કોણ છે ઈશ્વર ચંદ્ર વિદ્યાસાગર? જેના લીધે બંગાળમાં મચ્યું છે રાજકીય ધમસાણ

પશ્ચિમ બંગાળમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના રોડ શૉ દરમિયાન હિંસા થઈ હતી. આ હિંસા દરમિયાન ટોળાએ ઈશ્વર ચંદ્ર વિદ્યાસાગરની પ્રતિમાને નુકસાન પહોંચાડ્યું હતું. આ ઘટના બાદ બંગાળના રાજકારણમાં નવો ફણગો ફૂટ્યો છે.

News18 Gujarati
Updated: May 15, 2019, 6:59 PM IST
કોણ છે ઈશ્વર ચંદ્ર વિદ્યાસાગર? જેના લીધે બંગાળમાં મચ્યું છે રાજકીય ધમસાણ
ઈશ્વર ચંદ્ર વિદ્યાસાગરની તસવીર
News18 Gujarati
Updated: May 15, 2019, 6:59 PM IST
ન્યૂઝ 18 ગુજરાતી : પશ્ચિમ બંગાળમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના રોડ શૉ દરમિયાન હિંસા થઈ હતી. આ હિંસા દરમિયાન ટોળાએ તોડફોડ કરી હતી અને ઈશ્વર ચંદ્ર વિદ્યાસાગરની પ્રતિમાને નુકસાન પહોંચાડ્યું હતું. આ ઘટના બાદ બંગાળના રાજકારણમાં નવો ફણગો ફૂટ્યો છે. આ મુદ્દે ભારતીય જનતા પાર્ટી અને તૃણમૂલ કોંગ્રેસ બંને એકબીજા પર આક્ષેપ મૂકી રહ્યાં છે. ભાજપનો આક્ષેપ છે કે ટીએમસીના વિદ્યાર્થીઓએ આ તોડફોડ કરી છે. દરમિયાન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ટ્વીટર પર પોતાના ડીપીના સ્થાને ઈશ્વર ચંદ્ર વિદ્યાસાગરની તસવીર મૂકી દીધી છે. તેમણે લખ્યું છે કે ભારતીય જનતા પાર્ટી નથી જાણકી કે વિદ્યાસાગર કોણ છે.

કોણ છે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર
ભારતના ઇતિહાસમાં ઈશ્વર ચંદ્ર વિદ્યાસાગરને શિક્ષક, તત્વચિંતક, સમાજ સુધારક જેવા અનેક સ્વરૂપે યાદ કરવામાં આવે છે. તેમનો સમાવેશ દેશના તમામ શિક્ષણ બોર્ડે પોતાના અભ્યાસક્રમમાં કરેલો છે. વિદ્યાસાગરનો જન્મ 26મી સપ્ટેમ્બર 1820ના રોજ બંગાળના મેદિનીપુર જિલ્લામાં એક ગરીબી બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમણે પોતાનો અભ્યાસ રોડની નીચે બેસીને કર્યો હતો કારણ કે તેમનો પરિવાર એટલો ગરીબ હતો કે તેમના ઘરમાં લાઇટ સુધ્ધા નહોતી.

આ પણ વાંચો : બંગાળ હિંસા પર શાહે કહ્યુ- કાલે CRPF ન હોત તો બચવું મુશ્કેલ હતું

સ્ટ્રીટ લાઇટ નીચે બેસી અભ્યાસ
સ્ટ્રીટ લાઇટ નીચે અભ્યાસ કરી અને તેમણે વર્ષ 1829માં સંસકૃત કૉલેજમાં એડમિશન મેળવી લીધુ હતું. વર્ષ 1839માં એક કૉમ્પિટિશનમાં તેમના બુદ્ધીચાતુર્યના કારણે તેમને વિદ્યાસાગરનું ઉપનામ મળ્યું હતું. વર્ષ 1941 સુધી સતત 12 વર્ષ અભ્યાસ કર્યા બાદ તેમને કૉલેજમાં સંસ્કૃતના પ્રાધ્યાપક તરીકે નોકરી મળી હતી. આગળ જતા તે આ કૉલેજના જ પ્રિન્સિપાલ બની ગયા હતા. તેમણે કોલેજકાળથી સમાજ સુધારક તરીકે કામ શરૂ કર્યુ હતું અને આ દરમિયાન જ તેમણે બંગાળની વર્ણમાળામાં પરિવર્તન આણ્યું હતું.
વિધવા વિવાહ એક્ટ હટાવ્યો
વિધવા વિવાહ કાયદા દૂર કરવામાં તેમનો મોટો ફાળો છે. તેમના કારણે જ બ્રિટિશ સરકાર આ કાયદો બનાવવા મજબૂર થઈ હતી. વિધવાઓના લગ્ન એ સમયના રૂઢિચુસ્ત સમાજમાં મજૂર નહોતો પરંતુ વિદ્યાસાગરે સામાજિક જાગૃતી દ્વારા જે જનસમર્થન મેળવ્યું હતું તેના કારણે વર્ષ 1857માં બ્રિટિશ સરકાર વિધવા લગ્ન કાયદો પસાર કરવા મજબુર થઈ ગઈ હતી.

આ પણ વાંચો :  PM મોદીનો મમતા પર પ્રહાર : કાશ્મીરથી વધુ બંગાળની ચૂંટણીમાં થઈ હિંસા

ઈશ્વર ચંદ્ર વિદ્યાસાગરની પ્રતિમા તૂટવાના રાજકીય પડઘા
ભાજપના રાષ્ટ્રીય અઘ્યક્ષ અમિત શાહના રોડ શો દરમિયાન વિદ્યાસાગર કૉલેજની બહાર અને અંદર તોડફોડ અને મારામારી થઈ હતી. દરમિયાન કેટલાક લોકોના ટોળાએ વિદ્યાસાગરની પ્રતિમાને તોડી નાંખી હતી. આ ઘટના બાદ પશ્ચિમ બંગાળના મુખ્ય મંત્રી મમતા બેનર્જી અને સાંસદ ડેરેક ઑ બ્રાયને પોતાના ડીપીના બદલે ઈશ્વર ચંદ્ર વિદ્યાસાગરની તસવીર મૂકી છે. વિદ્યાસાગર ઉદાર હિંદુત્વવાદના સંકેત છે. એમની મૂર્તિ તુટવી એ ઉદાર હિંદુત્વવાદ તુટવાના સંકેત છે.
First published: May 15, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...