કોણ છે IAS અધિકારી, જેમને PMના હેલિકોપ્ટરની તપાસ બદલ સસ્પેન્ડ કરાયા

News18 Gujarati
Updated: April 18, 2019, 11:21 AM IST
કોણ છે IAS અધિકારી, જેમને PMના હેલિકોપ્ટરની તપાસ બદલ સસ્પેન્ડ કરાયા
આઈએએસ અધિકારી

બિહારની રાજધાની પટનામાં રહેતા મોહમ્મદ મોહસિન કર્ણાટક સરકારમાં પછાત વર્ગ કલ્યાણ વિભાગમાં સચિવ પદે કાર્યરત છે.

  • Share this:
ઓડિશાના સંબલપુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હેલિકોપ્ટરની તપાસ કરનારા આઈએએસ અધિકારી મોહમ્મદ મોહસિનને ચૂંટણી પંચે બુધવારે સાંજે સસ્પેન્ડ કરી દીધા છે. 1996ના બેંચના IAS અધિકારી મોહસિન સંબલપુર લોકસભા ક્ષેત્રમાં સામાન્ય નિરિક્ષક તરીકે તહેનાત હતા.

કોણ છે મોહમ્મદ મોહસિન?

બિહારની રાજધાની પટનામાં રહેતા મોહમ્મદ મોહસિન કર્ણાટક સરકારમાં પછાત વર્ગ કલ્યાણ વિભાગમાં સચિવ પદે કાર્યરત છે. વર્ષ 1969માં જન્મેલા મોહસિન કર્ણાટક કેડરમાંથી આઈએએસ બન્યા છે. તેમણે પટના યુનિવર્સિટીમાંથી એમ.કોમનો અભ્યાસ કર્યો છે.

વર્ષ 1994માં મોહસિને દિલ્હીમાં યૂપીએસસીની સિવિલ સર્વિસની તૈયારી શરૂ કરી હતી. પ્રથમ પ્રયાસમાં તેઓ સિવિલ સર્વિસ પરીક્ષામાં પાસ થઈ શક્યા ન હતા, પરંતુ બીજા પ્રયાસમાં તેઓ સફળ રહ્યા હતા. ત્યારે પણ તેઓ ઓછા નંબર હોવાને કારણે આઈએએસ બની શક્યા નહતા.

આ પણ વાંચો : પ્રતિબંધ હટતા જ ચૂંટણી પંચ પર વરસ્યાં માયાવતી

અનેક વિભાગોમાં કરી ચુક્યા છે કામબીજા પ્રયાસમાં સફળ રહેવા છતાં આઈએએસ ન બની શકતા મોહસિને ફરીથી તૈયારી શરૂ કરી હતી. અંતે 1996માં તેઓ આઈએએસ અધિકારી બનવામાં સફળ રહ્યા હતા. મોહસિને ઉર્દૂ સ્ટડીઝ સાથે પોતાનો અભ્યાસ પૂરો કર્યો છે. સોશિયલ મીડિયા પર લખવામાં આવેલી જાણકારી પર વિશ્વાસ કરવામાં આવે તો કર્ણાટક સરકારના શિક્ષણ વિભાગ સહિત અનેક વિભાગમાં તેઓ અધિકારી તરીકે કામ કરી ચુક્યા છે.

શરૂઆતમાં તેમણે એસડીએમ પદ પર કામ કર્યું હતું, જે બાદમાં તેમણે જિલ્લા પંચાયત અને ગ્રામીણ વિકાસ વિભાગમાં ડેપ્યૂટી કમિશ્નર સહિતના પદ પર કામ કર્યું હતું.

આ કારણે સસ્પેન્ડ કરવામાં આવ્યાં

ચૂંટણી પંચે તેમને ફરજ દરમિયાન બેદરકારી બદલ સસ્પેન્ડ કરી દીધા છે. સસ્પેન્શન ઓર્ડરમાં કહેવામાં આવ્યું છે કે, અધિકારીએ એસપીજી સુરક્ષા પ્રાપ્ત હોય તેવા વ્યક્તિઓ માટે બનેલા નિર્દેશોનું પાલન નથી કર્યું. હકીકતમાં પીએમ મોદી સંબલપુરમાં એક ચૂંટણી રેલીમાં ગયા હતા. આ દરમિયાન ચૂંટણી પંચના અધિકારીઓએ તેમના હેલિકોપ્ટરની તપાસ કરી હતી.
First published: April 18, 2019, 11:21 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading