Home /News /national-international /કોરોનાનાં નવાં વેરિએન્ટથી આખી દુનિયામાં ચિંતા, શું ભારતમાં છે નવો વેરિએન્ટ B.1.1.529?

કોરોનાનાં નવાં વેરિએન્ટથી આખી દુનિયામાં ચિંતા, શું ભારતમાં છે નવો વેરિએન્ટ B.1.1.529?

કોરોનાનો નવો વિરિઅન્ટ કેટલો ઘાતક છે જાણી લો આ અહેવાલમાં

Coronavirus New Variant: આ નવાં સ્વરૂપનાં સામે આવ્યાં બાદ વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે, વાયરસનાં નવાં સ્વરૂપની સંખ્યા વધી શકે છે. જે વેક્સિનેશન પ્રત્યે વધુ પ્રતિરોધી હોઇ શકે છે. અને તેનાં પ્રસારનો દર વધુ અધિક હોઇ શકે છે. તે કોવિડ 19નાં ગંભીર લક્ષણવાલા કેસમાં વૃદ્ધિ કરી શકે છે.

વધુ જુઓ ...
  નવી દિલ્હી: કોરોના વાયરસનાં નવાં સ્વરૂપ બી 1.1.529 (Coronavirus New Variant B.1.1.529)થી દુનિયાભરમાં વધી ચિંતાની વચ્ચે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનાં પ્રમુખ સૌમ્યા સ્વામીનાથન (World Health Organization Chief Scientist Soumya Swaminathan) એ શુક્રવારે કહ્યું કે, કોવિડ-19નાં વિકાસ પર ડબ્લ્યૂએચઓનાં ટેકનિકલ સલાહકાર ગ્રુપે સ્થિતિની સમીક્ષા કરી અને વેરિએન્ટ સંબંધે વધુ અભ્યાસ માટે શુક્રવારે એક બેઠકનું આયોજન કર્યું હતું. આ સાથે જ તેમણે દુનિયાનાં દેશોને ન ડરવા અને વેક્સીનેશન કાર્યક્રમો પર ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે જ સાર્વજનિક સ્વાસ્થ્ય ઉપાયો મજબૂત કરવા માટે આગ્રહ કર્યો છે.

  આ સાથે જ તેણે લોકોને વાયરસનાં નવાં સ્વરૂપથી સતર્ક રહેવા, આ વિશે વૈજ્ઞાનિકોને સમજવા અને તેનાંથી ન ડરવા કહ્યું છે. આ નવો વેરિએન્ટ સામે આવ્યાં બાદ વૈજ્ઞાનિકોએ ચેતાવણી આપી છે કે, વાયરસનું નવું સ્વરૂપની સંખ્યા વધી શકે છે. જે વેક્સિનેશન પ્રત્યે વધુ પ્રતિરોધી હોઇ શકે છે. જેનો ફેલાવવાનો દર વધુ હોઇ શકે છે. જેથી કોરોનાનાં કેસમાં વધારો થઇ શકે છે. આ વચ્ચે એક વિશેષ એક્સપર્ટનું કહેવું છે કે, તેનો કોવિડ-19 વેક્સિન પર પડતો પ્રભાવ વધુ અઠવાડિયા સુધી માલૂમ થતો નથી.

  કયા કયા દેશમાં આ નવો વિરએન્ટ જોવા મળ્યો છે તે અંગે વાત કરી એ તો, હજુ સુધી ભારતમાં આ વેરિએન્ટનો એક પણ કેસ સામે આવ્યો નથી. સાઉથ આફ્રિકામાં આ વેરિએન્ટનાં 22 કેસ અને હોંગકોંગમાં 26 કેસ સામે આવ્યાં છે અને ચિનમાં આ વેરિએન્ટનાં 3 કેસ સામે આવ્યાં છે. જે બાદ ચિને તેની 500 ફ્લાઇટ્સ રદ કરી દીધી છે.

  WHOનાં મુખ્ય વૈજ્ઞાનિકનું આ નિવેદન એ સમયે સામે આવ્યું છે જ્યારે સંયુક્ત રાષ્ટ્રની સ્વાસ્થ્ય એજન્સીનાં પ્રવક્તા ક્રિશ્ચિયન લિંડમેયરને પ્રવાસમાં આપેલી છુટછાટ વિરુદ્ધ દેશને આગાહ કર્યો છે. તેમણે કહ્યું કે, 'WHO સુચવે છે કે, યાત્રા કરતાં સમયે દેશ જોખમ આધારિત અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ લાગૂ કરવાનું ચાલૂ રાખે.'

  વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝશનનાં પ્રમુખ વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથન (File Photo)


  લિંડમેયરનું આ નિવેદન એટલાં માટે મહત્વપૂર્ણ છે કારણ કે, ઘણાં દેશોએ હજુ દક્ષઇણ આફ્રિકાથી આવનારી ઉડાન પર પ્રતિબંધ લગાવી દીધો છે અને અન્ય દેશો પણ આ પ્રકારનાં ઉપાયો લાગૂ કરવાનું વિચારી રહી છે. ઉલ્લેખનિય છે કે, કોરોના વાયરસનું આ નવું સ્વરૂપ બી 11529 સૌથી પહેલાં દક્ષિણ આફ્રીકામાં જ સામે આવ્યો છે.

  શું કેહ છે વિશેષજ્ઞ- બ્રિટનનાં કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયમાં કોવિડ-19 સંબંધી આનુવંશિક અનુક્રમણ કાર્યક્રમનાં નેતૃત્વ કરનારી શેરોન પીકૉક કહ્યું કે, આ માલૂમ કરવામાં હજુ સપ્તાહ લાગશે કે નવાં વેરિઅન્ટ માટે હાલની કોવિડ નિરોધી રસી પ્રભાવી છે કે નહીં. પીકૉકે તેમ પણ કહ્યું કે, આ વાતનાં કોઇ સંકેત નથી કે, આ વેરિઅન્ટ વધુ ઘાતક છે યૂનિવર્સિટી કોલેજ લંડનમાં જેનેટિક્સ ઇન્સ્ટિટ્યૂટનાં નિર્દેશક ફ્રેકોઇસ બલોક્સે કહ્યું કે, દક્ષિણ આફ્રિકા અને વિશેષ રૂપથી તેનાં ગૌતેંગમાં કોવિડ-19નાં કેસમાં વધારો ચિંતાજનક છે.
  Published by:Margi Pandya
  First published:

  Tags: Corona News, Coronavirus New Variant, COVID-19, Who

  विज्ञापन
  विज्ञापन