USમાં 50 લાખની વધુ Covid 19 કેસ, WHOએ કહ્યું કે વેક્સીન કોઇ જાદુઇ ગોળી નથી

News18 Gujarati
Updated: August 10, 2020, 9:51 AM IST
USમાં 50 લાખની વધુ Covid 19 કેસ, WHOએ કહ્યું કે વેક્સીન કોઇ જાદુઇ ગોળી નથી
પ્રતિકાત્મક તસવીર

રવિવારે પણ અમેરિકામાં લગભગ 48 હજાર કોરોના સંક્રમણના નવા કેસ સામે આવ્યા હતા.

  • Share this:
વિશ્વ સ્વાસ્થય સંગઠન (WHO)એ ચેતવણી જાહેર કરીને કહ્યું જો કોરોના વાયરસ (Coronavirus vaccine Update) વેક્સીન આવનારા મહિનામાં તૈયાર થઇ પણ જાય છે તો તે કોઇ જાદુઇ ગોળી નથી કે જે સંક્રમણને પળવારમાં પૂરું કરી દેશે. WHOના મહાનિર્દેશક ટેડ્રોસ એડહોમ ઘેબ્યેયિયસ (Tedros Adhanom) કહ્યું કે આપણે હજી લાંબો રસ્તો પાર કરવાનો છે. માટે બધાએ સાથે મળીને પ્રયાસ કરવો પડશે.

બીજી તરફ જૉન્સ હોપકિંગ યુનિવર્સિટી મુજબ અમેરિકા (US)માં કોરોના વાયરસ (Covid 19) મુજબ કોરોના વાયરસના કેસ વધુને રવિવારે 50 લાખની પાર થઇ ગયા હતા જે દુનિયામાં કોઇ પણ દેશના સૌથી વધુ કેસ હતા. રવિવારે પણ અમેરિકામાં લગભઘ 48 હજાર કોરોના સંક્રમણના નવા કેસ સામે આવ્યા હતા.



અમેરિકામાં સંક્રમણ રોગ વિશેષજ્ઞ ડૉ. એથની સ્ટીફન ફૉસીના વરિષ્ઠ સલાહકાર ડેવિડ મારેંસે પણ કહ્યું કે વેક્સીન બનાવના તમામ પ્રયાસ એક અંધ પરીક્ષણના જેવા હોય છે. જે શરૂઆતમાં તો સારા પરિણાનો સાથે આવે છે પણ તેની કોઇ ગેરન્ટી નથી હોતી કે અંતિમ ચરણમાં તે વેક્સિનને સફળ ટ્રાયલ આપે. અમે આશા કરીએ છીએ કે પહેલીવારમાં સહી પરિણામ આવે અને 6 થી 12 મહિનામાં ઇન્સ્ટીટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થમાં વૈશ્વિક સ્વાસ્થયના સહાયક પ્રોફેસર વેક્સીનોલોજિસ્ટ જૉન એન્ડ્રસ મુજબ કોરોના વાયરસના એક પ્રભાવી વેક્સીનનો વિકાસ કરવાના ચક્કરમાં આપણે તે ના ભૂલી જઇએ કે આ સમયે આપણે શું કરવું જોઇએ. આ ખતરનાક સાબિત થઇ શકે છે.



અમેરિકાના સ્વાસ્થય અધિકારીઓએ માન્યું કે તપાસ સીમા અને મોટી સંખ્યામાં ઓછા લક્ષણવાળા કેસમાં ઓળખવું મુશ્કેલ થઇ જાય છે. આવામાં કોરોના કેસની સંખઅયા 5 કરોડની આરપાસ પણ હોઇ શકે છે. અમેરિકામાં પ્રતિદિવસ રોજ 54,000 નવા કેસ સામે આવી રહ્યા છે.

આથી વિરુદ્ધ યુરોપમાં આ કેસમાં ઓછામાં ઓછા કેસ સામે આવી રહ્યા છે અને સ્થિતિ નિયંત્રણમાં હોય તેમ લાગે છે. વિશ્વના સૌથી પાવરફૂલ દેશ અમેરિકા દ્વારા સંક્રમણના કેસને કાબૂ રાખવામાં અસફળ રહેવામાં આવતા યુરોપના દેશો પણ તેને હેરાનીથી જુએ છે.
Published by: Chaitali Shukla
First published: August 10, 2020, 9:51 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading