Home /News /national-international /Omicronના ડર વચ્ચે WHOની ચેતવણી, '5થી 14 વર્ષના બાળકોમાં વધી રહ્યું છે સંક્રમણ'

Omicronના ડર વચ્ચે WHOની ચેતવણી, '5થી 14 વર્ષના બાળકોમાં વધી રહ્યું છે સંક્રમણ'

તબીબો પણ માની રહ્યા છે કે, હજુ પણ લોકો નહિ જાગે તો કોરોના કેસ કન્ટ્રોલ બહાર જાય તો નવાઈ નહિ. છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં કોરોનાના કેસ 20 હજારને પાર નોંધાઇ રહ્યા છે.  અને આગામી 31 જાન્યુઆરી સુધીમાં કોરોનાના કેસ 50 હજારને પાર પહોચી જવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદ શહેરના તબીબી એક્સપર્ટસ માની રહ્યા છે કે, કોરોનાના કેસ વધી રહ્યા છે અને કોરોનાથી બચવા માટે સરકાર દ્વારા જે ગાઈડલાઈન જાહેર કરાઈ છે તેનું પાલન કરવું જ પડશે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) યુરોપે ચેતવણી આપી છે કે, વિશ્વમાં ઝડપથી ફેલાતા ઓમાઇક્રોન વેરિએન્ટ્સ (omicron variant) વચ્ચે 5થી 14 વર્ષની વયના બાળકો(covid in children)માં સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે.

  નવી દિલ્હી: એક તરફ દક્ષિણ આફ્રિકાથી ફેલાયેલા કોરોના વાયરસના ઓમિક્રોન વેરિએન્ટ (Omicron varient)ને લઈને ગભરાટ ફેલાયો છે, ત્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને (WHO) બાળકોમાં સંક્રમણ (Omicron infection in Kids) અંગે મહત્વની માહિતી શેર કરી છે. ડબ્લ્યુએચઓની યુરોપ ઓફિસે મંગળવારે અહેવાલ આપ્યો હતો કે, 5થી 14 વર્ષની વયના બાળકોમાં સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે.

  ડબ્લ્યુએચઓ યુરોપના પ્રાદેશિક નિયામક ડો. હેન્સ ક્લુઝે જણાવ્યું હતું કે રસીકરણથી રાહત મળી છે અને મૃત્યુની સંખ્યા પણ અગાઉની પીક કરતા ઓછી છે. પરંતુ તેમણે એમ પણ કહ્યું હતું કે, 53 દેશોમાં છેલ્લા બે મહિનામાં કોરોનાના કેસ અને મૃત્યુની સંખ્યા બમણી થઈ ગઈ છે.

  તેમણે કહ્યું કે, ડેલ્ટા વેરિએન્ટ (ડેલ્ટા વેરિએન્ટ) હજી પણ ફેલાઈ રહ્યું છે અને આ દરમિયાન ઓમિક્રોન વેરિએન્ટમાં પણ 21 દેશોમાં 432 કેસ નોંધાયા છે. તેમણે નવા વેરિએન્ટ પર કહ્યું કે, 'યુરોપ અને મધ્ય એશિયામાં ડેલ્ટા વેરિએન્ટ હજી પણ પ્રભુત્વ ધરાવે છે અને અમે જાણીએ છીએ કે ગંભીર રોગ અને મૃત્યુને રોકવામાં રસી અસરકારક છે,' તેમણે કહ્યું કે હવે જોવાનું એ છે કે ઓમિક્રોન વધુ ગંભીર છે કે ઓછું.

  આ પણ વાંચો - Omicron Variant: IMAએ કોરોનાની ત્રીજી લહેરની વ્યક્ત કરી આશંકા, કહ્યું- સરકાર તાત્કાલિક આ પગલાં લે

  બાળકોમાં સંક્રમણની ઘટનાઓમાં 2-3 ગણો વધારો

  ક્લુઝે ચિંતા વ્યક્ત કરી હતી કે ઘણા યુરોપિયન દેશોમાં બાળકોમાં સંક્રમણના કેસોમાં બેથી ત્રણ ગણો વધારો થયો છે. એમ પણ કહ્યું હતું કે, વૃદ્ધો, આરોગ્ય કર્મચારી અને નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો કરતાં બાળકોને ઓછો ગંભીર સંક્રમણનો સામનો કરવો પડી રહ્યો છે. તેમણે કહ્યું કે, "શાળાની રજાઓ આવતાની સાથે જ બાળકો માતાપિતા અથવા દાદા-દાદીના ઘરે વધુ રહે છે, જે બાળકો મારફતે તેમને સંક્રમણ ફેલાઈ શકે છે." વળી, જો તેમને રસી ના લીઘી હોય તો આવા લોકોને ગંભીર બીમારી કે મૃત્યુનું જોખમ 10 ગણું વધી જાય છે." વઘુમાં કહ્યું કે બાળકોથી રોગો ફેલાવવાનું જોખમ વધારે હોય છે.

  આ પણ વાંચો - Omicron Variant: આ રીતે બાળકોને ખતરનાક ઓમિક્રોન વેરિએન્ટથી બચાવી શકે છે માતા-પિતા, એક્સપર્ટ્સે બતાવ્યા ઉપાય

  યુનાઇટેડ નેશન્સના વીકલી રિપોર્ટ અનુસાર, યુરોપ હાલમાં કોરોના મહામારીનું કેન્દ્ર બિંદુ છે. વિશ્વવ્યાપી મૃત્યુના 61% અને 70% કેસ અહીંયાથી જ સામે આવી રહ્યા છે.

  સ્પેનમાં 5થી 11 વર્ષની વયના બાળકોને મુકાશે રસી

  સ્પેનના આરોગ્ય મંત્રાલયે સંક્રમણના વધતા જોખમ વચ્ચે ૫ થી ૧૧ વર્ષની વયના બાળકો પર કોરોના રસી મૂકવાની મંજૂરી આપી દીધી છે. યુરોપના ઘણા દેશોમાં બાળકોનું રસીકરણ શરૂ થઈ ચૂક્યું છે. સ્પેનના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે 13 ડિસેમ્બરે 3.2 મિલિયન ડોઝ આવશે, ત્યારબાદ 15 ડિસેમ્બરથી બાળકોનું રસીકરણ કરવામાં આવશે.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: Coronavirus, COVID-19, Who, ઓમિક્રોન, ભારત

  विज्ञापन

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन