દિલ્હીનો સાચો બોસ કોણ? આજે સુપ્રીમ કોર્ટ આપી શકે છે નિર્ણય

દિલ્હીનો સાચો બોસ કોણ? આજે સુપ્રીમ કોર્ટ આપી શકે છે નિર્ણય
અનિલ બૈજલ, અરવિંદ કેજરીવાલ

ધારણીય ખંડપીઠમાં એ વાત પર સર્વસંમતિ હતી કે સાચી શક્તિ મંત્રીમંડળ પાસે છે અને ચૂંટાઈ આવેલી સરકારથી જ દિલ્હી ચાલશે.

 • Share this:
  નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટ આજે નક્કી કરશે કે દિલ્હીનો અસલી બોસ કોણ છે? કેન્દ્ર સરકાર કે પછી રાજ્ય સરકાર. ગત પ્રથમ નવેમ્બરના રોજ દિલ્હી હાઇકોર્ટના ચુકાદા વિરુદ્ધ કેજરીવાલ સરકારની અરજી પર નિર્ણય સંભળાવતી વખતે આ અંગે ચુકાદો મુલતવી રહ્યો હતો. આજે જસ્ટિસ એકે સિકરી અને જસ્ટિસ અશોક ભૂષણ આ અંગે નિર્ણય સંભળાવશે.

  ગત વર્ષે ચોથી જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટની બંધારણીય ખંડપીઠે દિલ્હી સરકાર વિરુદ્ધ એલજી (લેફ્ટિનન્ટ ગવર્નર) અધિકાર વિવાદમાં ફક્ત બંધારણીય જોગવાઈઓની વ્યાખ્યા કરી હતી. પાંચ સભ્યોની બંધારણીય ખંડપીઠે કહ્યું હતું કે કાયદો બનાવવો દિલ્હી સરકારનો અધિકાર છે. બંધારણીય ખંડપીઠમાં એ વાત પર સર્વસંમતિ હતી કે સાચી શક્તિ મંત્રીમંડળ પાસે છે અને ચૂંટાઈ આવેલી સરકારથી જ દિલ્હી ચાલશે.  કોર્ટે એ સમયે કહ્યું હતું કે કાયદો અને વ્યવસ્થા, પોલીસ અને જમીન છોડીને ઉપરાજ્યપાલ સ્વતંત્ર રીતે કામ ન કરી શકે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે ઉપરાજ્યપાલ અનિલ બૈજલને સ્વતંત્ર નિર્ણય લેવાનો અધિકાર નથી અને તેમણે મંત્રીમંડળ મદદ અને સલાહથી કામ કરવાનું રહેશે.

  આ પણ વાંચો : અરવિંદ કેજરીવાલ પર હુમલો, કાફલા પર ટોળાએ લાઠીચાર્જ કર્યો: Video

  આ સમયે સુપ્રીમ કોર્ટે વિવાદનું કારણ બનેલા મામલા અંગે અલગથી કોઈ નિર્ણય આપ્યો ન હતો. ત્યારે એવું કહ્યું હતું કે આ મામલે બે જજોની ખંડપીઠ નિર્ણય આપશે. આજે આ જ મામલે સુનાવણીની આશા છે.

  કેન્દ્રી શાસિત પ્રદેશ અને દેશની રાજધાની હોવાને કારણે દિલ્હીમાં રાજ્ય તેમજ કેન્દ્રના અનેક અધિકારીઓ હાજર રહે છે. આની ટ્રાન્સફર અને પોસ્ટિંગને લઈને કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે ઝઘડો ચાલતો રહે છે.
  First published:February 14, 2019, 08:11 am