WHOએ ભૂલ સ્વીકારી કરી સ્પષ્ટતા, ભારતમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશનનો ખતરો નહીં

News18 Gujarati
Updated: April 10, 2020, 4:26 PM IST
WHOએ ભૂલ સ્વીકારી કરી સ્પષ્ટતા, ભારતમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશનનો ખતરો નહીં
પ્રતિકાત્મક તસવીર

WHOએ કહ્યું કે, કોરોના વાયરસને લઈ જે રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો, તેમાં થોડી ભૂલ થઈ ગઈ અને ભારતને પણ કમ્યુનિટી ટ્રાંસમિશનમાં દેખાડી દેવામાં આવ્યું હતું.

  • Share this:
નવી દિલ્હી: ચીન(China)થી દુનિયાભરમાં ફેલાયેલા કોરોના વાયરસ(Coronavirus)ની અસર હવે ભારતમાં ઝડપથી જોવા મળી રહી છે. કહેવામાં તો ત્યાં સુધી આવી રહ્યું હતું કે, ભારતમાં કમ્યુનિટી ટ્રાન્સમિશનનો ખતરો વધી ગયો છે. જોકે, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠ(world health organization) ને હવે સ્પષ્ટ કરી દીધુ છે કે, ભારતમાં કમ્યુનિટી ટ્રાન્સમિશન(community transmissions) નો ખતરો નથી. WHOએ કહ્યું કે, કોરોના વાયરસને લઈ જે રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો, તેમાં થોડી ભૂલ થઈ ગઈ અને ભારતને પણ કમ્યુનિટી ટ્રાંસમિશનમાં દેખાડી દેવામાં આવ્યું હતું. તેમણે સ્પષ્ટતા કરતા કહ્યું કે, ભારતમાં કમ્યુનિટી ટ્રાસમિશનનો ખતરો નથી જ્યારે ભારતમાં ક્લસ્ટર ઓફ કેસ વધ્યા છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન તરફથી સફાઈ આપતા કહેવામાં આવ્યું છે કે, ભારતમાં કેટલાક વિસ્તારોમાં કોરોનાથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધી છે, જેને ક્લસ્ટર ઓફ કેસ કહેવામાં આવે છે. રિપોર્ટમાં ભૂલથી કમ્યુનિટી ટ્રાન્સમિશનની વાત કરવામાં આવી, જેના કારણે ભારતમાં કોરોનાને લઈ ડર જોવા મળ્યો. ઉલ્લેખનીય છે કે, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનો રિપોર્ટ સામે આવ્યા બાદ ભારતે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો અને બતાવ્યું હતું કે, ભારતમાં કોરોના વાયરસ ત્રીજા સ્ટેજમાં નથી પહોંચ્યો.

સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી બતાવવામાં આવ્યું છે કે, ભારતમાં કોરોના વાયરસના 6,412 મામલા છે, જેમાં 199 લોકોના મોત થયા છે. રિપોર્ટ અનુસાર, છેલ્લા 24 કલાકમાં 33 લોકોના મોત કોરોના વાયરસના કારણે થયા છે. વિશેષજ્ઞો અનુસાર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 21 દિવસના લોકડાઉનની અસરથી જ ભારતમાં કોરોના વાયરસ ઝડપથી ફેલાઈ ન શક્યો.

એટલું જ નહીં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને શુક્રવારે બેઠકમાં કહ્યું હતું કે, હજુ સુધી ભારતમાં કમ્યુનિટી ટ્રાસમિશનનો ખતરો પેદા નથી થયો. તેમણે કહ્યું કે, લગભગ 600 જિલ્લામાંથી 400 જિલ્લા કોરોનાથી પ્રભાવિત નથી. તેમણે જણાવ્યું કે, 133 જિલ્લાને હોટસ્પોટ કરવામાં આવ્યા છે, અને ત્યાં વિશેષ નજર રાખવામાં આવી રહી છે.
First published: April 10, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading