Home /News /national-international /China : વેક્સિનેશન બાદ પણ ચીનના લોકોમાં નથી બની રહી હર્ડ ઇમ્યુનિટી, જાણો શું કહે છે WHOની રિપોર્ટ

China : વેક્સિનેશન બાદ પણ ચીનના લોકોમાં નથી બની રહી હર્ડ ઇમ્યુનિટી, જાણો શું કહે છે WHOની રિપોર્ટ

વેક્સિનેશન બાદ પણ ચીનના લોકોમાં નથી બની રહી હર્ડ ઇમ્યુનિટી

ચીનમાં રસીકરણનું (Vaccination) કામ ખૂબ જ મોટા પાયે કરવામાં આવ્યું છે. આ પછી સવાલ ઉભો થયો છે કે શું રસીની અસર ખતમ થઈ રહી છે. વળી, હર્ડ ઈમ્યુનિટી જે કોરોનાના આગમનથી અનુમાન કરવામાં આવી રહી હતી, તે નિષ્ફળ ગઈ છે.

કોરોના મહામારી (Coronavirus) સામે લડતા આપણને હવે 2 વર્ષ થઇ ગયા છે. ઓમિક્રોન વેરિએન્ટના (Omicron Variant) આવ્યા પછી એવું લાગ્યુ કે હવે મહામારી તેના અંત પર આવી ગઇ છે. દુનિયાભરના લોકોનું જીવન ફરીથી પાટા પર આવવા લાગ્યુ છે. ભારતમાં તો મોટાભાગની શાળાઓ અને ઓફિસ ફરીથી શરૂ થઇ ગયા છે. આપણે વિચારી રહ્યા છીએ કે કદાચ હવે કોરોના નિયંત્રણમાં છે. પરંતુ ત્યારબાદ ફરી એકવાર ચીનમાં કોરોનાના કેસ વધવા લાગ્યા છે. ચીનના નેશનલ હેલ્થ કમિશનના રિપોર્ટ અનુસાર, 15 માર્ચ, 1952 સુધી અહીં 1952 કેસ નોંધાયા છે. જેના કારણે અહીં ફરી એકવાર લોકડાઉનની સ્થિતિ આવી છે.

ઘણા શહેરોમાં ફરીથી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું


શેનઝેન, જે ચીનનું ટેક્નોલોજી અને વેપાર ગઢ છે, તેને પણ બંધ કરી દેવામાં આવ્યું છે. શાંઘાઈમાં શહેરની અંદર ચાલતી બસો અને શાળાના વર્ગો બંધ કરવામાં આવ્યા છે. તેવી જ રીતે, ચાંગચુનનું ઉત્તર પૂર્વીય ઔદ્યોગિક કેન્દ્ર, જ્યાં ચીનની કારોનો મોટો હિસ્સો પ્રોડ્યુસ થાય છે. તેમાં પણ ગયા અઠવાડિયે લોકડાઉન કરવામાં આવ્યું છે. ચીન ઉપરાંત જર્મની, દક્ષિણ કોરિયા અને વિયેતનામ જેવા દેશોમાં પણ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. જ્યારે અહીં રસીકરણની કામગીરી ખૂબ મોટા પાયે કરવામાં આવી છે. આ પછી સવાલ ઉભો થયો છે કે શું રસીની અસર ખતમ થઈ રહી છે. આ ઉપરાંત, કોરોનાના આગમન પછી જે લોકોની રોગપ્રતિકારક શક્તિનો અંદાજ લગાવવામાં આવી રહ્યો હતો, તે નિષ્ફળ ગયો છે.

શું હોય છે હર્ટ ઇમ્યુનિટી ?


હર્ડ ઇમ્યુનિટી એ ચેપી રોગો સામે રક્ષણનો એક પ્રકાર છે, આ ત્યારે થાય છે જ્યારે મોટી સંખ્યામાં લોકોને રસી આપવામાં આવી હોય અથવા ચેપમાંથી સાજા થયા પછી તેઓએ તે ચેપ સામે પ્રતિરક્ષા વિકસાવી હોય. રોગપ્રતિકારક શક્તિને જ હર્ડ ઇમ્યુનિટી કહેવામાં આવે છે.

આ પણ વાંચો - Ukraine Crisis : યુક્રેન માટે રશિયાના વિરોધમાં ઉતરે ભારત, અમેરિકાના સાંસદોની ભારતના રાજદૂતોને અપીલ

WHO રિપોર્ટ


વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર, હર્ડ ઇમ્યુનિટીના કિસ્સામાં, આ દરેક બિમારીઓ પ્રમાણે અલગ હોય છે, ઉદાહરણ તરીકે, ઓરીમાં 95 ટકા હર્ડ ઇમ્યુનિટી જોવા મળે છે, જ્યારે પોલિયોમાં 80 ટકા. એવું જોવામાં આવ્યું છે કે જેમ જેમ હર્ડ ઇમ્યુનિટી પ્રાપ્ત થાય છે, તેમ તેમ વસ્તીમાં રોગ ઓછો થવા લાગે છે.

જોકે સંશોધન સૂચવે છે કે કોવિડ પછી, હર્ડ ઇમ્યુનિટી વિશેની સમજ પણ બદલાઈ ગઈ છે. કોવિડ 19 એ એક નવો રોગ છે અને MedRxiv જર્નલમાં પ્રકાશિત એક અહેવાલ કહે છે કે 93 ટકા લોકોને હર્ડ ઇમ્યુનિટી પ્રાપ્ત કરવા માટે રોગપ્રતિકારક શક્તિ વિકસાવવાની જરૂર છે.

છેલ્લા સાત દિવસમાં સૌથી વધુ કેસ નોંધાયેલા ત્રણ દેશોમાં દક્ષિણ કોરિયા, જર્મની અને વિયેતનામ છે. નોંધનીય છે કે આ દેશોમાં, સરેરાશ, 80 ટકા વસ્તીને સંપૂર્ણપણે રસી આપવામાં આવી છે. આ હોવા છતાં, હર્ડ ઇમ્યુનિટીની શક્તિની નિષ્ફળતાનું કારણ એ છે કે કોવિડની રસી માત્ર ઉચ્ચ તાવ સામે રક્ષણ આપે છે. જે લોકોને રસી આપવામાં આવી છે તેઓ પણ બીમાર પડે છે અને વાયરસ ફેલાવી શકે છે.

આ પણ વાંચો - Ukraine Crisis : રશિયાના હુમલામાં ફસાયો યુક્રેનનો કાચબો, તો ઇમારત પરથી લગાવી દીધી છલાંગ

મોટી વસ્તી હજુ પણ રસીથી વંચિત છે


બીજું કારણ એ છે કે ઘણી કોવિડ રસીઓની અસર ધીમે ધીમે ખતમ થઈ જાય છે. ઉપરાંત, આ પહેલીવાર છે જ્યારે પુખ્ત વયના લોકો પર રસી અપનાવવામાં આવી રહી છે જેમની રોગપ્રતિકારક શક્તિ બાળકો કરતા નબળી છે. આ સિવાય વિશ્વની મોટી વસ્તી હજુ પણ રસીથી વંચિત છે.
First published:

Tags: Corona vaccine, COVID-19, Vaccine, કોરોના, ચીન