Home /News /national-international /

COVID-19: Corona અને Influenzaથી એક સાથે સંક્રમિત થાઓ તો શું થશે? WHOએ આપ્યો આ જવાબ

COVID-19: Corona અને Influenzaથી એક સાથે સંક્રમિત થાઓ તો શું થશે? WHOએ આપ્યો આ જવાબ

દુનિયામાં ઇન્ફ્લુએન્ઝાની સંખ્યા પણ વધતી દેખાઈ રહી છે. (File Photo)

Corona and Influenza: કોવિડ-19ના WHOના ટેકનિકલ પ્રમુખ ડો. મારિયા વાન કેરખોવના જણાવ્યા મુજબ ડેલ્ટાક્રોન વાયરસની સિકવન્સિંગ પ્રક્રિયા દરમ્યાન થનારા કેન્ટેમિનેશનનું પરિણામ હોઈ શકે છે. તાજેતરમાં જ એક એવું ઉદાહરણ મળ્યું છે જેમાં એક વ્યક્તિ ઇન્ફ્લુએન્ઝા અને કોવિડ-19 બંનેથી સંક્રમિત હતો.

વધુ જુઓ ...
    નવી દિલ્હી. વિશ્વ આરોગ્ય સંસ્થા (World Health Organization)એ ગુરુવારે ડેલ્ટાક્રોન (Deltacron) અંગે ઘણી મહત્વની વાતો કહી. સંસ્થાએ કહ્યું કે ડેલ્ટાક્રોનનો અર્થ છે કે એક વ્યક્તિ જે ડેલ્ટા (Delta) વેરિઅન્ટથી સંક્રમિત છે અને હવે સાથે ઓમિક્રોન વેરિઅન્ટ (Omicron Variant)થી પણ સંક્રમિત છે. WHOના જણાવ્યા મુજબ આ શબ્દનો પ્રયોગ પહેલી વખત કોવિડ-19ના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના સામે આવ્યા બાદ કથિત રીતે સાયપ્રસના એક રિસર્ચર લિયોજિઓસ કોસ્ત્રીકસ દ્વારા કરવામાં આવ્યો હતો જે બંને વેરિઅન્ટને એકસાથે જોડે છે. બ્લૂમબર્ગ અનુસાર દેશમાં આ સમયે ડેલ્ટાક્રોનના 25 કેસ નોંધાયા છે.

    કોવિડ-19ના WHOના ટેકનિકલ પ્રમુખ ડો. મારિયા વાન કેરખોવના જણાવ્યા મુજબ ડેલ્ટાક્રોન વાયરસની સિકવન્સિંગ પ્રક્રિયા દરમ્યાન થનારા કેન્ટેમિનેશનનું પરિણામ હોઈ શકે છે. જો કે, આ અંગે હજુ એ સ્પષ્ટ નથી કે SARS-CoV-2ના એક અલગ વેરિઅન્ટથી વ્યક્તિનું સંક્રમિત થવું શક્ય છે કે નહીં. કેરખોવે કહ્યું કે તાજેતરમાં જ એક એવું ઉદાહરણ મળ્યું છે જેમાં એક વ્યક્તિ ઇન્ફ્લુએન્ઝા અને કોવિડ-19 બંનેથી સંક્રમિત હતો.

    તેમણે કહ્યું કે હાલના જ અમુક પરીક્ષણોમાં જોવામાં આવ્યું છે કે લોકોને બહુ ગંભીર બીમારી નથી. કેરખોવે કહ્યું કે જેમ-જેમ સમય આગળ વધે છે આના પર ધ્યાન આપવાની જરૂર છે કે આ કઈ રીતે રિએક્ટ કરે છે કેમ કે એ પછી તે ફેલાવાનું શરુ કરી શકે છે. તેમણે ઉમેર્યું કે જેમ-જેમ ફ્લૂ ફેલાય છે, દુનિયામાં ઇન્ફ્લુએન્ઝાની સંખ્યા પણ વધતી દેખાઈ રહી છે.

    આ પણ વાંચો: Omicron Coronavirus: મુખ્યમંત્રીઓ સાથેની મિટિંગમાં PM મોદીએ કહ્યું- સતર્ક રહો, ભયનું વાતાવરણ ના બને તેનું પણ ધ્યાન રાખો

    કોવિડ-19 કે ઇન્ફ્લુએન્ઝાથી સંક્રમિત થવાથી બચવા માટે, ડબલ્યુએચઓના ટેકનિકલ નેતૃત્વએ બંને માટે જોખમ ઓછું કરવાની ભલામણ કરી અને સાથે જ એ લોકોને આગ્રહ કર્યો જે ફ્લૂની રસી લગાવવા માટે યોગ્ય હોય, તેઓ અવશ્ય રસી લગાવે. બીજી તરફ, WHO હેલ્થ ઈમરજન્સી પ્રોગ્રામના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર માઈક રાયને કહ્યું કે SARS-CoV-2 અને ઈન્ફલ્યુએન્ઝા બંનેથી એકસાથે સંક્રમિત હો એનાથી વધુ ગંભીર કેસ કોઈ ન હોવો જોઈએ.

    આ પણ વાંચો: Coronaની ત્રીજી લહેર રોકવા માટે કોવિડ ટાસ્ક ફોર્સના પ્રમુખે 3 બાબતો પર મૂક્યો ભાર

    ઉલ્લેખનીય છે કે, અગાઉ વિશ્વ આરોગ્ય સંસ્થાએ ઓમિક્રોન વેરિઅન્ટ અંગે ચેતવણી આપી હતી. સંસ્થાએ કહ્યું હતું કે, જે લોકોએ કોવિડ-19 વેક્સીન (Covid-19 vaccine) નથી લીધી એ લોકો માટે આ વેરિઅન્ટ બહુ નુકસાનકારક છે. જો કે, આ વેરિઅન્ટ ડેલ્ટાની સરખામણીમાં ઓછો ઘાતક છે તો પણ એનાથી એ લોકોને ખતરો છે જેમણે કોરોના રસીકરણ (Corona Vaccination) નથી કરાવ્યું.
    Published by:Nirali Dave
    First published:

    Tags: Coronavirus, COVID-19, Delta variant, WHO ડબ્લ્યુએચઓ, ઓમિક્રોન

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन