Home /News /national-international /જોર્ડનના ક્રાઉન્સ પ્રિન્સનું દિલ ચોરનાર સુંદર મહિલા કોણ છે? અમેરિકામાં કર્યો છે અભ્યાસ

જોર્ડનના ક્રાઉન્સ પ્રિન્સનું દિલ ચોરનાર સુંદર મહિલા કોણ છે? અમેરિકામાં કર્યો છે અભ્યાસ

શાહી સગાઈમાં બંને પક્ષોના માત્ર પરિવાર અને નજીકના લોકો હાજર રહ્યા હતા. (PIC: Tweeted by @RHCJO)

રોયલ કોર્ટ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, જોર્ડનના ક્રાઉન પ્રિન્સ હુસૈન અને રઝવા ખાલિદની સગાઈ રિયાધમાં રઝવાના પિતાના ઘરે થઈ હતી.

    જોર્ડનના ક્રાઉન પ્રિન્સ હુસૈન બિન અબ્દુલ્લા-IIએ સાઉદી અરેબિયાના રહેવાસી રઝવા ખાલિદ બિન મુસૈદ બિન સૈફ બિન અબ્દુલાઝીઝ અલ સૈફ સાથે સગાઈ કરી લીધી છે. રાજા અબ્દુલ્લા દ્રિતીય અને રાણી રાનિયાના સૌથી મોટા પુત્ર પ્રિન્સ હુસૈનની થનારી પત્ની ખૂબ જ સુંદર અને શિક્ષિત છે. બંનેની સગાઈ 17 ઓગસ્ટના રોજ રિયાધમાં રઝવા ખાલિદના ઘરે થઈ હતી. શાહી સગાઈમાં બંને પક્ષોના માત્ર પરિવારના સભ્ય અને નજીકના લોકો જ હાજર રહ્યા હતા.

    ધ રોયલ કોર્ટે ક્રાઉન પ્રિન્સની સગાઈ વિશે સત્તાવાર માહિતી આપી છે. આ સાથે જ રાજવી પરિવારને અભિનંદન આપ્યા અને તેમના સુખી જીવનની શુભેચ્છા પાઠવી છે. રોયલ કોર્ટ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, જોર્ડનના ક્રાઉન પ્રિન્સ હુસૈન અને રઝવા ખાલિદની સગાઈ રિયાધમાં રઝવાના પિતાના ઘરે થઈ હતી.

    (PIC: Tweeted by @RHCJO)


    સગાઈમાં કિંગ અબ્દુલ્લા, તેમની પત્ની રાનિયા, પ્રિન્સ હસન બિન તલાલ, પ્રિન્સ હાસમ બિન અબ્દુલ્લા, પ્રિન્સ અલી બિન અલ હુસૈન, પ્રિન્સ હમાસ બિન અલ હુસૈન, પ્રિન્સ ગાઝી બિન મોહમ્મદ, પ્રિન્સ રશીદ બિન અલ-હસન અને અલ સૈફ પરિવારના કેટલાક સભ્યો જોડાયા હતા.

    કોણ છે જોર્ડન પ્રિન્સની દુલ્હન રઝવા ખાલિદ ?

    ક્રાઉન પ્રિન્સ હુસૈન બિન અબ્દુલ્લા IIની દુલ્હન રઝવા અલ સૈફનો જન્મ 28 એપ્રિલ 1994ના રોજ સાઉદી અરેબિયાના વેપારી ખાલિદ બિન મુસૈદ અલ સૈફને ત્યાં થયો હતો. રઝવા તેના પરિવારમાં સૌથી નાની દીકરી છે.

    (PIC: Tweeted by @RHCJO)


    રજવાએ સાઉદી અરેબિયામાંથી જ પોતાનું શાળાકીય અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ વધુ અભ્યાસ માટે અમેરિકા ગઈ, જ્યાં તેણે ન્યૂયોર્કની સિરાક્યુઝ યુનિવર્સિટી (Syracuse University)માંથી આર્કિટેક્ટની ડિગ્રી લીધી હતી અને સ્વદેશ પરત ફરી હતી.

    કોણ છે જોર્ડન પ્રિન્સ હુસૈન ?

    જોર્ડનના રાજા અબ્દુલ્લા IIનો સૌથી મોટો પુત્ર ક્રાઉન પ્રિન્સ હુસૈન બ્રિટિશ મિલિટરી એકેડમી સેન્ડહર્સ્ટમાંથી સ્નાતક થયો છે. આ સાથે તેણે કતારની જ્યોર્જટાઉન યુનિવર્સિટીમાંથી આંતરરાષ્ટ્રીય હિસ્ટ્રીમાં ડિગ્રી પણ મેળવી છે. પ્રિન્સ હુસૈન જોર્ડન આર્મીમાં કેપ્ટનનો હોદ્દો ધરાવે છે. આ સાથે તેઓ લશ્કરી હેલિકોપ્ટર ઉડાવવામાં પણ તજજ્ઞ છે. 2009માં તેને ક્રાઉન પ્રિન્સનો દરજ્જો આપવામાં આવ્યો હતો.

    જોર્ડન ક્વિનના અભિનંદન :

    જોર્ડન ક્વિનએ તેના પુત્ર, ક્રાઉન પ્રિન્સનો ફોટો ટ્વિટર પર શેર કરતા ખુશી વ્યક્ત કરી હતી. તેણે ટ્વીટમાં કહ્યું કે મને ખબર નથી કે મારું હૃદય આટલી મોટી ખુશીને કેવી રીતે સંભાળશે? મારા સૌથી મોટા પ્રિન્સ હુસૈન અને તેની સુંદર મંગેતર રાજવાને અભિનંદન. રાનિયાએ તેની ભાવિ પુત્રવધૂને પોતાની ત્રીજી પુત્રી કહીને સંબોધી હતી.
    First published:

    Tags: Saudi arabia, World news

    विज्ञापन