Howdy Modi: જાણો મોદી-ટ્રમ્પ સાથે સેલ્ફી લેનાર આ છોકરો કોણ છે?

News18 Gujarati
Updated: September 23, 2019, 8:57 PM IST
Howdy Modi: જાણો મોદી-ટ્રમ્પ સાથે સેલ્ફી લેનાર આ છોકરો કોણ છે?
ભારતીય મૂળનો આ છોકરો સાત્વિક હેગડે છે જે મૂળ કર્ણાટકનો વતની હોવાનો ખુલાસો થયો છે.

હાઉડી મોદી (Howdy Modi) કાર્યક્રમમાં ભાગ લેનારો એક છોકરો ચર્ચાનો વિષય બની ગયો. વડાપ્રધાન મોદી (Narendra Modi) અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ (Donald Trump)સાથે સેલ્ફી પડાવનાર આ છોકરા વિશે જાણો

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : હ્યૂસ્ટનમાં રવિવારે પીએમ નરેન્દ્ર મોદીએ NRG સ્ટેડિયમ ખાતે 50 હજાર લોકોને સંબોધન કર્યું હતું. Howdy Modi કાર્યક્રમમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) પણ હાજર રહ્યા હતા. આ ઐતિહાસિક કાર્યક્રમ શરૂ થયો એ પહેલાં બંને મહાનુભાવોના સ્વાગત માટે કેટલાક બાળકો ઉભા હતા. આ બાળકો પાસેથી પસાર થઈ રહેલા પી.એમ. મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અચનાક જ એક છોકરા સામે ઉભા રહી ગયા હતા અને તેની સાથે વાતચીત કરી અને સેલ્ફી પણ ક્લિક કરાવી હતી.

ગઈકાલે હાઉડી મોદી કાર્યક્રમ શરૂ થયો ત્યારથી જ ભારતીય મૂળનો આ છોકરો સમગ્ર વિશ્વમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. વહેલી સવારથી મીડિયા દ્વારા તેના વિશે અહેવાલો ટાંકવામાં આવ્યા હતા. જોકે, આ છોકરાની ઓળખ સાંજ સુધી થઈ નહોતી. પરંતુ કર્ણાટકની એક વેબસાઇટે આ છોકરો કન્નડ મૂળનો ભારતીય હોવાનો અહેવાલ પ્રકાશિત કર્યો છે.

આ પણ વાંચો, HOWDY MODI: હ્યૂસ્ટનમાં 'નમો-નમો', વાંચો PMના ભાષણની 10 ખાસ વાતો

કન્નડ વેબસાઇટ વિજય કર્ણાટકાના અહેવાલ મુજબ આ છોકરાનું નામ સાત્વિક હેગડે છે અને તે ઉત્તર કન્નડ જિલ્લાનો રહેવાસી છે. સાત્વિકની માતાનું નામ મેઘા અને પિતાનુ નામ પ્રભાકર છે. સાત્વિકને યોગ ખૂબ પસંગ છે.

આજે સવારે પી.એેમ.ઓના ઑફિશિયલ ટ્વીટર હેન્ડલ પર એક વીડિયો મૂકવામાં આવ્યો હતો. આ વીડિયોમાં પી.એમ. મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ બાળકોને મળતાં જોવા મળે છે. આ વીડિયોમાં સફેદ કપડા પહેરોલો સાત્વિક પણ જોવા મળે છે.



સોશિયલ મીડિયા પર સાત્વિકની પી.એમ. મોદી અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સેલ્ફીને વિશ્વની પાવરફૂલ સેલ્ફી તરીકે ગણાવવામાં આવી છે. લોકોએ ટ્વીટર પર અને ફેસબુક પર આ તસવીરને હજારો વાર શેર કરી છે. જોકે, હવે જ્યારે આ છોકરાની ઓખાણ થઈ ગઈ છે અને તે મૂળ કર્ણાટકનો હોવાની વિગતો સામે આવી છે.

આ પણ વાંચો, Howdy Modi: પીએમ મોદીએ પાક. પર સાધ્યું નિશાન, પૂછ્યું- 9/11 અને 26/11ના માસ્ટરમાઇન્ડ ક્યાં છુપાયા હતા?

આ પણ વાંચો, Howdy Modi: Hustonના મૅયરે પીએમ મોદીને કેમ સોંપી શહેરની ચાવી?

Howdy Modi: ...જ્યારે ટ્રમ્પે મોદીને પૂછ્યુ- શું હું ભારત આવવા માટે આમંત્રિત છું?

 
First published: September 23, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...