Home /News /national-international /

પોલીસે જેમને વોન્ટેડ ગણાવ્યા તે પાંચ લોકોને જાણી લેશો તો રહી જશો હેરાન

પોલીસે જેમને વોન્ટેડ ગણાવ્યા તે પાંચ લોકોને જાણી લેશો તો રહી જશો હેરાન

સુપ્રીમ કોર્ટે બુધવારે વામપંથી વિશે જણાવ્યું કે, અસહમતિ લોકતંત્રનું સેફ્ટીવોલ્વ છે, આને ખત્મ કરવાની કોશિષ થશે તો વિસ્ફોટ થશે.

સુપ્રીમ કોર્ટે બુધવારે વામપંથી વિશે જણાવ્યું કે, અસહમતિ લોકતંત્રનું સેફ્ટીવોલ્વ છે, આને ખત્મ કરવાની કોશિષ થશે તો વિસ્ફોટ થશે.

  પુણે પોલીસે જે પાંચ એક્ટિવિસ્ટો પર શહેરી નક્સલી અને સરકાર વિરૂદ્ધ ષડયંત્ર રચનાર ગણાવી રહી છે, અને ધરપકડ કરવા માટે ઉતાવળી બની છે તે પાંચ લોકો અંતે છે કોણ? તેમના વિશે દેશના દરેક વ્યક્તિએ જરૂર જાણી લેવું જોઈએ, કેમ કે ત્યાંરે જ ખબર પડશે કે, આ લોકોથી સરકારને શું મુશ્કેલી છે.

  તેથી જ સુપ્રીમ કોર્ટે બુધવારે તેમના વિશે જણાવ્યું કે, અસહમતિ લોકતંત્રનું સેફ્ટીવોલ્વ છે, આને ખત્મ કરવાની કોશિષ થશે તો વિસ્ફોટ થશે.

  તો આવો જાણીએ તે પાંચ લોકોનો બાયોડેટા

  સુધા ભારદ્વાજ

  ફરીદાબાદની રહેનાર સુધા ભારદ્વાજ સામાજિક કાર્યકર્તાની સાથે-સાથે વકીલ પણ છે. સુધાનો જન્મ અમેરિકામાં થયો હતો એટલે તે અમેરિકન નાગરિક હતી. જોકે, 11 વર્ષની ઉંમરમાં તે ભારત રહેવા આવી ગઈ અને વયસ્ક થતાં જ એટલે 18 વર્ષની ઉંમરમાં તેમને પોતાની અમેરિકાની નાગરિકતા છોડીને પૂરી રીતે ભારતની થઈ ગઈ.

  અમેરિકાની નાગરિકતા છોડવી સાહસનું કામ છે. સુધાનો અભ્યાસ પણ આઈઆઈટી કાનપુરમાં થયો છે. પાછળથી તેમને એલએલબીની ડિગ્રી પણ લીધી હતી.

  સુધા ભારદ્વાજને ફરીદાબાદમાં નજરકેદ કર્યા છે


  હાલમાં તેઓ દિલ્હીની નેશનલ લો યૂનિવર્સિટમાં ગેસ્ટ ફેકલ્ટી છે. જોકે તેઓ આદિવાસીઓ વચ્ચે વર્ષોથી કામ કરી રહ્યાં છે. તેઓ છતીસગઢમાં પીપલ્સ યૂનિયન ફોર સિવિલ લિબર્ટીઝ (પીયૂસીએલ)ની મહાસચિવ પણ છે. આદિવાસીઓની ભૂમિ અધિગ્રહણ વિરૂદ્ધ મોટા પાયે કામ કરતાં રહ્યાં છે.

  પાછલા વર્ષે જ તેઓ ફરીદાબાદમાં શિફ્ટ થયા છે. 57 વર્ષની સુધા મજૂર અને દલિત-જનજાતિના અધિકારીઓને લઈને શિદ્દતથી કામ કરે છે.

  સુધાનું કામ જાણનારાઓ કહે છે કે, તેઓ કમજોર અને ગરીબોના અધિકારો માટે 30 વર્ષોથી કામ કરી રહ્યાં છે. તેઓ આ લોકોને વકીલના રૂપમાં કાયદાની મદદ અપાવે છે. પોતે અદાલતોમાં તેમના કેસ લડે છે પરંતુ ક્યારેય કાયદાને હાથમાં લેવાનું કે તોડવાનું કહેતા નથી. તેથી તેમને નક્સલિ કહેવા આપત્તિજનક ગણીએ તો પણ ચાલે.

  સુધાએ આદિવાસીઓના જંગલ અને જમીન માટે સ્ટીલ, એલ્યુમીનિયમ કંપનીઓ સાથે લાંબી લડાઈ લડી છે જે માઈનિંગ કરે છે. સ્વભાવિક છે કે, આના કારણે ઘણા બધા કોર્પોરેટ અને સરકાર તેમનાથી નારાજ છે.

  અરૂણ પરેરા

  સિવિલ એક્ટિવિસ્ટ, લેખક અને વકીલ અરૂણ પરેરા મુંબઈમાં રહે છે. તેઓ બિઝનેસ ઓર્ગેનાઈઝેશનના પૂર્વ પ્રોફેશર પણ છે. તેમને 2007માં પ્રતિબંધિત સીપીઆઈ (માઓવાદી)ની પ્રચાર અને સંચાર શાખાના નેતા બતાવવામાં આવ્યા હતા.

  અરૂણ પરેરાને 2007માં પ્રતિબંધિત સીપીઆઈનો નેતા ગણાવવામાં આવ્યો હતો


  પરેરા પર કેટલાક વધુ આરોપ લાગ્યા અને તેમને જેલમાં પણ જવું પડ્યું હતું. લગભગ 5 વર્ષો સુધી તેઓ જેલમાં પણ રહી ચૂક્યા છે. જોકે, તેમના વિરૂદ્ધ કોઈ નક્કર પુરાવા ના મળતા 2014માં કોર્ટે તેમના પર લગાવેલા બધા જ આરોપોને ફગાવીને નિર્દોષ જાહેર કરીને મુક્ત કર્યા હતા.

  પરેરાએ પોતાના 5 વર્ષ જેલમાં વિતાવ્યા તેના વિશે પુસ્તક પણ લખી છે. તેમની પુસ્તક કલર્સ ઓફ ધ કેજ: એ પ્રિઝન મેમોયર ( Colors of the Cage: A Prison Memoir) સત્ય વાતોને લઈને ખુબ જ ચર્ચામાં પણ રહી.

  વર્ણન ગોંજાલ્વિસ

  વર્ણન ગોંજાલ્વિસ લેખક, સામાજિક કાર્યકર્તા અને ટ્રેડ યૂનિયન નેતા રહ્યાં છે. મુંબઈ યૂનિવર્સિટીથી ગોલ્ડ મેડલ વિનર રહ્યાં છે અને રૂપારેલ કોલેજ અને એચઆર કોલેજમાં પ્રોફેસર પણ રહ્યાં છે.

  આ પહેલા પણ વર્ણન ગોંજાલ્વિસ પાંચ-છ વર્ષ જેલ ભોગવી ચૂક્યા છે


  સુરક્ષા એજન્સીઓનો આરોપ છે કે, તેઓ નક્સલિઓની મહારાષ્ટ્ર રાજ્ય કમિટીના પૂર્વ સચિવ અને કેન્દ્રીય કમેટીના પૂર્વ સભ્ય છે.

  તેમની 2007માં પોલીસે આ આરોપોના કારણે ધરપકડ કરી હતી. તેમના પર 20 આરોપ લગાવવામાં આવ્યા હતા કે, પરંતુ 17મે અદાલતે તેમને નિર્દોષ જાહેર કરીને છોડી મૂક્યા. પોલીસે તેમને નક્સલી સંગઠનના સભ્ય ગણાવ્યા હતા અને તેમને આ આરોપોના કારણે લગભગ 5 વર્ષની સજા ભોગવવી પડી હતી.

  પી વરવર રાવ

  તેલંગાનાના વારંગલના રહેવાસી પી. વરવર રાવ એક જાણિતા કવિ, લેખક અને સામાજિક કાર્યકર્તા છે. હૈદરાબાદથી તેમની ધરપકડ કરવામાં આવી. હ્યુમન રાઈટ્સ અને નાગરિક અધિકારો પર તેઓ નિયમિત રીતે લખે છે.

  વરવર રાવની આ પહેલા પણ ઘણી વાર ધરપકડ થઈ ચૂકી છે


  વરવર રાવને તેલુગૂ સાહિત્યના મુખ્ય માર્ક્સવાદી આલોચકના રૂપમાં પણ ઓળખવામાં આવે છે. રાવે યૂનિવર્સિટીમાં લાંબા સમય સુધી અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને ભણાવ્યા છે.

  ભીમા-કોરેગાંવ હિંસા મામલામાં તેમની ધરપકડથી પહેલા પીએમ મોદીની હત્યાનું કથિત ષડયંત્રના મામલામાં પોલીસે રાવના ઘરની તપાસ કરી હતી.

  આ કંઈ પ્રથમ વખત નથી કે, રાવની ધરપકડ કરવામાં આવી હોય. તેમના લેખન અને રાજનીતિક ગતિવિધિઓ માટે તત્કાલિન આંધ્ર પ્રદેશ સરકારે 1973માં પણ તેમની ધરપકડનો આદેશ આપ્યો હતો. એક મહિનાની અંદર તેઓ જેલમાં પણ બંધ રહ્યાં પાછળથી હાઈકોર્ટના ઓર્ડર પર તેમને છોડી મુકવામાં આવ્યા. રાવની દેશમાં લાગેલ ઈમરજન્સી દરમિયાન MISA કાયદા હેઠળ પણ ધરપકડ કરવામાં આવી હતી.

  રાવ આદિવાસી અધિકારોના કટ્ટર સમર્થક છે અને તેઓ આ કારણે લગભગ દરેક સરકાર વિરૂદ્ધ જોરશોરથી અવાઝ પણ ઉઠાવતા રહે છે અને સરકારની ટીકા પણ કરતાં રહ્યાં છે.

  ગૌતમ નવલખા

  ગૌતમ નવલખા સિવિલ રાઈટ્સ એક્ટિવિસ્ટ અને પત્રકાર છે, તેમની દિલ્હીમાંથી ધરપકડ કરવામાં આવી. છત્તીસગઢના માઓવાદી પ્રભાવિત વિસ્તારોમાં તેમને ઘણો સમય કામ કર્યું છે. સાથે જ પીપલ્સ યૂનિયન ફોર ડેમોક્રેટિક રાઈટ્સ નામના સંગઠન સાથે પણ જોડાયા છે.

  ગૌતમ નવલખાને 2011માં કાશ્મીરમાં જવા દેવામાં આવ્યા નહતા


  નવલખા કાશ્મીરમાં પણ મોટા પાયે કામ કરી ચૂક્યા છે. કાશ્મીરમાં માનવાધિકાર અને જસ્ટિસ માટે તેઓ ઈન્ટરનેશનલ પીપુલ્સ ટ્રિબ્યૂનલના સંયોજકના રૂપમાં પણ કામ કરી ચૂક્યા છે.

  નવલખાએ મુંબઈ યૂનિવર્સિટીથી અર્થશાસ્ત્ર અને સમાજશાસ્ત્રનો અભ્યાસ કર્યો છે. તેમને લાંબા સમય સુધી પત્રકારના રૂપમાં કામ કર્યું છે. સાથે જ ઈકોનોમિક અને પોલીટિકલ વીકલી (EPW) માટે તેઓ લખતા રહ્યાં છે.
  વર્ષ 2011માં નવલખા અને શ્રીનગર એરપોર્ટ પર કાશ્મીરમાં ઘૂસવાથી રોકી દેવામાં આવ્યા હતા. રાજ્ય સરકારે તેમને પરત દિલ્હી મોકલી દીધા હતા.
  Published by:Mujahid Tunvar
  First published:

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन