Home /News /national-international /ભારત ફક્ત અમેરિકાનો સહયોગી દેશ જ નહીં, પણ વિશ્વની મહાશક્તિ બનીને ઊભરશે: વ્હાઈટ હાઉસ અધિકારી

ભારત ફક્ત અમેરિકાનો સહયોગી દેશ જ નહીં, પણ વિશ્વની મહાશક્તિ બનીને ઊભરશે: વ્હાઈટ હાઉસ અધિકારી

world superpower country

વ્હાઈટ હાઉસના ટોચના અધિકારીએ કહ્યું કે, આ એક તથ્ય છે કે મેં છેલ્લા 20 વર્ષમાં અમેરિકા અને ભારત જેવા કોઈ દ્વિપક્ષીય સંબંધ નથી જોયા, જે આટલી ઝડપથી ઊંડા અને મજબૂત થઈ રહ્યા હોય.

નવી દિલ્હી: દુનિયામાં ભારતના વધતા પ્રભાવને લઈને અમેરિકી વ્હાઈટ હાઉસે પ્રતિક્રિયા આપી છે. વ્હાઈટ હાઉસના એક ટોચના અધિકારીએ કહ્યું છે કે, ભારત સંયુક્ત રાજ્ય અમેરિકાનો સહયોગી જ નથી, પણ તે વધુ એક મોટી મહાશક્તિ બનશે. અમેરિકી અધિકારીએ કહ્યું કે, છેલ્લા 20 વર્ષમાં ભારત અમેરિકાના દ્વિપક્ષીય સંબંધ જેટલા મજબૂત અને ગાઢ બન્યા છે, તો તેટલા અન્ય કોઈ દ્વિપક્ષીય સંબંધ સાથે નથી થયું.

આ પણ વાંચો: અમેરિકામાં ગુજરાતીની હત્યા, કડીના યુવકને બે કિશોરોએ લૂંટના ઇરાદે ગોળી ધરબી દીધી

એસ્પન સિક્યોરિટી ફોરમની અહીં આયોજીત એક બેઠકમાં ભારતને લઈને એક સવાલના જવાબમાં વ્હાઈટ હાઉસના એશિયા મામલાના સમન્વયક કેંપબેલે કહ્યું કે, તેમનું માનવું છે કે, 21મી સદીમાં ભારતની સાથે દ્વિપક્ષીય સંબંધ અમેરિકા માટે સૌથી મહત્વપૂર્ણ રહેશે. વ્હાઈટ હાઉસના ટોચના અધિકારીએ કહ્યું કે, આ એક તથ્ય છે કે મેં છેલ્લા 20 વર્ષમાં અમેરિકા અને ભારત જેવા કોઈ દ્વિપક્ષીય સંબંધ નથી જોયા, જે આટલી ઝડપથી ઊંડા અને મજબૂત થઈ રહ્યા હોય.

ભારત એક મહાન શક્તિ બનીને ઊભરશે


તેમણે કહ્યું કે, અમેરિકાને પોતાની ક્ષમતા હજૂ વધારે ઉપયોગ કરવાની જરુર છે. ટેકનોલોજી અને અન્ય મુદ્દા પર એક સાથે કામ કરતા લોકોની વચ્ચે સંપર્ક જાળવી રાખવાની જરુર છે. કેંપબેલે કહ્યું કે, ભારત, અમેરિકાનો એક સહયોગી નહીં હોય, તે એક સ્વતંત્ર, શક્તિશાળી દેશ બનવાની ઈચ્છા રાખે છે અને તે એક મહાન શક્તિ બનીને ઊભરશે.
First published:

Tags: India economy, United states of america