તાકાતથી પોતાના દુશ્મનોની વિરુદ્ધ લડતા રહીશું. તે ખુદાના દુશ્મનો છે અને તેમના વિસ્તારો પર અમારો હુમલો ચાલુ રહેશે.

માનવામાં આવે છે કે આતંકવાદી સંગઠન ધ રેજિસ્ટેન્સ ફ્રન્ટને ફાઈનેશિયલ એક્સન ટાસ્ક ફોર્સની કાર્યવાહીથી બચાવવા માટે બનાવવામાં આવ્યું છે.

 • Share this:
  શ્રીનગરઃ જમ્મુ કાશ્મીર (Jammu Kashmir)માં આર્ટિકલ 370 (Article 370)ના હટાવ્યા પછી આતંકવાદી ઘટનાઓ ઉપર લગામ કસવામાં આવી હતી. ભારતીય સૈનિક સતત આખા જમ્મુ-કાશ્મીર ઉપર નજર રાખી રહ્યા હતા. જેના કારણે પાકિસ્તાન (Pakistan) પોતાના મનસૂબા પુરા થતા ન હતા. આ સાથે જ પાકિસ્તાન ઉપર પોતાની જમીન ઉપર ચાલી રહેલા આતંકવાદી સંગઠનો ઉપર કાર્યવાહી કરવા માટે સતત દબાણ બની રહેતું હતું. આ જ કારણ છે કે પાકિસ્તાને દુનિયાના સામે આતંકવાદી સંગઠન ઉપર કાર્યવાહી કરવા નવા ચાલ અપનાવી રહ્યું છે. દુનિયાને દેખાડવા માટે પાકિસ્તાન સરકારે લશ્કર એ તૈયબા (Lashkar-e-Taib) અને હિજબુલ મુઝાહિદ્દીન (Hizbul Mujahideen)ના આતંકવાદી સંગઠનો ઉપર કાર્યવાહી કરી બીજી તરફ આતંકવાદી સંગઠન ધ રેજિસ્ટેસ ફ્રન્ટ (TRF)નો પાયો રાખ્યો હતો.

  આ પણ વાંચોઃ-સલામ છે તમને! અમદાવાદમાં પહેલી મહિલા પોલીસકર્મીએ કોરોનાને આપી મ્હાત, જુઓ ભવ્ય સ્વાગતનો Video  માનવામાં આવે છે કે આતંકવાદી સંગઠન ધ રેજિસ્ટેન્સ ફ્રન્ટને ફાઈનેશિયલ એક્સન ટાસ્ક ફોર્સની કાર્યવાહીથી બચાવવા માટે બનાવવામાં આવ્યું છે. અન્ય વિગતો પણ મળી રહી છે કે આ સંગઠન કાશ્મીરમાં સક્રિય આતંવાદી સંગઠનોનું એક રૂપ છે. ટીઆરએફની જેવી રીતે ઓનલાઈન બ્રાન્ડિંગ થઈ રહ્યું છે જેનો હેતુ દુનિયાભરના દેશોનું દ્યાન પોતાના તરફ કેન્દ્રિત કરવાનું છે.

  આ પણ વાંચોઃ-OMG! લોકડાઉનમાં દંપતી વચ્ચે થયો ઝઘડો, ગુસ્સામાં પતિએ કરડી ખાધું પત્નીનું નાક

  સુત્રોના જણાવ્યા પ્રમાણે આ નવું આતંકવાદી સંગઠનને પાકિસ્તાનનું સમર્થન છે. અને આતંકવાદી સંગઠન હિજબુલ મુઝાહિદ્દીન, જૈશ-એ-મોહમ્મદ, લશ્કર અને અલ-બદ્ર જેવા સંગઠન આની મદદ કરી રહ્યા છે. જોકે, હવે ટીઆરએફ અને હિજબુલ મુઝાહિદ્દીન વચ્ચે વર્ચસ્વની લડાઈ ચાલું થઈ છે.

  આ પણ વાંચોઃ-રાજકોટના કોર્પોરેટર દંપતીનો અનોખો સેવાયજ્ઞ! ઘરે ઘરેથી રામરોટી ઉઘરાવી જરૂરિયાતમંદોને પહોંચાડે છે

  માનવામાં આવી રહ્યું છે કે જ્યારથી કશ્મીરમાં લશ્કર-એ-તૈયબાએ પોતાનું નવું સંગઠન ધ રેજિસ્ટેન્સ ફ્રન્ટ બનાવ્યું છે. ત્યારથી હિઝબુલ મુઝાહિદ્દીનની સાથે તેમની અણબન થઈ હતી. પાકિસ્તાન તરફથી ટીઆરએફને વધારે મદદ મળી રહી છે. આવી સ્થિતિમાં હિઝબુલના આકાઓને લાગવા લાગ્યું છે કે કાશ્મીરમાં તેમનું વરચસ્વ ઓછું થઈ રહ્યું છે. હિઝબુલ મુઝાહિદ્દીનના ટોપ કમાન્ડર અબ્બાસ શેખે હિઝબુલનો સાથ છોડીને ટીઆરએફનું પલ્લુ પકડી લીધું છે. આજ કારણ છે કે ટીઆરએફ અને લશ્કર હવે હિઝબુલ મુઝાહિદ્દીનના નિશાના ઉપર છે.

  આતંકવાદી સંગઠન હિઝબુલ મુઝાહિદ્દીને છોડનારા ટોપ કમાન્ડર અબ્બાસ શેખ આ દિવસોમાં સંપૂર્ણ પણે અંડરગ્રાઉન્ડ થઈ ગયા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે અબ્બાસે દાવો કર્યો છે કે તેની સાથે 12 એક્ટિવસ સભ્ય છે. બીજા અનેક ગ્રાઉન્ડ વર્કર્સ પણ છે. અબ્બાસ અંગે જાણકારી આપતા ટીઆરએફે કહ્યું હતું કે કેટલાક દિવસ પહેલા હુમલામાં હિઝબુલ મુઝાહિદ્દીનને ચેતવણી આપી હતી. કે તેઓ કાશ્મીરી પોલીસકર્મચારીઓ અને નાગરીકોને મારવાનું બંધ કરે પરંતુ તેણે સોપિયાંથી જમ્મુ-કાશ્મીરના એક પોલીસ કર્મચારીનું અપહરણ કર્યું હતું. ત્યારબાદ હિઝબુલના ટોપ કમાન્ડરે આ આતંકવાદી સંગઠનનો સાથ છોડવાનો નિર્ણય કર્યો હતો.
  First published:May 03, 2020, 18:26 pm