Next CDS: બિપિન રાવતના નિધન પછી કોણ બનશે દેશના આગામી CDS? આ બે નામ છે રેસમાં
દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવતના (Chief of Defense Staff General Bipin Rawat)નિધન પછી દેશભરમાં દુ:ખનો માહોલ છે
cds helicopter crash - નવા સીડીએસના (Chief of Defense Staff)નામને લઇને ચર્ચા શરૂ થઇ ગઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકાર જલ્દી નવા સીડીએસના (CDS) નામની જાહેરાત કરી શકે છે
નવી દિલ્હી : દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવતના (Chief of Defense Staff General Bipin Rawat)નિધન પછી દેશભરમાં દુ:ખનો માહોલ છે. શુક્રવારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આ દરમિયાન નવા સીડીએસના (Chief of Defense Staff)નામને લઇને ચર્ચા શરૂ થઇ ગઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકાર જલ્દી નવા સીડીએસના (CDS) નામની જાહેરાત કરી શકે છે. ન્યૂઝ 18ને સૂત્રો પાસેથી મળેલી જાણકારી પ્રમાણે નવા નામની જાહેરાત આગામી 7 થી 10 દિવસોમાં કરવામાં આવશે. નિયમો પ્રમાણે કોઇપણ કમાન્ડિંગ કે ફ્લેગ ઓફિસર આ પદ માટે એલિજિબલ છે. જનરલ રાવતે ( General Bipin Rawat)જાન્યુઆરી 2020માં દેશના પ્રથમ સીડીએસ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો.
સામાન્ય રીતે સીડીએસ માટે ઉંમર મર્યાદા 65 વર્ષ નિર્ધારિત કરવામાં આવી છે. પીએમ મોદીએ 2019માં સ્વતંત્રતાના દિવસે પોતાના સંબોધનમાં એક સીડીએસની નિમણુકની જાહેરાત કરી હતી. સીડીએસના હાથમાં ત્રણેય સેનાની કમાન હોય છે. આવો નજર કરીએ તે નામો પર જેમને સીડીએસની જવાબદારી આપવામાં આવી શકે છે.
નરવણે રેસમાં સૌથી આગળ
જનરલ મનોજ મુકુંદ નરવણે (General Manoj Mukund Naravane)સીડીએસની રેસમાં સૌથી આગળ ચાલી રહ્યા છે. તે હાલ ચીફ ઓફ આર્મી સ્ટાફ છે. જનરલ નરવણે નૌસેના અને વાયુસેનામાં પોતાના સમકક્ષોમાં વરિષ્ઠ છે. 21 ડિસેમ્બર 2019ના રોજ 27માં થલ સેનાધ્યક્ષના રૂપમાં પદભાર સંભાળનાર નરવણેએ પહેલા સેનાના ઉપ પ્રમુખના રૂપમાં કાર્ય કર્યું અને આ પહેલા સેનાની પૂર્મી કમાનનું નેતૃત્વ કર્યું. ચીન સાથે ભારતની લગભગ 4000 કિલોમીટરની સરહદની દેખભાળ કરતા હતા.
જનરલ મનોજ મુકુંદ નરવણે અને એર ચીફ માર્શલ આરકેએસ ભદૌરિયા સીડીએસ બનવાની રેસમાં છે
ઘણા મહત્વના મોરચ પર કર્યું કામ
ચાર દશકોથી વધારે પોતાની કારકિર્દીમાં નરવણેએ જમ્મુ કાશ્મીર અને ઉત્તર પૂર્વમાં શાંતિ, ક્ષેત્ર અને અત્યાધિક સક્રિય ઉગ્રવાદ વિરોધી માહોલમાં ઘણા કમાન્ડ અને સ્ટાફ નિયુક્તિયો માટે કામ કર્યું છે. તેમણે જમ્મુ કાશ્મીરમાં રાષ્ટ્રીય રાઇફલ્સ બટાલિયન અને પૂર્વી મોરચા પર એક પેદલ સેના બ્રિગ્રેડની કમાન્ડ પણ સંભાળી છે. તે શ્રીલંકામાં ભારતીય શાંતિ સેનાનો પણ ભાગ હતા. તેમણે ત્રણ વર્ષ સુધી મ્યાંમારમાં ભારતીય દૂતાવાસમાં ભારતના ડિફેન્સ અટૈચીના રૂપમાં કામ કર્યું હતું.
નરવણે રાષ્ટ્રીય રક્ષા એકેડમી અને ભારતીય સૈન્ય એકેડેમીના પૂર્વ વિદ્યાર્થી છે. તે ડિફેન્સ સર્વિસેઝ સ્ટાફ કોલેજ, વેલિંગ્ટન અને હાયર કમાન્ડ ફોર્સ, મહૂના પૂર્વ વિદ્યાર્થી છે. તેમણે રક્ષા અધ્યયનમાં માસ્ટર ડિગ્રી, રક્ષા અને પ્રબંધન અધ્યયનમાં એમ ફિલની ડિગ્રી મેળવી છે અને વર્તમાનમાં ડોક્ટરેટનો અભ્યાસ કરી રહ્યા છે.
" isDesktop="true" id="1159076" >
આરકેએસ ભદૌરિયા પણ રેસમાં
સીડીએસ બનવાની રેસમાં એર ચીફ માર્શલ આરકેએસ ભદૌરિયાનું (air chief marshal R. K. S. Bhadauria)નામ પણ ચાલી રહ્યું છે. ભદૌરિયા જૂન 1980માં IAF ની ફાઇટર સ્ટ્રીમમાં સામેલ થયા હતા અને 42 વર્ષની સેવા પછી સેવાનિવૃત થયા છે. જે દરમિયાન તેમણે બે મેગા ફાઇટર એરક્રાફ્ટ કરારમાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. જેમાં 36 રાફેલ અને 83 માર્ક 1 એ સ્વદેશી તેજસ જેટ સામેલ હતું. ભદૌરિયાએ 4250 કલાકથી વધારે ઉડાન ભરી છે અને તેમણે 26થી વધારે વિભિન્ન પ્રકારના લડાકૂ જેટ અને પરિવહન વિમાન ઉડાવવાનો અનુભવ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર