જીનીવા: વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) વિશ્વના તમામ દેશોને કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટ (Omicron ) વિશે વારંવાર ચેતવણી આપી રહી છે અને કહી રહી છે કે, ખતરો હજુ ટળ્યો નથી. WHO એ ફરી એકવાર કહ્યું છે કે, વિશ્વના ઘણા દેશોમાં ઓમિક્રોન વેવની પિક આવવાની બાકી છે. તેથી કોવિડ -19 પ્રતિબંધો ધીમે ધીમે હળવા કરવામાં આવે. મંગળવારે કોવિડ-19 પર વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની ટેકનિકલ લીડએ આ સૂચન કર્યું હતું.
ઓનલાઈન બ્રીફિંગમાં, WHO ના અધિકારી મારિયા વેને કહ્યું કે, અમે બધાને અપીલ કરીએ છીએ કે, ઘણા દેશોમાં ઓમિક્રોન વેરિઅન્ટના પિક આવવાની બાકી છે. ઘણા દેશોમાં કોરોના રસીકરણનો દર ઘણો ઓછો છે અને આ દેશોની નબળી આબાદીને કોવિડ-19 રસી મળી નથી. તેથી, આવા સમયે, એક સાથે તમામ પ્રતિબંધો દૂર કરવા જોઈએ નહીં.
મારિયા વેને કહ્યું કે, અમે હંમેશા તમામ દેશોને કોવિડ-19 પ્રતિબંધોને ધીમે ધીમે હળવા કરવાની અપીલ કરી છે. કારણ કે, આ વાયરસ શક્તિશાળી છે.
તે જ સમયે, WHO સેક્રેટરી-જનરલએ કહ્યું કે, કેટલાક દેશોમાં એવી માન્યતા વધી રહી છે કે, રસીકરણના મહત્ત્મ દર અને ઓમિક્રોનની ઓછી ઘાતકતાને કારણે ખતરો ટળી ગયો છે. આ પ્રકાર ચોક્કસપણે અત્યંત ચેપી છે પરંતુ ખૂબ જીવલેણ નથી, તેથી વધુ ગભરાવાની જરૂર નથી. પરંતુ આવું વિચારવું ખોટું છે. તેમણે કહ્યું કે, ચેપ વધવાને કારણે મૃત્યુઆંક પણ વધી શકે છે.
જોકે, અમે એવું નથી કહી રહ્યા કે, દેશોમાં ફરીથી લોકડાઉન લાદવામાં આવે. પરંતુ અમે તમામ દેશોને વિનંતી કરીએ છીએ કે, તેઓ તેમના નાગરિકોને કોરોના સંબંધિત નિયમોનું પાલન કરવા કહે. કારણ કે એવું નથી કે, આ રોગચાળા સામે લડવા માટે માત્ર રસી જ એકમાત્ર શસ્ત્ર છે. તેમણે એમ પણ કહ્યું કે, એ વિચારવું બિલકુલ ખોટું છે કે, આપણે કોરોના મહામારી સામેની લડાઈ જીતી લીધી છે.
WHOના ઈમરજન્સી ચીફ માઈક રેયને તમામ દેશોને સંબોધતા કહ્યું કે, દરેક દેશે તેની વર્તમાન સ્થિતિનું મૂલ્યાંકન કરવું જોઈએ અને કોરોના રોગચાળાને પહોંચી વળવા માટે જરૂરી પગલાં લેવા જોઈએ. એવું નથી કે અન્ય કોઈ દેશ નિયમોમાં છૂટછાટ આપી રહ્યા છે, તો આપણે પણ તેનું પાલન કરવું જોઈએ.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર