હૃદયદ્રાવક ઘટના! દુલ્હન બનીને પતિના અંતિમ સંસ્કારમાં પહોંચ્યી પત્ની, મક્કમ મને આપી અંતિમ વિદાય

હૃદયદ્રાવક ઘટના! દુલ્હન બનીને પતિના અંતિમ સંસ્કારમાં પહોંચ્યી પત્ની, મક્કમ મને આપી અંતિમ વિદાય
પતિ પત્નીની તસવીર

પોલીસ જવાન વિરેન્દ્ર સિંહ હિમાચલ પ્રદેશની શિમલામાં બરફવર્ષામાં ફંસાયેલા પર્યટકોની મદદ કરતા દુર્ઘટનાનો શિકાર થયા હતા.

 • Share this:
  શિમલા: હિમાચલ પ્રદેશના (Himachal Pradesh) શિમલામાં (shimla) જ્યાં એક શહિદની વિધવા પત્નીના જજ્બાને જોઈએ તો સલામ કરવાનું મન થઈ જાય. તે લગ્નના જોડામાં દુલ્હન બનીને શ્રૃંગાર સજીને પોતાના જાબાજ સૈનિક પતિને રડરતા રડતાં વિદાય આપવાં પહોંચી હતી. આ દ્રશ્ય જોઈને ત્યાં હજાર દરેકની આંખોમાં આંસુ આવી ગયા હતા. દરેક વિરાંગનાની હિંમ્મતને સલામ કરતા કહી રહ્યું હતું કે આ પણ પોતાના પતિની જેમ બહાદુર છે.

  પતિના અંતિમ સંસ્કારમાં દુલ્હનના જેમ સજીને પહોંચી પત્ની


  ઉલ્લેખનીય છે કે બુધવારે સવારે પોલીસ જવાન 27 વર્ષીય વિરેન્દ્ર સિંહનું પૈતૃક ગામ કાંગડાના મુલ્થાનમાં સંપૂર્ણ સમ્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા હતા. જ્યાં પોતાની પત્ની દુલ્હનના જોડામાં સજીને આવી હતી. પોલીસ જવાનોએ વિરેન્દ્રની પત્નીને તિરંગો પણ ભેંટ કર્યો હતો. અને રાજકિય સમ્માન સાથે પતિના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

  પર્યટકોની મદદ કરતા બરફવર્ષામાં ફસાયો હતો જવાન
  ઉલ્લેખનીય છે કે છ જાન્યુઆરી સાંજે પોલીસ જવાન વિરેન્દ્ર સિંહ હિમાચલ પ્રદેશની શિમલામાં બરફવર્ષામાં ફંસાયેલા પર્યટકોની મદદ કરતા દુર્ઘટનાનો શિકાર થયા હતા. પોલીસની એક ટીમ કુફરી અને છરાબડા વિસ્તારમાં લોકોની મદદ માટે જીપથી જઈ રહ્યાહતા. આ ટીમમાં છ જવાનો સામેલ હતા. તેમની ગાડી જેવી જ ચીની બંગલાની પાસે પહોંચી તો બરફ ઉપર લપસી હતી. અને 100 મિટર ઉંડી ખીણમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં વિરેન્દ્રના કરોડરજ્જુ ટૂટી ગઈ હતી.

  આ પણ વાંચોઃ-

  દુર્ઘટનામાં તૂટી ગયું હતું કરોડરજ્જુ
  જવાન વિરેન્દ્રનું કરોડરજ્જુ ટૂટ્યાબાદ તેને આઈજીએમસી શિમલામાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં એક સપ્તાહની સારવાર દરમિયાન સોમવારે સાંજે તેણે દમ તોડ્યો હતો. એસપી શિમલા મોહિત ચાવલાએ જવાનના મોતની પુષ્ટી કરી હતી.  પિતાનું થઈ ચૂક્યું છે, માતા રહે છે બીમાર
  ઉલ્લેખનીય છે કે વિરેન્દ્રનું દુર્ધનામાં મોત બાદ આખો પરિવાર તૂટી ગયો છે. તે પોતાના ઘરમાં એકમાત્ર કમાનાર વ્યક્તિ હતો. તેના પરિવારની આર્થિક સ્થિતિ ખુબ જ ખરાબ છે. જોકે, જવાનના ચાર ભાઈ છે. પિતાનું પાછલા વર્ષમાં જ મોત થયું હતું. માતા બીમાર રહે છે. જ્યારે વિરેન્દ્રને પણ સવા વર્ષનો પુત્ર છે.
  Published by:ankit patel
  First published:January 13, 2021, 23:26 pm