Home /News /national-international /

જો બાયડન અને કમલા હેરિસ વચ્ચે તિરાડના અહેવાલો, બાયડન લઈ શકે છે ચોંકાવનારો નિર્ણય

જો બાયડન અને કમલા હેરિસ વચ્ચે તિરાડના અહેવાલો, બાયડન લઈ શકે છે ચોંકાવનારો નિર્ણય

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ વચ્ચે અણબનાવ હોવાના અહેવાલો છે. (AP)

Rift between Joe Biden and Kamala Harris: કમલા હેરિસના કર્મચારીઓ એ વાતથી નારાજ છે છે કે તેમને સાઇડલાઈન કરવામાં આવી રહ્યા છે, જ્યારે રાષ્ટ્રપતિની ટીમને એવું લાગે છે કે કમલા અમેરિકન જનતા સાથે રમત રમી રહી છે.

  અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન (Joe Biden) અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ (Kamala Harris) વચ્ચે અણબનાવ હોવાના અહેવાલો છે. કમલાના કર્મચારીઓ એ વાતથી નારાજ છે છે કે તેમને સાઇડલાઈન કરવામાં આવી રહ્યા છે, જ્યારે રાષ્ટ્રપતિની ટીમને એવું લાગે છે કે કમલા અમેરિકન જનતા સાથે રમત રમી રહી છે. ડેઇલી મેઈલની રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હાલના મહિનામાં કમલા હેરિસની અપ્રૂવલ રેટિંગ (approval rating) બાઇડનની સરખામણીમાં વધુ નીચે આવી ગઈ છે. એવી અફવા પણ છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ નવા ઉપરાષ્ટ્રપતિને ચૂંટવા અને કમલાને પાછલા દરવાજેથી સુપ્રીમ કોર્ટમાં નિયુક્ત કરવા પર વિચાર કરી રહ્યા છે.

  બોર્ડર ક્રાઇસીસને લઈને છે નારાજગી

  વ્હાઇટ હાઉસના આંતરિક સૂત્રોએ CNNને જણાવ્યું કે, કમલા હેરિસ અને તેમના ટોચના સહયોગી કથિત રીતે બોર્ડર ક્રાઇસીસ જેવા નો-વિન ઇશ્યૂ સોંપવાને લઈને બાઇડનથી નિરાશ છે. તો બીજી તરફ બાઇડનના કર્મચારી કથિત રીતે કમલા હેરિસ સાથેના કેટલાંક વિવાદોથી નિરાશ છે, જેમકે એનબીસીના લેસ્ટર હોલ્ટને બોર્ડર પર જવા અંગે પૂછવામાં આવતા તેઓ વિચિત્ર રીતે હસ્યા હતા.

  સુપ્રીમ કોર્ટમાં મોકલવાની તૈયારી!

  એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે રાષ્ટ્રપતિ બાઇડન કમલા હેરિસને પાછલા દરવાજેથી સુપ્રીમ કોર્ટમાં નિયુક્ત કરી શકે છે અને ઉપરાષ્ટ્રપતિની ખુરશી પર અન્ય કોઈને બેસાડી શકે છે. જો કે, વ્હાઇટ હાઉસ હેરિસને હટાવવાના સમાચારને અફવા ગણાવી રહ્યું છે. પ્રેસ સેક્રેટરી જેન સાકીએ આ સમાચારને નકારી કાઢતા કહ્યું કે કમલા હેરિસ એક મૂલ્યવાન ભાગીદાર અને હિંમતવાન નેતા છે જેમણે દેશ સામેના મહત્વપૂર્ણ પડકારોનો સામનો કર્યો છે. દરમિયાન, હેરિસના એક ઉચ્ચ કક્ષાના ભૂતપૂર્વ સહાયકે સીએનએનને કહ્યું કે સરકાર હેરિસને હટાવવા  બસ એક ભૂલની રાહ જોઈ રહી છે.

  આ પણ વાંચો: PM મોદીએ બિરસા મુંડા સંગ્રહાલયનું કર્યું ઉદ્ઘાટન, કહ્યું- આ ક્ષણ ભાવુક કરનારી છે

  તેઓ ચૂંટણીના આંકડામાં ઘટાડા માટે બોર્ડર ક્રાઇસીસ પર તેમની નિષ્ફળતાને જવાબદાર ગણે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એબીસી ન્યૂઝ/ધ વોશિંગ્ટન પોસ્ટ દ્વારા કરવામાં આવેલા નવા સર્વેક્ષણમાં બાઇડનને 53 ટકા અસંમતિ અને 41 ટકા મંજૂરી દર્શાવવામાં આવી છે, જે એપ્રિલથી 11 પોઈન્ટ ઓછી છે.
  વ્હાઇટ હાઉસ સાર્વજનિક રીતે આ વાત પર ભાર મૂકે છે કે જો બાઇડન અને કમલા હેરિસ વચ્ચેના સંબંધો સુમેળભર્યા રહે.

  આ પણ વાંચો: શા માટે મનાવવામાં આવે છે આંતરરાષ્ટ્રીય સહિષ્ણુતા દિવસ? તેનો ઇતિહાસ અને મહત્વ

  રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કમલા હેરિસના સહાયકો માને છે કે તેમને નિષ્ફળ કરવા માટે એક એવો પોર્ટફોલિયો સોંપવામાં આવ્યો છે, જે ઉપરાષ્ટ્રપતિના પદને સંભાળનારી પહેલી મહિલા અને પ્રથમ અશ્વેત મહિલા તરીકેની તેમની ઐતિહાસિક સ્થિતિ સાથે સુસંગત નથી.

  કમલા હેરિસના ભૂતપૂર્વ ઉચ્ચસ્તરીય સહાયકે સીએનએનને જણાવ્યું હતું કે, તેઓ સતત તેમને ખોટા સંજોગોમાં સરહદ વિવાદના સમાધાન માટે મોકલી રહ્યા છે. સામાન્ય રીતે, વર્તમાન ઉપરાષ્ટ્રપતિને પક્ષની આગામી ઓપન-ફિલ્ડ પ્રેસિડેન્શિયલ પ્રાઈમરી માટે એક ઓટોમેટિક લોક ગણવામાં આવે છે.

  આ પણ વાંચો: ભારતના પહેલાં સમલૈંગિક જજ બની શકે છે સૌરભ કૃપાલ, SC કોલેજિયમે આપી મંજૂરી

  ડેમોક્રેટિક પાર્ટીએ હજુ સુધી સ્પષ્ટ કર્યું નથી કે બાઇડન 2024માં દેશમાં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં લડશે કે કેમ. બાઇડન 2024માં 80 વર્ષના થશે, એવામાં જો તેમને મેદાનમાં નહીં ઉતારવામાં આવે, તો કમલા હેરિસ આ પદ માટે પોતાનો દાવો રજૂ કરી શકે છે. તેથી એવું માનવામાં આવે છે કે હેરિસની પાંખો કાપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
  Published by:Nirali Dave
  First published:

  Tags: Joe biden, Kamala Harris, USA, White house, World News in gujarati

  આગામી સમાચાર