Home /News /national-international /Eknath Shinde : એક સમયે ઓટો ડ્રાઈવર હતા એકનાથ શિંદે, આજે મહારાષ્ટ્રના રાજકારણમાં છે સૌથી વધુ ચર્ચિત ચહેરો

Eknath Shinde : એક સમયે ઓટો ડ્રાઈવર હતા એકનાથ શિંદે, આજે મહારાષ્ટ્રના રાજકારણમાં છે સૌથી વધુ ચર્ચિત ચહેરો

વર્ષ 2019ની વિધાનસભા ચૂંટણીમાં એકનાથ શિંદેએ સોગંદનામું દાખલ કર્યું હતું. આ સોગંદનામા અનુસાર તેમની સામે 18 કેસ થયા હતા

Maharashtra political crisis - તેમના બે બાળકોના નિધન પછી એકનાથ શિંદે ખૂબ જ તૂટી ગયા હતા. તેઓ રાજનીતિમાંથી અલગ થઈ ગયા હતા. તે દરમિયાન આનંદ દિધેએ એકનાથ શિંદેને સાચવ્યા હતા અને રાજનીતિ ફરી એકવાર પરત ફર્યા હતા

મુંબઈ : મહારાષ્ટ્રના (Maharashtra political crisis)રાજકારણમાં એકનાથ શિંદેનું (eknath shinde)નામ વારંવાર સંભળાઈ રહ્યું છે. શિવસેનાના (shivsena)ઈતિહાસમાં એકનાથ શિંદે સૌથી મોટી બગાવતનો ચહેરો છે. સમગ્ર દેશમાં સતત ચાર દિવસથી રાજકારણમાં એકનાથ શિંદેનું નામ ચર્ચાઈ રહ્યું છે. એકનાથ શિંદેએ શિવસેનામાં ઠાકરે પરિવારને સૌથી મોટો પડકાર આપ્યો છે. 9 ફેબ્રુઆરી 1964ના રોજ એકનાથ શિંદેનો જન્મ થયો હતો. મહારાષ્ટ્રનો સતારો જિલ્લો તેમનો ગૃહ જિલ્લો છે. ઠાણેમાં તેઓ ભણવા માટે આવ્યા હતા, તેઓ ધોરણ 11 સુધી ભણ્યા છે. ત્યારબાદ તેઓ વાગલે એસ્ટેટ વિસ્તારમાં રીક્ષા ચલાવવા લાગ્યા હતા. તે દરમિયાન તેમની મુલાકાત શિવસેના નેતા આનંદ દિઘે સાથે સાથે થઈ. 18 વર્ષની ઉંમરે તેમના રાજનૈતિક કરિઅરની શરૂઆત થઈ અને તેઓ શિવસેનાના કાર્યકર્તા તરીકે રાજકારણમાં જોડાયા.

5 વર્ષ સુધી તેમણે શિવસેનાના કાર્યકર્તા તરીકે કામ કર્યું. ત્યારબાદ વર્ષ 1997માં તેઓ ચૂંટણીના રાજકારણમાં જોડાયા. વર્ષ 1997માં ઠાણેની નગર નિગમ ચૂંટણીમાં આનંદ દિધેએ એકનાથ શિંદેને કાઉન્સિલરની ટીકીટ આપી. શિંદે આ ચૂંટણી જીતી ગયા હતા. વર્ષ 2001માં નગર નિગમ સદનમાં વિપક્ષ નેતા તરીકે જોડાયા, ત્યારબાદ વર્ષ 2002માં તેઓ બીજી વાર કાઉન્સિલર બન્યા હતા.

આનંદ દિધેના નિધન બાદ તેમની શાખમાં વધારો થવા લાગ્યો

વર્ષ 2001માં એકનાથ શિંદેની શાખમાં વધારો થવા લાગ્યો. તેમના રાજનૈતિક ગુરુ આનંદ દિધેનું વર્ષ 2001માં નિધન થયું હતું. ત્યારબાદ ઠાણેની રાજનીતિમાં એકનાથ શિંદેની પકડ મજબૂત થવા લાગી. વર્ષ 2005માં નારાયણ ઠાણેએ પાર્ટી છોડી દેતા એકનાથ શિંદેની શિવસેનામાં શાખ વધવા લાગી. રાજ ઠાકરે પાર્ટીમાંથી અલગ થઈ ગયા, ત્યારબાદ શિંદે ઠાકરે પરિવાર સાથે જોડાવા લાગ્યા.

વર્ષ 2004માં પહેલી વાર ધારાસભ્ય બન્યા

વર્ષ 2004ની વિધાનસભા ચૂંટણીમાં શિવસેનાએ એકનાથ શિંદેને ઠાણે વિધાનસભા બેઠકની ટીકીટ આપી. તેઓ ઠાણે વિધાનસભા પરથી ધારાસભ્ય બની ગયા. તેમણે કોંગ્રેસના મનોજ શિંદેને 37,000 વધુ વોટથી હરાવ્યા હતા. ત્યારબાદ વર્ષ 2009, 2014 અને વર્ષ 2019માં શિંદે ઠાણે જિલ્લાની કોપરી પછપાખડી સીટ પરથી જીતીને વિધાનસભા પહોંચી ગયા. એકનાથ શિંદે દેવેન્દ્ર ફડણવીસની સરકારમાં લોક નિર્માણ મંત્રી બની ગયા.

આ પણ વાંચો - Amit Shah Interview: 2002ના ગુજરાત રમખાણો પર અમિત શાહે શું કહ્યું, જાણો 10 ખાસ વાતો

ભાવિ મુખ્યમંત્રીના પોસ્ટર લાગ્યા હતા

વર્ષ 2019ની વિધાનસભા ચૂંટણી બાદ એકનાથ શિંદે મુખ્યમંત્રી બનવાની રેસમાં સૌથી આગળ હતા. ચૂંટણી બાદ ધારાસભ્યની બેઠકમાં આદિત્ય ઠાકરેએ એકનાથ શિંદેના નામની રજૂઆત કરી હતી. ત્યારબાદ એકનાથ શિંદેની શિવસેના વિધાયક દળના નેતા તરીકે પસંદગી થઈ. ત્યારબાદ તેમના સમર્થકોએ ઠાણેમાં એકનાથ શિંદેના ભાવિ મુખ્યમંત્રી તરીકે પોસ્ટર લગાવી લીધા હતા.

કોંગ્રેસ અને NCPના દબાણમાં ઉદ્ધવ ઠાકરેનું નામ આગળ કરવામાં આવ્યું. ત્યારબાદ એકનાથ શિંદે બેકફૂટ પર આવી ગયા હતા. ઉદ્ધવ ઠાકરેની સરકારમાં રાજ્યના શહેરી વિકાસ મંત્રી હોવાની સાથે સાથે એકનાથ શિંદે જિલ્લાના પ્રભારી મંત્રી પણ છે. કહેવામાં આવે છે કે, એકનાથ શિંદે કોંગ્રેસ અને NCPના ગઠબંધનથી ખુશ નહોતા. ત્યારબાદ એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે ધીરે ધીરે એકબીજાથી અલગ થવા લાગ્યા. ફેબ્રુઆરી 2022માં એકનાથ શિંદેના જન્મદિવસ પર પણ તેમના સમર્થકોએ એકનાથ શિંદેના ભાવિ મુખ્યમંત્રીના પોસ્ટર લગાવ્યા હતા.

દુર્ઘટનામાં બે બાળકોનું મોત

એકનાથ શિંદે જે સમયે કાઉન્સિલર હતા તે સમયે તેમનો પરિવાર સતારા ગયો હતો. બોટિંગ કરતા સમયે એકનાથ શિંદેના 11 વર્ષના પુત્ર દીપેશ અને 7 વર્ષની દીકરી શુભદા ડૂબી જતા તેમનું મૃત્યુ થયું હતું. શિંદેની આંખની સામે જ તેમના બે બાળકો ડૂબી ગયા હતા.

તે સમયે તેમનો બીજો પુત્ર શ્રીકાંત માત્ર 13 વર્ષનો હતો. શ્રીકાંત હાલમાં કલ્યાણ લોકસભા સીટ પરથી શિવસેના સાંસદ છે. આ દુર્ઘટના બાદ એકનાથ શિંદે ખૂબ જ તૂટી ગયા હતા. તેઓ રાજનીતિમાંથી અલગ થઈ ગયા હતા. તે દરમિયાન આનંદ દિધેએ એકનાથ શિંદેને સાચવ્યા હતા અને રાજનીતિ ફરી એકવાર પરત ફર્યા હતા.

11 કરોડની સંપત્તિ, 18 કેસ થયા

વર્ષ 2019ની વિધાનસભા ચૂંટણીમાં એકનાથ શિંદેએ સોગંદનામું દાખલ કર્યું હતું. આ સોગંદનામા અનુસાર તેમની સામે 18 કેસ થયા હતા. આ તમામ કેસમાં આગ અથવા વિસ્ફોટક પદાર્થથી લોકોને નુકસાન પહોંચાડવું, ગેરકાયદાકીય રીતે ભીડનો એક ભાગ બનવું, સરકારી કર્મચારીઓના આદેશની અવગણના કરવી તથા અન્ય કેસ પણ શામેલ છે. આ સોગંદનામા અનુસાર એકનાથ શિંદે પાસે કુલ 11 કરોડ 56 લાખથી વધુની સંપત્તિ છે. જેમાં 2.10 કરોડથી વધુની સ્થિર અને 9.45 કરોડથી વધુની અસ્થિર સંપત્તિ છે.

એકનાથ શિંદેએ ચૂંટણી માટે સોગંદનામું દાખલ કર્યું હતું,. આ સોગંદનામા અનુસાર એકનાથ શિંદેના અને તેની પત્નીના નામ પર ત્રણ ત્રણ ગાડીઓ છે. એકનાથ શિંદેની આ 6 કારમાં બે ઈનોવા, બે સ્કોર્પિયો, એક બોલેરો અને એક મહિન્દ્રા અર્મડા ગાડી શામેલ છે. એકનાથ શિંદે પાસે એક પિસ્તોલ અને એક રિવોલ્વર છે.

એકનાથ શિંદે અને તેમની પત્ની કોન્ટ્રાક્ટર છે

એકનાથ શિંદેએ દાખલ કરેલ સોગંદનામા અનુસાર શિંદે એક કોન્ટ્રાક્ટર અને બિઝનેસમેન છે. તેમની પત્ની પણ કન્સ્ટ્રક્શનનું કામ કરે છે. આ સોગંદનામા અનુસાર એકનાથ શિંદે ધારાસભ્ય તરીકેના પગાર, ઘરના ભાડા, વ્યાજથી આવક મેળવી રહ્યા છે.
First published:

Tags: Maharashtra, Shivsena