Bulli Bai App Case: પિતાનું કોરોના અને માનું કેન્સરથી મૃત્યુ, જાણો કોણ છે બુલ્લી બાઈ એપની માસ્ટરમાઈન્ડ શ્વેતા?
Bulli Bai App Case: પિતાનું કોરોના અને માનું કેન્સરથી મૃત્યુ, જાણો કોણ છે બુલ્લી બાઈ એપની માસ્ટરમાઈન્ડ શ્વેતા?
18 વર્ષની શ્વેતાએ જ Bulli Bai App પર મહિલાઓના ફોટોઝ અપલોડ કર્યા હતા. (Image credit- Shutterstock)
Bulli Bai App Case: શ્વેતા ઉત્તરાખંડની રહેવાસી છે અને તે ‘બુલ્લી બાઈ’ કેસ પાછળની માસ્ટરમાઈન્ડ છે એવું કહેવાય છે. 18 વર્ષની શ્વેતાએ જ Bulli Bai App પર મહિલાઓના ફોટોઝ અપલોડ કર્યા હતા.
Bulli Bai App Case: ‘બુલ્લી બાઈ’ એપ કેસ (Bulli Bai App Case)માં મુંબઈ પોલીસે ઉત્તરાખંડ (Uttarakhand)થી 18 વર્ષની શ્વેતા સિંહ (Shweta Singh)ની ધરપકડ કરી છે. આ પહેલા આ કેસમાં અન્ય એક આરોપી વિશાલ કુમાર (Vishal Kumar)ની પણ અટકાયત કરવામાં આવી છે. કહેવાય છે કે આ કેસમાં શ્વેતા મુખ્ય આરોપી (Bulli Bai App case mastermind) છે.
કોણ છે આરોપી શ્વેતા સિંહ?
શ્વેતા ઉત્તરાખંડની રહેવાસી છે અને તે ‘બુલ્લી બાઈ’ કેસ પાછળની માસ્ટરમાઈન્ડ છે એવું કહેવાય છે. શ્વેતાએ જ Bulli Bai App પર મહિલાઓના ફોટોઝ અપલોડ કર્યા હતા. શ્વેતાની ઉંમર ફક્ત 18 વર્ષની છે. તેની ઉત્તરાખંડના ઉધમસિંહ નગર જિલ્લાથી ધરપકડ કરવામાં આવી છે.
શ્વેતા સિંહના માતા-પિતા હવે આ દુનિયામાં નથી. તેણે ગયા વર્ષે પોતાના પિતાને કોરોનાની બીમારીમાં ગુમાવ્યા હતા, તો એ પહેલા તેની મા કેન્સરથી મૃત્યુ પામી હતી. તેની એક મોટી બહેન છે જે કોમર્સમાં ગ્રેજ્યુએટ છે, જ્યારે એક નાની બહેન અને ભાઈ સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યા છે. શ્વેતા પોતે એન્જીનીયરીંગ એન્ટ્રન્સ એક્ઝામની તૈયારી કરી રહી હતી.
નેપાળથી છે કનેક્શન?
કહેવાઈ રહ્યું છે કે શ્વેતા નેપાળ (Nepal connection) સ્થિત એક સોશિયલ મીડિયા ફ્રેન્ડની સૂચના પર કામ કરી રહી હતી. તપાસ ટીમના સૂત્રોએ કહ્યું કે Bulli Bai App મામલે પકડાયેલી શ્વેતા સિંહથી મળેલી જાણકારી મુજબ, જિયાઊ નામનો એક નેપાળી નાગરિક તેને એપની ગતિવિધિઓ અંગે નિર્દેશ આપી રહ્યો હતો. હાલ પોલિસ કથિત નેપાળી નાગરિક અને શ્વેતાથી જોડાયેલા અન્ય લોકોની ભૂમિકા અંગે તપાસ કરી રહી છે.
એ વાતની પણ તપાસ થઈ રહી છે કે શ્વેતાની મદદ કરનારા અન્ય લોકો કોણ છે. શ્વેતાને આજે મુંબઈ લાવવામાં આવશે અને તે બાન્દ્રા મેટ્રોપોલીટન મેજીસ્ટ્રેટ કોર્ટમાં રિમાન્ડ માટે હાજર રહી શકે છે.
શ્વેતાના નામનો ખુલાસો થયો એ પહેલા બેંગ્લુરુથી વિશાલ કુમાર નામના અન્ય એક અપરાધીની અટકાયત કરવામાં આવી હતી, જે એન્જીનીયરીંગ સેકન્ડ યરનો સ્ટુડન્ટ છે.
વિશાલ-શ્વેતા એકબીજાના સંપર્કમાં હતા
વિશાલે કહ્યું કે તે શ્વેતા સાથે સંપર્કમાં હતો અને શ્વેતા એ લોકો સાથે પણ સંપર્કમાં હતી જે બુલ્લી બાઈ એપથી જોડાયેલ તમામ પ્રવૃત્તિઓ પર કામ કરી રહ્યા હતા. તેમને નેપાળમાં બેઠેલો કોઈ માણસ નિર્દેશ આપતો હતો.
તો મુંબઈ પોલિસના અધિકારી Sulli Dealsની ઘટનામાં પણ વિશાલનો હાથ છે કે નહીં તેની તપાસ કરી રહ્યા છે, જે 2021માં Bulli Bai App પહેલા સામે આવી હતી. વિશાલ પર આરોપ છે કે તે એક વિશેષ સમુદાયની મહિલાઓની તસવીરો એડિટ કરીને તેને એપ પર નાખતો હતો.
શ્વેતા સિંહ JattKhalsa07 નામના એક નકલી ટ્વિટર હેન્ડલનો ઉપયોગ કરતી હતી. આ હેન્ડલથી ધૃણાસ્પદ પોસ્ટ અને વાંધાજનક ફોટો પોસ્ટ કરવામાં આવતા હતા. બુલ્લી બાઈ એપ પર જાણીતી 100 મહિલાઓને ટાર્ગેટ કરવામાં આવી હતી.
શું છે આ એપમાં?
Bulli Bai એપ પર મુસ્લિમ મહિલાઓને ટાર્ગેટ કરવામાં આવી રહી છે. લગભગ છ મહિના પહેલા Sulli Deal app આવી હતી તેમાં જાણીતી મુસ્લિમ મહિલાઓના ફોટો શેર કરીને અશ્લીલ કમેન્ટ લખવામાં આવતી હતી અને તસવીરોની હરાજી થતી હતી. Bulli Bai એપ આ જ તર્જ પર કામ કરે છે. Sulli deal એ Github ઉપર લોન્ચ કરવામાં આવી હતી, હવે Bulli Baiને પણ Github ઉપર લોન્ચ કરવામાં આવી છે.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર