Home /News /national-international /WHO એવા વાયરસની ઓળખમાં લાગ્યું, જે કોરોના જેવી મહામારીને આપી શકે છે જન્મ

WHO એવા વાયરસની ઓળખમાં લાગ્યું, જે કોરોના જેવી મહામારીને આપી શકે છે જન્મ

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પોતાના લિસ્ટને અપડેટ કર્યું છે. (એએફપી)

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન(ડબલ્યુએચઓ)એ કહ્યું કે તે પ્રાથમિક સ્તર પર રોગ ફેલાવનારા એવા જીવાણુ, વાયરસ કે અન્ય સુક્ષ્મજીવોના એક લિસ્ટને અપડેટ કરી રહ્યું છે. જે ભવિષ્યમાં પ્રકોપ કે મહામારીનું કારણ બની શકે. આ વાયરસને કોઈ પણ મહામારી ઉત્પન્ન થવાની સ્થિતિમાં એક ઉપાય તરીકે વોચ હેઠળ રાખવામાં આવ્યા છે.

વધુ જુઓ ...
    જિનેવાઃ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન(ડબલ્યુએચઓ)એ કહ્યું કે તે પ્રાથમિક સ્તર પર રોગ ફેલાવનારા એવા જીવાણુ, વાયરસ કે અન્ય સુક્ષ્મજીવોના એક લિસ્ટને અપડેટ કરી રહ્યું છે. જે ભવિષ્યમાં પ્રકોપ કે મહામારીનું કારણ બની શકે. આ વાયરસને કોઈ પણ મહામારી ઉત્પન્ન થવાની સ્થિતિમાં એક ઉપાય તરીકે વોચ હેઠળ રાખવામાં આવ્યા છે.

    ડબલ્યુએચઓ દ્વારા આવા જીવાણુઓનું પ્રથમ લિસ્ટ 2017માં પ્રકાશિત કરવામાં આવ્યું હતું અને લિસ્ટ તૈયાર કરવા અંતિમ અભ્યાસ 2018માં કરવામાં આવ્યો હતો. વર્તમાન યાદીમાં કોવિડ-19 ક્રીમિયન-કોન્ગ રક્તસ્ત્રાવી તાવ, ઈબોલા વાયરસ રોગ અને મારબર્ગ વાયરસ રોગ, લસ્સા તાવ, મિડલ ઈસ્ટ રેસ્પિરેટરી અને સીવિયર એક્યૂટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ, નિપાહ અને હેનિપાવિરલ રોગ, રિફ્ટ વેલી ફીવર, જીકા અને રોગ એક્સ સામેલ છે.

    રોગ એક્સ એક અજ્ઞાત જીવાણુ કે વિષાણુને દેખાડવા માટે લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યો છે. જે એક ગંભીર આંતરરાષ્ટ્રીય મહામારી હોઈ શકે છે. ડબલ્યુએચઓ 300થી વધુ વૈજ્ઞાનિકોને બોલાવી રહ્યું છે, જે રોગ એક્સ સહિત 25 વાયરસ પરિવારો અને જીવાણુઓ પર અધ્યન અને આગળ શોધ કરશે.

    ડબલ્યુએચઓના સ્વાસ્થ્ય ઈમરજન્સી કાર્યક્રમના કાર્યકારી નિર્દેશક ડો માઈકલ રયાને કહ્યું કે પ્રાથમિક રોગજનકો અને વાયરસ પરિવારો પર ધ્યાન કેન્દ્રિત કરવાથી રસી વિકસિત કરવામાં મદદ મળી શકે છે. ડો. રયાને કહ્યું છે કે મહામારીની વિરુદ્ધ ઝડપી અને પ્રભાવી ઉપાય માટે અનુસંધાન અને વિકાસના હેતુથી પ્રાથમિક રોગજનકો અને વાયરસ પરિવારોને લક્ષિત કરવા જરૂરી છે.

    વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના મુખ્ય વૈજ્ઞાનિક ડો.સૌમ્યા સ્વામીનાથને આ યાદીને રિસર્ચ કમ્યુનિટી માટે એક સંદર્ભ બિંદુ કહ્યું છે, જેથી તેઓ આગામી ખતરાથી બહાર આવવાની તૈયારી માટે ઉર્જા પર ધ્યાન કેન્દ્રિત કરી શકે. ડો.સ્વામીનાથને કહ્યું કે આ ક્ષેત્રના એક્સપર્ટને સાથે મળીને વિકસિત કરવામાં આવ્યું છે અને જ્યાં આપણે એક વૈશ્વિક શોધ સમુદાયના રૂપમાં પરીક્ષણ, ઉપચાર અને રસી વિકસિત કરવા માટે ઉર્જા અને ધન રોકાણ કરવાની જરૂરિયાતની દિશમાં છે. અમે અમેરિકાની સરકાર, અમારા પાર્ટનર્સ અને તે વૈજ્ઞાનિકોને ધન્યવાદ આપીએ છીએ, જે તેને શક્ય બનાવવા માટે ડબલ્યુએચઓની સાથે કામ કરે છે.
    Published by:Vrushank Shukla
    First published:

    Tags: Coronavirus, Who, WHO ડબ્લ્યુએચઓ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन