Home /News /national-international /Who is Amrullah Saleh: અમરૂલ્લાહ સાલેહ Talibanના નિશાના પર રહ્યા, હવે પોતાને અફઘાનોના Caretaker ઘોષિત કર્યા

Who is Amrullah Saleh: અમરૂલ્લાહ સાલેહ Talibanના નિશાના પર રહ્યા, હવે પોતાને અફઘાનોના Caretaker ઘોષિત કર્યા

અમરૂલ્લાહ સાલેહે પોતાને અફઘાનિસ્તાનના કાર્યવાહક રાષ્ટ્રપ્રમુખ ઘોષિત કરી દીધા છે. (ફાઇલ તસવીર-Reuters)

Amrullah Saleh- New Caretaker of Afghanistan: પોતાને અફઘાનિસ્તાનના કાર્યવાહક રાષ્ટ્રપ્રમુખ ઘોષિત કરનારા અમરૂલ્લાહ સાલેહની કોણ છે? તાલિબાને હત્યાના કર્યા અનેક પ્રયાસ

કાબુલઃ અફઘાનિસ્તાન (Afghanistan)ના ઉપ-રાષ્ટ્રપ્રમુખ અમરૂલ્લાહ સાલેહ (Amrullah Saleh)એ પોતાને દેશના ‘કાર્યવાહક રાષ્ટ્રપ્રમુખ’ ઘોષિત કરી દીધા છે. મંગળવારે કરવામાં આવેલી ઘોષણામાં તેમણે એ પણ સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ અફઘાનિસ્તાનમાં જ છે. થોડા દિવસો પહેલા સાલેહે એવું પણ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ સરેન્ડર નહીં કરે. એક ટ્વીટના માધ્યમથી તેમણે જણાવ્યું હતું, ‘એક છતની નીચે તાલિબાન (Taliban)ની સાથે નહીં રહે.’ કેટલીક તસવીરો પણ સામે આવી હતી, જેમાં સાલેહ તાલિબાન વિરોધી અહમદ શાહ મસૂદ (Ahmad Shah Massoud)ના દીકરાની સાથે જોવા મળ્યા હતા. એવું લાગી રહ્યું હતું કે બંનેએ મળીને તાલિબાન પર ચઢાઈ કરવાની તૈયારી શરૂ કરી દીધી છે.

કોણ છે અમરૂલ્લાહ સાલેહ? (Who is Amrullah Saleh?)

નાની ઉંમરમાં અનાથ થયેલા સાલેહે (Amrullah Saleh) ગોરિલ્લા કમાન્ડર મસૂદની સાથે 1990ના સમયમાં લડાઈ લડી હતી. ત્યારબાદ તેઓએ અફઘાનિસ્તાન સરકાર (Afghanistan Government)માં પોતાની સેવાઓ આપી. સાલેહે જણાવ્યું કે, કટ્ટરપંથીઓએ તેમને પકડવા માટે તેમની બહેનને ત્રાસ આપ્યો હતો. ગયા વર્ષે ટાઇમ મેગેઝીનમાં લખેલા લેખમાં તેમણે જણાવ્યું કે, 1996માં જે થગું, ત્યારબાદ તાલિબાનને લઈ મારો દૃષ્ટિકોણ હંમેશા માટે બદલાઈ ગયો. 11 સપ્ટેમ્બર, 2001 (09/11 Attack) ના રોજ થયેલા હુમલા બાદ સાલેહ CIA માટે અગત્યની કડી બની ગયા હતા.

આ કડીમાં અફઘાનિસ્તાનમાં રચવામાં આવેલી નવી ઇન્ટેલિજન્સ એજન્સી નેશનલ સિક્યુરિટી ડાયરેક્ટોરેટ (NDS) સુધી પહોંચ માટે તેમનો રસ્તો તૈયાર કર્યો. માનવામાં આવે છે કે એનડીએસ પ્રમુખ તરીકે સાલેહે ઉગ્રવાદ સમૂહોની અંદર અને સરહદ પાર પાકિસ્તાનમાં ખબરીઓ અને જાસૂસોનું મોટું નેટવર્ક તૈયાર કર્યું હતું. તેમના તરફથી એકત્ર કરવામાં આવેલી ઇન્ટેલિજન્સ જાણકારીમાં એ વાતનો પુરાવો મળ્યો કે પાકિસ્તાનની સેના (Pakistani Army)એ તાલિબાનને સમર્થન આપવાનું ચાલુ રાખ્યું છે.

પાકિસ્તાન તાલિબાનનું સમર્થન કરે છે

2019માં ન્યૂઝ18ને આપેલા ઇન્ટરવ્યૂમાં સાલેહે જણાવ્યું હતું કે, તાલિબાન અસ્પષ્ટ વિચારધાર માટે લડે છે. તાલિબાન અને પાકિસ્તાનની વચ્ચે મજબૂત સંબંધો પર વાત કરતાં તેઓએ જણાવ્યું હતું કે, તેઓ એ વાતને લઈને નિશ્ચિત હતા કે અલ-કાયદાનો નેતા ઓસામા બિન લાદેન પાકિસ્તાનમાં હતો. તેને તાલિબાન બચાવી રહ્યું હતું.

આ પણ વાંચો, Afghanistan Crisis: મંદિરના પૂજારીએ કાબુલ છોડવાનો કર્યો ઇન્કાર, કહ્યુ- તાલિબાની મને મારે તો તેને મારી સેવા સમજીશ

હત્યાના પ્રયાસો

વર્ષ 2010માં કાબુલ શાંતિ મંત્રણા પર અપમાનજનક હુમલા બાદ તેમને અફઘાનિસ્તાનના જાસૂસી પ્રમુખના પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. જોકે, આ દરમિયાન પણ તેમણે તાલિબાન અને ઈસ્લામાબાદની વિરુદ્ધ પોતાની જંગ ટ્વીટર પર ચાલુ રાખી હતી. 2018માં તેમણે રાષ્ટ્રપ્રમુખ અશરફ ગનીની સાથે ગઠબંધન કર્યા બાદ આંતરિક મંત્રાલયની દેખરેખ કરી. અફઘાનિસ્તાનથી અમેરિકાની વાપસીની તૈયારી દરમિયાન ઉપ-રાષ્ટ્રપ્રમુખ અનેકવાર તાલિબાનના હુમલાના શિકાર થયા.

આ પણ વાંચો, Afghanistan: પોતાની સરકારમાં અફઘાની મહિલાઓને સામેલ કરશે Taliban, કહી આ વાત

ગત સપ્ટેમ્બર મહિનામાં જ તેમના કાફલા પર બોમ્બ બ્લાસ્ટ થયો હતો, જેમાં કાબુલમાં ઓછામાં ઓછા 10 લોકોનાં મોત થયા હતા. હુમલાના થોડાક કલાકો બાદ સાલેહ એક વીડિયોમાં ઘાયલ હાથની સાથે જોવા મળ્યા હતા અને ફરીથી લડવાનો વાયદો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, આપણે યુદ્ધ ચાલુ રાખીશું.
First published:

Tags: Afghanistan Crisis, Amrullah Saleh, અફઘાનિસ્તાન, તાલિબાન