Coronavirus: WHOએ ફરી કોરોના પર ચેતવણી આપી, કહ્યું- ખોટી માહિતીના કારણે કેસ વધી રહ્યા છે
Coronavirus: WHOએ ફરી કોરોના પર ચેતવણી આપી, કહ્યું- ખોટી માહિતીના કારણે કેસ વધી રહ્યા છે
મારિયા વાન કેરખોવે કહ્યું કે લોકોમાં ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે કે રોગચાળો સમાપ્ત થઈ ગયો છે અને ઓમિક્રોન એ કોરોનો છેલલો પ્રકાર છે. (Twitter)
Misinformation rises covid-19 new cases: રસીની ઉપયોગીતા પર બોલતા તેમણે કહ્યું કે આ રસી હજુ પણ સૌથી અસરકારક છે. તે ગંભીર બીમારીને અટકાવે છે અને મૃત્યુનું જોખમ ઘટાડે છે. રસીઓ દરેક જગ્યાએ કામ કરે છે,
કોરોનાને હવે લગભગ ત્રણ વર્ષ થઈ ગયા છે પરંતુ હજુ પણ તેનો કહેર યથાવત છે. છેલ્લા કેટલાક દિવસોથી વિશ્વના ઘણા ભાગોમાં કોરોનાવાયરસ (Coronavirus)ના કેસ ઝડપથી વધી રહ્યા છે. ચીન, હોંગકોંગ, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, યુરોપિયન દેશોમાં કોરોના સંક્રમણ નવેસરથી ફેલાવાનું શરૂ થયું છે. વિશ્વભરના દેશોમાં વધી રહેલી ચિંતા વચ્ચે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના ચીફ ટેકનિકલ ઓફિસર મારિયા વાન કેરખોવે (Maria Van Kerkhove) કહ્યું છે કે ખોટી માહિતી ફેલાવવા સહિતના ઘણા પરિબળો છે જેના કારણે ઓમિક્રોનનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે.
મારિયાએ કહ્યું, 'કોરોના મહામારીને લઈને વિશ્વભરમાં અનેક પ્રકારની ગેરસમજો ફેલાવવામાં આવી રહી છે. લોકોમાં આ ગેરસમજ ફેલાવવામાં આવી રહી છે કે મહામારી સમાપ્ત થઈ ગઇ છે, ઓમિક્રોન (Omicron) ખૂબ જ હળવો છે અને ઓમિક્રોન કોવિડ-19નો છેલ્લો પ્રકાર છે. આવી ગેરમાન્યતાઓને કારણે કોરોનાની ઝડપ ફરી વધવા લાગી છે.' WHO ટેકનિકલ ઓફિસર મારિયાએ કહ્યું કે, આપણી આસપાસ અનેક પ્રકારની ખોટી માહિતીઓ ફરતી હોય છે. જેમ જેમ રોગચાળો સમાપ્ત થઈ ગયો છે, ઓમિક્રોન એ છેલ્લો પ્રકાર છે, વગેરે. આ પ્રકારની ખોટી માહિતી લોકોમાં ભ્રમ પેદા કરી રહી છે.
રસીની ઉપયોગીતા પર બોલતા તેમણે કહ્યું કે આ રસી હજુ પણ સૌથી અસરકારક છે. તે ગંભીર બીમારીને અટકાવે છે અને મૃત્યુનું જોખમ ઘટાડે છે. રસીઓ દરેક જગ્યાએ કામ કરે છે, પછી ભલે તે ઓમિક્રોન હોય. આંકડાઓની વાત કરીએ તો ગયા સપ્તાહની સરખામણીએ આ સપ્તાહે વૈશ્વિક સ્તરે કોરોનાના કેસોમાં 8 ટકાનો વધારો થયો છે. આ અઠવાડિયે સંક્રમણના લગભગ 11 મિલિયન નવા કેસ નોંધાયા છે. મોટાભાગના પશ્ચિમ પેસિફિક પ્રદેશોમાં કોરોનાના કેસમાં વધારો થયો છે.
મારિયાએ કહ્યું, 'BA.2 સૌથી ઝડપથી ફેલાતા વેરિઅન્ટ તરીકે ઉભરી આવ્યો છે. તેમણે કહ્યું કે અમે હજુ સુધી BA.1 ની સરખામણીમાં BA.2 ની ગંભીરતામાં કોઈ ફેરફાર જોયો નથી. તેના કારણે મૃત્યુ પણ વધી રહ્યા છે. WHO તાજેતરના સાપ્તાહિક આંકડાઓને ટાંકીને જણાવ્યું હતું કે કોવિડ-19 રોગચાળાનો અંત હજુ ઘણો દૂર છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર