WHOની ચેવતણી- કોરોના વધશે તો દર 16 સેકન્ડમાં એક મૃત બાળકનો જન્મ થશે

પ્રતિકાત્મક તસવીર.

Coronavirus Update: WHO અને Unicef તરફથી ચેતવણી જાહેર કરવામાં આવી છે કે કોરોના મહામારીથી પ્રેગનેન્ટ મહિલાઓ અને તેના ગર્ભને ખતરો વધે, દર વર્ષે 20 લાખથી વધારે મૃત બાળકનો જન્મ થશે.

  • Share this:
    લંડન: વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO), સંયુક્ત રાષ્ટ્ર બાળ કોષ (Unicef) અને તેના સહયોગી સંગઠનોએ ચેતવણી ઉચ્ચારી છે કે કોરોના મહામારીથી પ્રેગનેન્ટ મહિલાઓ અને તેમના ગર્ભ માટે ખતરો વધી રહ્યો છે. WHO તરફથી એક રિપોર્ટ જાહેર કરીને કહેવામાં આવ્યું છે કે કોરોનાની મહામારી વધશે તો દર 16 સેકન્ડમાં એક મૃત બાળકનો જન્મ થશે અને વર્ષમાં 20 લાખથી વધારે 'સ્ટિલબર્થ'ના કેસ સામે આવશે. રિપોર્ટ પ્રમાણે આમાંથી મોટાભાગના કેસ વિકાસશીલ દેશ સાથે જોડાયેલા હશે.

    WHO તરફથી ગુરુવારે જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં એવો ખુલાસો કરવામાં આવ્યો છે કે દર વર્ષે 20 લાખ શિશુ મૃત (સ્ટિલબર્થ) પેદા થાય છે. જેમાં મોટાભાગના કેસ વિકાસશીલ દેશ સાથે જોડાયેલા હોય છે. ગર્ભધારણ કર્યાના 28 અઠવાડિયા કે તેના પછી બાળકનું જન્મ અથવા પ્રસૃતિ દરમિયાન શિશુ મૃત થાય તો તેને 'સ્ટિલબર્થ' કહે છે. સંયુક્ત રાષ્ટ્ર સ્વાસ્થ્ય એજન્સીનું કહેવું છે કે ગત વર્ષે ઉપ-સહારા આફ્રિકા અને દક્ષિણ એશિયામાં દર ચાર જન્મમાંથી ત્રણ 'સ્ટિલબર્થ' હતા.

    સંયુક્ત રાષ્ટ્ર બાળ કોષ (યુનિસેફ)ના કાર્યકારી નિર્દેશક હેનરિટા ફોરે કહ્યું કે, "દર 16 સેકન્ડમાં ક્યાંક કોઈ માતા 'સ્ટિલબર્થ'ની પીડા સહન કરે છે. તેમણે કહ્યુ કે ખૂબ જ કાળજી, પ્રસૃતિ પહેલા યોગ્ય સારસંભાળ અને સુરક્ષિત પ્રસૃતિ માટે ડૉક્ટરોની મદદથી આને રોકી શકાય છે.

    મહામારીથી સ્થિતિ બગડશે

    રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે કોવિડ 19 મહામારીને કારણે વૈશ્વિક આંકડો વધી શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સંક્રમણને કારણે સ્વાસ્થ્ય સેવાઓમાં 50 ટકાનો ઘટાડો થયો છે. જેના પરિણામે 117 વિકાસશીલ દેશોમાં બે લાખ વધારાના 'સ્ટિલબર્થ' થઈ શકે છે. WHO તરફથી કહેવામાં આવ્યું છે કે સ્ટિલબર્થના 40 ટકાથી વધારે કેસ પ્રસૃતિ દરમિયાનના છે. જો મહિલાઓની પ્રસૃતિ તાલિમ મેળવેલા કર્મચારીઓ પાસે કરાવવામાં આવે તો આવા બનાવોને રોકી શકાય છે.

    ઉપ-સહારા આફ્રિકા અને મધ્ય એશિયામાં 'સ્ટિલબર્થ'ના આશરે અડધા કેસ પ્રસૃતિ દરમિયાન મોતના છે. જ્યારે યુરોપ, ઉત્તર અમેરિકા, ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝિલેન્ડમાં આવા છ ટકા કેસ છે. WHO પ્રમાણે વિકસિત દેશમાં જાતિય લઘુમતિઓમાં 'સ્ટિલબર્થ'ના કેસ વધારે હોય છે. ઉદારણ તરીકે કેનેડામાં ઇન્યૂઇટ સમાજની મહિલાઓમાં આખા દેશની સરખામણીમાં 'સ્ટિલબર્થ'ના કેસ ત્રણ ગણા વધારે હોય છે.
    Published by:Vinod Zankhaliya
    First published: