કોરોના વેક્સીન માટે કરવામાં આવેલા પ્રયાસોને લઈ WHO પ્રમુખે વડાપ્રધાન મોદીનો માન્યો આભાર

વડાપ્રધાન મોદી અને WHO પ્રમુખની વચ્ચે ટેલિફોનિક વાતચીત થઈ. (તસવીર www.narendramodi.inથી સાભાર)

કોવિડ-19 મહામારી સામેના જંગમાં ભારતના યોગદાનની વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના પ્રમુખે કરી પ્રશંસા

 • Share this:
  નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના મહાનિદેશક ટી. એ. ગ્રેબ્રેયેસસ (Tedros Adhanom Ghebreyesus)એ કોવિડ-19 મહામારી (COVID-19 Pandemic)નો સામનો કરવા માટે વૈશ્વિક સ્તર પર ચાલી રહેલી ભાગીદારીના સંબંધમાં બુધવારે ચર્ચા કરી અને આ દિશામાં આધુનિક ચિકિત્સા પદ્ધતિની સાથે પારંપરિક ઔષધિઓને સામેલ કરવા રાજી થયા. વડાપ્રધાન કાર્યાલય (PMO) તરફથી બહાર પાડવામાં આવેલા નિવેદન અનુસાર, વડાપ્રધાન મોદીએ WHOના પ્રમુખ સાથે ફોન પર વાત કરી અને મહામારીનો સામનો કરવા માટે વૈશ્વિક ભાગીદારીના સમન્વયમાં સંગઠનની અગત્યની ભૂમિકાની પ્રશંસા કરી.

  વાતચીત દરમિયાન વડાપ્રધાન મોદીએ એ વાત ઉપર પણ ભાર મૂક્યો કે અન્ય બીમારીઓની વિરુદ્ધ લડાઈથી પણ ધ્યાન નહીં હટવું જોઈ એ. સાથોસાથ તેઓએ વિકાસશીલ દેશોમાં સ્વાસ્થ્ય પ્રણાલીને સંગઠનથી મળનારી સહાયતાની મહત્ત્વતાની પણ પ્રશંસા કરી. વડાપ્રધાન કાર્યાલયે જણાવ્યું કે WHO પ્રમુખે સંગઠન અને ભારતીય સ્વાસ્થ્ય ઓથોરિટીની વચ્ચે નિકટતમ અને નિયમિત ભાગીદારી પર ભાર મૂક્યો અને આયુષ્માન ભારત તથા ક્ષયરોગ (ટીબી)ની વિરુદ્ધ અભિયાન જેવા સ્થાનિક પગલાંઓની પ્રશંસા કરી. તેઓએ કહ્યું કે વૈશ્વિક સ્વાસ્થ્યના સંબંધમાં ભારતે અગત્યની ભૂમિકા નિભાવવાની છે.

  આ પણ વાંચો, દિવાળી પહેલા ઉકેલાઈ શકે છે લદાખ વિવાદ, ભારત-ચીન વચ્ચે 3 સ્ટેપ પ્લાન પર સહમતિ સધાઈ- રિપોર્ટ

  નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વડાપ્રધાન મોદી અને WHO પ્રમુખની વચ્ચે પારંપરિક ઔષધિ પ્રણાલીને લઈને પણ સકારાત્મક ચર્ચા થઈ, ખાસ કરીને દુનિયાભરના લોકોનું સ્વાસ્ય્ર સારું અને તેમની રોગ પ્રતિરોધક ક્ષમતા વધારવાના સંદર્ભમાં તેની પર વાતચીત થઈ.

  આ પણ વાંચો, Dhanteras 2020: ધનતેરસે પાર્ટનરને આપો આ ખાસ જ્વેલરી, આંખોમાં આવી જશે ચમક

  પીએમ મોદીએ વાતચીત દરમિયાન સંગઠનના પ્રમુખેન જણાવ્યું કે કોવિડ-19 માટે આયુર્વેદ થીમના આધાર પર 13 નવેમ્બરે દેશમાં આયુર્વેદ દિવસ ઉજવવામાં આવે છે. બાદમાં ટ્વીટ કરી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના પ્રમુખે વિભિન્ન વાતો અને પ્રયાસો માટે વડાપ્રધાન મોદીનો આભાર વ્યક્ત કર્યો.
  Published by:Mrunal Bhojak
  First published: