આ વર્ષે કોરોના મહામારી અનેકગણી ઘાતક સાબિત થઈ શકે છે: WHOની ચેતવણી

ફાઇલ તસવીર

ટેડ્રોસ અધનોમ ઘેબ્રેયસસે (Tedros Adhanom Ghebreyesus) ચેતવણી ઊચ્ચારી છે કે, આપણે લોકો આ મહામારીના બીજા વર્ષમાં છીએ. આ પ્રથમ વર્ષથી અનેકગણી વધારે ઘાતક સાબિત થઈ શકે છે.

 • Share this:
  નવી દિલ્હી: કોરોના વાયરસ (Covid-19)ની પ્રથમ લહેર (First Wave) બાદ વર્ષ 2020ને અવારનવાર દોષ દેવામાં આવે છે. 2021ના સ્વાગત વખતે 2020ના વર્ષ ઉપર ગુસ્સો ઠાલવતું અનેક સાહિત્ય લખાયું હતું. આ અંગે અનેક મુદ્દાઓ ટ્વિટર ટ્રેન્ડ પણ બન્યા હતા. પરંતુ કોરોનાની બીજી લહેર તો એટલી ઘાતક સાબિત થઈ રહી છે તેણે 2020ના વર્ષને પણ ભૂલાવી દીધું છે. હવે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે કોરોના મહામારી (Corona pandemic) ખૂબ જ ઘાતક સાબિત થઈ શકે છે. ભારત અત્યારે જેવી રીતે કોરોનાની બીજી લહેરમાં ફસાયું છે તેને જોઈને આ અંદાજ પણ લગાવી શકાય છે. ભારતની સાથે સાથે જાપાન પણ હવે આ મહામારીમાં ખૂબ ગંભીર રીતે ફસાયું છે. દેશમાં ઇમરજન્સી લગાવવાની સ્થિતિ ઊભી થઈ છે.

  હવે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ના ડિરેક્ટર જનરલ ટેડ્રોસ અધનોમ ઘેબ્રેયસસે (Tedros Adhanom Ghebreyesus) ચેતવણી ઊચ્ચારી છે કે, આપણે લોકો આ મહામારીના બીજા વર્ષમાં છીએ. આ પ્રથમ વર્ષથી અનેકગણી વધારે ઘાતક સાબિત થઈ શકે છે. આ સાથે જ WHO તરફથી અમીર દેશોને અપીલ કરવામાં આવી છે કે તેઓ બાળકોના રસીકરણ અંગે ફરીથી વિચાર કરે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આ દેશેનો સલાહ આપી છે કે, આના બદલે તેઓ કૌવેક્સ યોજના અંતર્ગત ગરીબ દેશોને કોવિડ-19ની વેક્સીન દાન કરે.

  આ પણ વાંચો: 'લવ યૂ જિંદગી' ગીત પર હૉસ્પિટલના બેડ પર ઝૂમતી નજરે પડેલી યુવતી કોરોના સામે જંગ હારી!

  ચીન ફરીથી શંકાના ઘેરામાં

  આ દરમિયાન દુનિયાના ટોચના વૈજ્ઞાનિકોના એક સમૂહે કહ્યુ છે કે વાયરસ ચીનની લેબમાંથી લીક થયો હોવાની થિયરીને નકારી ન શકાય. વર્ષ 2019ના અંતમાં ચીનમાં કોરોના વાયરસના સંક્રમણનો પ્રથમ કેસ સામે આવ્યો હતો. જે બાદમાં આ વાયરસને વૈશ્વિક સ્તરે 30 લાખથી વધારે લોકોને પોતાનો શિકાર બનાવ્યા હતા. કોરોનાને કારણે અબજો ડૉલરનું નુકસાન થયું છે. વાયરસથી આખી દુનિયા પરેશાન છે. અનેક લોકોએ વાયરસને પગલે પોતાની જિંદગી ગુમાવી છે.

  આ પણ વાંચો: આગામી અઠવાડિયે લૉંચ થશે DRDOની કોરોના દવા 2-ડીજી, દર્દીઓ માટે સાબિત થશે 'રામબાણ'

  કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ક્લિનિકલ માઇક્રોબાયોલૉજિસ્ટ રવીન્દ્ર ગુપ્તા અને ફ્રેડ હચિન્સન કેન્સર રિચર્સ સેન્ટરમાં વિષાણુના વિકાસ પર સંશોધન કરી રહેલા જેસી બ્લૂમ સહિત 18 વૈજ્ઞાનિકોનું કહેવું છે કે મહામારીની ઉત્પતિને લઈને વધારે સંશોધનની જરૂર છે. વૈજ્ઞાનિકોના એક સમૂહમાં શામેલ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં માઇક્રોબાયોલૉજીના પ્રૉફેસર ડેવિડ રેલમેને સાયન્સ જર્નલને લખેલા પત્રમાં કહ્યું છે કે ચીનની લેબમાંથી વાયરસ લીક થવા અથવા પશુઓમાંથી વાયરસ નીકળવાની થિયરી નકારી ન શકાય.

  WHOની તપાસ પર સવાલ

  વૈજ્ઞાનિકોનએ એવું પણ કહ્યું છે કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું કોરોના વાયરસનું ઉત્પતિ અને ફેલાવા અંગે વુહાનમાં કરવામાં આવેલી તપાસમાં તમામ પાસાઓને ધ્યાનમાં નથી લેવામાં આવ્યા.
  Published by:Vinod Zankhaliya
  First published: