નવી દિલ્હીઃ અમેરિકન સાઇબર એક્સપર્ટ સૈયદ શુજાએ સોમવારે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ભારતમાં ખળભળાટ મચાવી દેનાર ઈવીએમ હેકનો દાવો કર્યો છે. શુજાએ દાવો કર્યો છે કે વર્ષ 2014ની લોકસભાની ચૂંટણી દરમિયાન EVM હેક કરવામાં આવ્યા હતા, તેમજ તેનાથી જ ચૂંટણીમાં બીજેપીને જીત મળી હતી. સાથે જ શુજાએ એવો પણ દાવો કર્યો હતો કે ભાજપના નેતા ગોપીનાથ મુંડેનું મોત કોઈ દુર્ઘટના ન હતી. તેમની હત્યા કરવામાં આવી છે. શુજાએ કરેલા દાવા પ્રમાણે ગોપીનાથ મુંડે અને ગૌરી લંકેશના મોત પાછળ ક્યાંકને ક્યાંક ઈવીએમનો મુદ્દો જોડાયેલો છે.
સૈયદ શુજાએ વીડિયો કોન્ફરન્સ કરીને ઈવીએમ હેકનો દાવો કર્યો પરંતુ આ અંગે કોઈ પુરાવા રજૂ નથી કર્યા. હાલ એ મુદ્દો ચર્ચાની વિષય બન્યો છે કે ઇવીએમ હેકનો દાવો કરનાર સૈયદ શુજા કોણ છે?
કહેવામાં આવી રહ્યું છે કે સૈયદ શુજા એક સાઇબર સિક્યોરિટીના અભ્યાસુ છે. શુભા હૈદરાબાદનો રહેવાસી છે, હાલ તે અમેરિકામાં નોકરી કરી રહ્યો છે. સૈયદ શુજાનું માનીએ તો તે ભારતમાં વોટિંગ મશીન એટલે કે ઈવીએમ બનાવનાર ટીમનો સભ્ય હતો. શુજાના દાવા પ્રમાણે તે ECIL (ભારત ઇલેક્ટ્રોનિક્સ નિગમ લિમિટેડ)માં કામ કરતો હતો.
સૈયદ શુજાએ દાવો કર્યો છે કે વર્ષ 2014માં તેની ટીમને કોઈ પણ રીતે ઇવીએમને હેક કરવાનું કહેવામાં આવ્યું હતું. શુજાના જણાવ્યા પ્રમાણે જ્યારે તેમની ટીમે ઈવીએમ હેક કરી બતાવ્યું તો હૈદરાબાદમાં તેના પર જીવલેણ હુમલો થયો હતો. હુમલામાં તે બચી ગયો હતો પરંતુ તેના સાથીનું મોત થઈ ગયું હતું. ત્યાર બાદ તેના બીજા સાથીઓને કોમી હુમલાનો શિકાર બનાવવામાં આવ્યા હતા. (નોંધઃ સૈયદ શુજાના આવા દાવાની ન્યૂઝ18 ગુજરાતી કોઈ પુષ્ટિ નથી કરતું)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર