કોરોના વૈશ્વિક મહામારી જાહેર, ભારતે વિદેશથી આવનારા લોકોના વિઝા સસ્પેન્ડ કર્યા

News18 Gujarati
Updated: March 12, 2020, 7:49 AM IST
કોરોના વૈશ્વિક મહામારી જાહેર, ભારતે વિદેશથી આવનારા લોકોના વિઝા સસ્પેન્ડ કર્યા
મોદી સરકારે ભારત આવનારા લોકોના તમામ પ્રકારના વિઝા રદ કરી દીધા છે, માત્ર આ લોકોને મળશે છૂટ

મોદી સરકારે ભારત આવનારા લોકોના તમામ પ્રકારના વિઝા રદ કરી દીધા છે, માત્ર આ લોકોને મળશે છૂટ

  • Share this:
નવી દિલ્હી : વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન (WHO)એ કોરોના (Coronavirus)વાયરસ ને વૈશ્વિક મહામારી જાહેર કરી દીધી છે. તેની સાથે જ ભારત સરકારે ભારત આવનારા લોકોના તમામ પ્રકારના વિઝા રદ કરી દીધા છે. જોકે, ડિપ્લોમેટિક વિઝા, UN/ઇન્ટરનેશનલ ઑર્ગેનાઇઝેશનના, રોજગાર સંબંધિત, પ્રોજેક્ટ વિશેષ સાથે જોડાયેલા વિઝા હોલ્ડર્સને તેમાં છૂટ આપવામાં આવી છે.

ભારત સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (Ministry of Health and Family Welfare)એ કહ્યું છે કે ઓવરસીઝ સિટિઝનશિપ ઑફ ઈન્ડિયા કાર્ડ હોલ્ડર્સને આપવામાં આવેલા વિઝા ફ્રી ટ્રાવેલની છૂટ 15 એપ્રિલ સુધી સસ્પેન્ડ રહેશે. આ નિર્ણય 13 માર્ચ 2020ની અડધી રાતથી જ લાગુ થઈ જશે. એર ઈન્ડિયાએ ઈટલી અને દક્ષિણ કોરિયાની તમામ ફ્લાઇટ કેન્સલ કરી દીધી છે. ઈટલી માટે 28 માર્ચ અને કોરિયા માટે 25 માર્ચ સુધી ફ્લાઇટ કેન્સલ કરી દેવામાં આવી છે.

COVID-19ને મહામારી કહી શકાય છે : WHO

વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના પ્રમુખે બુધવારે કહ્યું કે, નવા કોરોના વાયરસને હવે મહામારી કહી શકાય છે. WHOના અધ્યક્ષ ટેડ્રોસ ગેબ્રેયેસસએ જીનેવામાં સંવાદદાતાઓને જણાવ્યું કે, COVID-19ને હવે મહામારી કહી શકાય છે. તેઓએ કહ્યું કે અમે કોરોનાની આવી મહામારી પહેલા ક્યારેય નથી જોઈ.

આ પણ વાંચો, જ્યોતિરાદિત્યની પાસે એટલી અખૂટ સંપત્તિ કે તેમની સામે મોટા-મોટા બિઝનેસમેન પણ ઝાંખા પડે

ભારત આવનારાઓના વિઝા સરકારે રદ કર્યાસ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે કહ્યું કે, ભારત આવનારાઓ એવા તમામ પ્રવાસીઓને ઓછામાં ઓછા 14 દિવસો માટે અલગ રાખવામાં આવશે જે 15 ફેબ્રુઆરી 2020 બાદથી ચીન, ઈટલી, ઈરાન, રિપબ્લિક ઑફ કોરિયા, ફ્રાન્સ અને જર્મનીથી આવ્યા હશે કે આવવાના હશે. આ પ્રવાસીઓમાં વિદેશી પ્રવાસીઓની સાથે ભારતીયો પણ સામેલ હશે.

આ પણ વાંચો, Yes Bank Scam: રાણા કપૂરે પત્નીના નામે લુટિયન્સ દિલ્હીમાં ઊભી કરી હતી 1000 કરોડની પ્રોપર્ટી
First published: March 12, 2020, 7:49 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading