WHOની નવી ચેતવણી - જરૂરી નથી એક વેક્સીનથી કોરોના ખતમ થઈ જશે

News18 Gujarati
Updated: August 4, 2020, 4:25 PM IST
WHOની નવી ચેતવણી - જરૂરી નથી એક વેક્સીનથી કોરોના ખતમ થઈ જશે
WHOના પ્રમુખ ડોક્ટર ટેડ્રોસ એડોનોમ ગેબ્રિએસસ

ભલે COVID-19થી બચવા માટે વેક્સીન બનાવવાની રેસ ઝડપી બની છે, પરંતુ કોરોના વાયરસના જવાબમાં કોઈ રામબાણ સમાધાન કદાચ ક્યારે પણ ન નીકળી શકે.

  • Share this:
પેરિસ: વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ના પ્રમુખ ડોક્ટર ટેડ્રોસ એડોનોમ ગેબ્રિએસસે કહ્યું કે, આશા છે કે, કોવિડ-19ની વેક્સીન મળી જાએ, પરંતુ હજુ સુધી તેની અચૂક દવા નથી અને સંભવ છે કે, કદાચ ક્યારે પણ ન હોય. WHOએ સોમવારે કહ્યું કે, ભલે COVID-19થી બચવા માટે વેક્સીન બનાવવાની રેસ ઝડપી બની છે, પરંતુ કોરોના વાયરસના જવાબમાં કોઈ રામબાણ સમાધાન કદાચ ક્યારે પણ ન નીકળી શકે. WHOએ એ પણ કહ્યું છે કે, ભારત જેવા દેશોમાં ટ્રાંસમિશન રેટ ખુબ વધારે છે, અને તેણે ઘણી લાંબી લડાઈ માટે તૈયાર રહેવું જોઈએ.

WHOના ડાયરેક્ટર ટેડ્રોસ એડનમે એક વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, હજુ સુધી તેની કોઈ સત્તાવાર સારવાર નથી અને કદાચ ક્યારે હશે પણ નહીં. તેમણે એ પણ કહ્યું કે, હજુ પરિસ્થિતિ સામાન્ય થવા માટે સમય લાગી શકે છે. ટેડ્રોસ આ પહેલા પણ અનેક વખત કહી ચુક્યા છે કે, કદાચ કોરોના ક્યારે ખતમ નહીં તાય, અને તેની સાથે જ જીવવું પડી શકે છે. આ પહેલા ટેડ્રોસે કહ્યું હતું કે, કોરોના બીજા અન્ય વાયરસ કરતા એકદમ અલગ છે કેમ કે, તે ખુદને બદલતો રહે છે. WHO પ્રમુખે કહ્યું હતું કે, વાતાવરણ બદલાવવાથી કોરોના પર કોઈ અસર નહીં પડે કેમ કે કોરોના વાતાવરણ કે હવામાન આધારિત વાયરસ નથી. ટેડ્રોસે કહ્યું કે, દુનિયાભરના લોકો કોરોનાના સંક્રમણથી બચવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગ, હાથ સારી રીતે ધોવા અને માસ્ક પહેરવાને નિયમ જ માત્ર માની રહ્યા છે, અને આ ભવિષ્યમાં પણ ચાલુ જ રાખવાની જરૂરત છે. દુનિયાભરમાં અત્યાર સુધીમાં એક કરોડ, 81 લાખ લોકો સંક્રમિત થઈ ચુક્યા છે. મરનાર લોકોની સંખ્યા પણ 6 લાખ 89 હજાર પહોંચી ગઈ છે.

આ પણ વાંચોCovid-19ને ખતમ કરવાના રસ્તામાં કેમ અડચણ ઉભુ કરી રહ્યું છે 'વેક્સીન રાષ્ટ્રવાદ'?

વેક્સીનથી રાહત મળી જ જશે, તે જરૂરી નથી

ટેડ્રોસે કહ્યું કે, કેટલીક વેક્સીન ત્રીજા તબક્કના ટ્રાયલમાં છે અને આપણને આશા છે કે, કોઈ વેક્સીન લોકોને સંક્રમણથી બચાવવામાં કારગર સાબિત થશે. જોકે, હાલમાં તેની કોઈ અચૂક સારવાર નથી, અને સંભવ છે કદાચ ક્યારે પમ નહીં મળે. એવામાં આપણે કોરોના ટેસ્ટ, આઈશોલેશન અને માસ્ક દ્વારા રોકવાનું કામ ચાલુ રાખો. તેમણએ એ પણ કહ્યું કે, જો માતા કોરોના શંકાસ્પદ છે અથવા કોરોના સંક્રમિત થવાની પુષ્ટી થઈ ગઈ છે, તેમને સ્તનપાન કરાવતા ન રોકવા જોઈએ. WHOના ઈમરજન્સી હેડ માઈક રાયેન તમામ દેશોને માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સિંગ કાયમ રાખવા, હાથ ધોવા અને ટેસ્ટ કરાવવા જેવા પગલા ભરવામાં કડક નિયમો બનાવવા જોઈએ. ટેડ્રોસે કહ્યું કે, લોકો અને સરકાર માટે સંદેશ સ્પષ્ટ છે કે, બધુ જ કરો.
ટેડ્રોસે આ પહેલા જૂન મહિનામાં પણ કહ્યું હતું કે, આપણે એ જાણીએ છીએ કે, મોટા લોકોના મુકાબલે બાળકોમાં કોવિડ-19નું જોખમ ઓછુ હોય છે. પરંતુ, બીજી એવી અનેક બીમારીઓ છે જેનાથી બાળકોને વધારે ખતરો રહે છે અને સ્તનપાનથી આવી બીમારીઓને રોકી શકાય છે. હાલના પ્રમાણના આધાર પર સંગઠન એ સલાહ આપે છે કે, વાયરસ સંક્રમણના જોખમથી સ્તનપાનના ફાયદા વધારે છે. તેમણે કહ્યું હતું કે, જે માતાને કોરોના સંક્રમિત હોવાની શંકા છે, અથવા જે સંક્રમિત થયા છે તે માતા પણ બાળકને દૂધ પીવડાવે તે માટે તેમને ઉત્સાહિત કરવી જોઈએ. જો માની તબીયત સાચે જ ખુબ ખરાબ ન હોય તો નવજાતને પોતાની માથી અલગ ન કરવું જોઈએ.
Published by: kiran mehta
First published: August 4, 2020, 3:50 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading