Home /News /national-international /કોણ છે અલ જવાહિરી? એક ડોક્ટર કેવી રીતે બની ગયો આતંકવાદી, શું હતી અમેરિકા સાથે દુશ્મની, જાણો

કોણ છે અલ જવાહિરી? એક ડોક્ટર કેવી રીતે બની ગયો આતંકવાદી, શું હતી અમેરિકા સાથે દુશ્મની, જાણો

2011માં ઓસામા બિન લાદેનના મોત બાદ અયમાન અલ-જવાહિરીએ અલ-કાયદાની કમાન સંભાળી હતી

Al Qaeda Chief Al Zawahiri - અમેરિકાના ડ્રોન હુમલામાં અલકાયદા ચીફ અયમાન-અલ-જવાહિરીનું મોત, અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને આ મોટા ઓપરેશન બાદ કહ્યું છે કે, હવે ન્યાય મળી ગયો છે

અલકાયદા (Al-Qaeda) ચીફ અયમાન-અલ-જવાહિરીની અમેરિકાના ડ્રોન હુમલામાં (US Killed Al-Qaeda Chief ayman al-zawahiri) મોત થયું છે. અમેરિકાએ અફઘાનિસ્તાનમાં ડ્રોન હુમલામાં (Afghanistan Drone Attack) આ મોટી સફળતા મેળવી હતી. છેલ્લા 21 વર્ષથી અમેરિકા (America) અલ-જવાહિરીને (Al Zawahiri)શોધી રહ્યું હતું. અમેરિકાની ગુપ્તચર એજન્સી CIAએ આતંક વિરુદ્ધ ચલાવેલા ઓપરેશન દરમિયાન તેનો ખાતમો કર્યો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર જવાહિરી જ્યારે ઘરની બાલ્કનીમાં બેઠો હતો ત્યારે તેને નિશાન બનાવવામાં આવ્યો હતો. ત્યારબાદ ડ્રોન દ્વારા તેના પર બે મિસાઇલ છોડવામાં આવી હતી. અલ જવાહિરીએ 11 સપ્ટેમ્બર, 2001ના રોજ અમેરિકા પરના હુમલામાં મદદ કરી હતી. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને આ મોટા ઓપરેશન બાદ કહ્યું છે કે, હવે ન્યાય મળી ગયો છે.

જાણીએ કોણ હતો અયમાન-અલ-જવાહિરી

- 2011માં ઓસામા બિન લાદેનના મોત બાદ અયમાન અલ-જવાહિરીએ અલ-કાયદાની કમાન સંભાળી હતી. જવાહરને બિન લાદેનની અત્યંત નજીક માનવામાં આવતો હતો. તેણે વિશ્વના ઘણા ભાગોમાં આતંકવાદી પ્રવૃત્તિઓ કરવામાં માસ્ટરમાઇન્ડની ભૂમિકા ભજવી હતી.

આ પણ વાંચો - અમેરિકાને મળી મોટી સફળતા, ડ્રોન હુમલામાં અલકાયદાનો ચીફ જવાહિરી ઠાર

- વિશ્વના ઘણા નિષ્ણાંતોના મતે, 11 સપ્ટેમ્બર, 2001ના રોજ અમેરિકામાં થયેલા હુમલા પાછળ જવાહિરીનો જ હાથ હતો. આ હુમલામાં લગભગ 3000 અમેરિકીઓના મોત થયા હતા. આ ખતરનાક હુમલા માટે ચાર વિમાનોનું અપહરણ કરવામાં આવ્યું હતું. આમાંથી બે વિમાન વર્લ્ડ ટ્રેડ સેન્ટરના બંને ટાવર સાથે ટકરાયા હતા.

- 19 જૂન, 1951ના રોજ ઇજિપ્તની રાજધાની કૈરોમાં જન્મેલો જવાહિરી ડોક્ટરો અને વિદ્વાનોના એક નામાંકિત મધ્યમવર્ગીય પરિવારમાંથી હતો. તેમના દાદા રાબિયા અલ-જવાહિરી મધ્ય પૂર્વમાં સુન્ની ઈસ્લામિક શિક્ષણનું કેન્દ્ર એવા અલ-અઝહરના ગ્રાન્ડ ઈમામ હતા. જ્યારે તેમના એક કાકા આરબ લીગના પહેલા જનરલ સેક્રેટરી હતા.

- અલ-કાયદાનો પાયો નાખવામાં અયમાન અલ-જવાહિરીએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. જવાહિરી આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ થયા પહેલા આંખનો ડોક્ટર હતો. 1980ના દાયકામાં આતંકવાદી ઈસ્લામમાં જોડાવાના આરોપસર જેલમાં બંધ થતા તેણે મુક્ત થયા બાદ દેશ છોડી દીધો હતો અને હિંસક આંતરરાષ્ટ્રીય જેહાદી ચળવળોમાં જોડાયો હતો.

- ત્યાર બાદ તે અફઘાનિસ્તાનમાં સ્થાયી થયો અને જવાહિરી એક શ્રીમંત સાઉદી ઓસામા બિન લાદેન સાથે જોડાયો. બંનેએ અમેરિકા સામે યુદ્ધ જાહેર કર્યું હતું. 11 સપ્ટેમ્બર, 2001ના હુમલાનું પ્લાનિંગ કર્યુ હતું. અમેરિકાને બિન લાદેનને શોધવામાં અને તેની હત્યા કરવામાં એક દાયકાનો સમય લાગ્યો હતો. એ પછી જવાહિરીએ અલ-કાયદાનું નેતૃત્વ સંભાળ્યું હતુ. પરંતુ તે ઘણો ઓછો સક્રિય રહેતો હતો. જવાહરી માત્ર ક્યારેક ક્યારેક જ કોઈ સંદેશા જાહેર કરતો હતો.

આ પણ વાંચો - 9.48 કલાકે બાલકનીમાં ઉભો હતો જવાહિરી, અમેરિકાએ આવી રીતે ઠાર કર્યો, જાણો સીક્રેટ ઓપરેશન

- હાલના વર્ષોમાં જવાહિરી અલ-કાયદાના સૌથી અગ્રણી પ્રવક્તા તરીકે ઉભરી આવ્યો હતો. 2007માં તે 16 વીડિયો અને ઓડિયો ટેપમાં દેખાયો હતો. જે બિન લાદેન કરતા ચાર ગણા વધારે છે. વાસ્તવમાં આ સંગઠને દુનિયાભરમાં મુસ્લિમોને કટ્ટરપંથી બનાવવા અને ભરતી કરવાનો પ્રયાસ કર્યો હતો.

- જાન્યુઆરી 2006માં પણ અફઘાનિસ્તાન સાથેની પાકિસ્તાનની સરહદ નજીક અમેરિકાની મિસાઈલે તેને નિશાન બનાવ્યો હતો. આ હુમલામાં અલ-કાયદાના ચાર સભ્યો માર્યા ગયા હતા. પરંતુ જવાહિરી બચી ગયો હતો અને બે અઠવાડિયા પછી તે વીડિયોમાં ફરી દેખાયો હતો.
First published:

Tags: Afghanistan News, Terrorists