Home /News /national-international /

ક્યારે થઇ હતી લાઉડસ્પીકરની શોધ, કઈ મસ્જીદમાં સૌ પહેલા થઇ હતી લાઉડસ્પીકરથી અજાન

ક્યારે થઇ હતી લાઉડસ્પીકરની શોધ, કઈ મસ્જીદમાં સૌ પહેલા થઇ હતી લાઉડસ્પીકરથી અજાન

સુલ્તાન મસ્જીદ, જ્યાં પ્રથમ વખત લાઉડસ્પીકરથી અજાન કરાઈ (shutterstock)

Loudspeaker Controversy - ગ્રીન ટ્રિબ્યુનલથી લઈને વહીવટીતંત્ર દ્વારા ભૂતકાળમાં લાઉડસ્પીકર અને તેના અવાજને લઈને ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે

યુપીમાં રાજ્ય સરકારના કડક આદેશ બાદ દરેક ધાર્મિક સ્થળોએ લાઉડસ્પીકર (Loudspeaker) પર પ્રતિબંધ (ban on Loudspeaker) મૂકી દેવામાં આવ્યો છે. દરેક ધાર્મિક સ્થળો પર લગાવવામાં આવેલા લાઉડસ્પીકર ઉતારી લેવામાં આવી રહ્યા છે. આ આદેશનું ખૂબ જ કડકાઈથી પાલન કરવામાં આવી રહ્યું છે. ધાર્મિક સ્થળો પરથી લાઉડ સ્પીકર દ્વારા મોટા અવાજમાં પ્રસારણની વાત ભૂતકાળમાં પણ વિવાદનો વિષય રહી છે.

ગ્રીન ટ્રિબ્યુનલથી લઈને વહીવટીતંત્ર દ્વારા ભૂતકાળમાં લાઉડસ્પીકર અને તેના અવાજને લઈને ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. પરંતુ પહેલાં ક્યારેય આ ગાઈડલાઈનનુ અનુસરણ કરવામાં આવ્યું નથી. જોકે એ વાત સાચી છે કે જ્યારે લાઉડસ્પીકરની શોધ થઈ ન હતી, ત્યારે ધાર્મિક સ્થળો પર ધાર્મિક પ્રવૃત્તિઓ માટે તેની જરૂરિયાત અનુભવાતી ન હતી.

જો કે આશ્ચર્યનો સવાલ એ છે કે લાઉડસ્પીકરની શોધ કોણે કરી અને દુનિયાની એવી કઈ મસ્જીદ હતી, જેણે સૌથી પહેલા અજાન માટે લાઉડસ્પીકર (Ajaan on Loudspeaker)નો ઉપયોગ કર્યો હતો, આ વખતે આવુ કરવા પાછળ કયા કારણો દર્શાવવામાં આવ્યા હશે.

ક્યારે થઈ લાઉડસ્પીકરની શોધ

લાઉડસ્પીકરની શોધ 20મી સદીની શરૂઆતમાં થઈ હતી. આ શોધ પછી લાઉડસ્પીકરને મસ્જિદો (Loudspeaker on mosque) સુધી પહોંચવામાં વધુ સમય લાગ્યો નહીં. જોકે શરૂઆતમાં તેના ઉપયોગ સામે વિરોધની સ્થિતિ હતી. કેટલાક લોકો માનતા હતા કે ભગવાન કે અલ્લાહની ઈબાદતમાં આ નવી મશીનોનો ઉપયોગ ન કરવો જોઈએ.

કઈ મસ્જીદોમાં પ્રથમ વખત કરાયો ઉપયોગ

બ્રાયન વિન્ટર્સના પુસ્તક ધ બિશપ, ધ મુલ્લા એન્ડ સ્માર્ટફોન: ધ જર્ની ઓફ ટુ રિલિજન્સ ઇનટુ ધ ડિજિટલ એજ (The Bishop, the Mullah, and the Smartphone: The Journey of Two Religions into the Digital Age) મુજબ સિંગાપોરની સુલતાન મસ્જિદમાં વિશ્વમાં પ્રથમ વખત લાઉડસ્પીકરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ વાત લગભગ 1936ની છે. પછી અખબારોમાં એવા અહેવાલો આવ્યા કે અઝાનનો અવાજ લાઉડસ્પીકરથી 1 માઈલ સુધી જઈ શકશે.

આ પણ વાંચો - PM મોદીના સમર્થનમાં 197 હસ્તીઓએ લખ્યો ખુલ્લો પત્ર, હિંસા પર રાજનીતિ કરનારને ખુલ્લા પાડવાની માંગ

કેમ કરવામાં આવ્યો હતો તે વખતનો વિરોધ

ત્યારે આ નવી ટેક્નોલોજીના ઉપયોગનો વિરોધ માત્ર મસ્જિદમાં નમાઝ અદા કરનારા કેટલાક લોકોએ કર્યો હતો. પરંતુ લાઉડસ્પીકરની તરફેણમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે શહેરમાં આના કારણે શોર વધી રહ્યો છે. આવી સ્થિતિમાં અઝાનનો અવાજ ઘણા લોકો સુધી પહોંચતો નથી, તેથી લાઉડસ્પીકર ઉપયોગી થશે. ટૂંકમાં કહી શકાય કે ત્યારે પણ કેટલાક લોકોએ તેને વધુ સારું પગલું માન્યું તો કેટલાકે તેનો વિરોધ કર્યો.

તુર્કી અને મોરોક્કોમાં હવે નહીં થાય લાઉડસ્પીકરનો ઉપયોગ

લાઉડસ્પીકર પર અઝાનના નિયમો જુદા-જુદા દેશોમાં અલગ-અલગ છે. ઉદાહરણ તરીકે તુર્કી અને મોરોક્કો જેવા દેશોમાં ભાગ્યે જ એવી કોઈ મસ્જિદ છે, જ્યાં લાઉડસ્પીકર દ્વારા અઝાન વગાડવામાં આવે છે. જ્યારે નેધરલેન્ડમાં માત્ર 07-08 ટકા મસ્જિદોમાં લાઉડસ્પીકર દ્વારા અઝાન વગાડાય છે.

સુલ્તાન મસ્જીદ, જ્યાં પ્રથમ વખત લાઉડસ્પીકરથી અજાન કરાઈ

સુલતાન મસ્જીદ અથવા મસ્જીદ સુલતાન સિંગાપોરના રોશોર જિલ્લામાં સ્થિત છે. તેનું નામ સુલતાન હુસૈન શાહના નામ પરથી રાખવામાં આવ્યું હતું. 1975માં આ મસ્જિદને દેશનું રાષ્ટ્રીય સ્મારક પણ જાહેર કરવામાં આવ્યું હતું. આ મસ્જિદનું નિર્માણ 19મી સદીમાં જ શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ તેનું નિર્માણ કાર્ય 1932માં પૂર્ણ થયું હતું. બાંધકામ બાદ મસ્જિદમાં નાના રિનોવેશન સિવાય કોઈ મોટું કામ થયું નથી. તે કલા અને સ્થાપત્યનો એક ભવ્ય નમૂનો છે.

લાઉડસ્પીકર પર અજાન આપવા માટે ઘણા દેશોમાં છે આવા નિયમો

મુસ્લિમો આખી દુનિયામાં ફેલાયેલા છે, પરંતુ નેધરલેન્ડ, જર્મની, સ્વિટ્ઝરલેન્ડ, ફ્રાન્સ, બ્રિટન, ઑસ્ટ્રિયા, નોર્વે અને બેલ્જિયમમાં લાઉડસ્પીકર પર અજાન તો થાય છે, પરંતુ તેનો અવાજ કેટલા ડેસિબલ સુધી જઈ શકશે તે ચોક્કસ છે. પરંતુ આ દેશોના કેટલાક શહેરોએ સ્વતંત્ર રીતે તેમના પર પ્રતિબંધ મૂક્યો છે. તેમાં નાઈજિરિયન શહેર લાઓસ અને અમેરિકાના મિશિગન રાજ્યનો પણ સમાવેશ થાય છે, જ્યાં તેના પર પ્રતિબંધ છે. ઇઝરાયેલમાં પણ આરામના સમય દરમ્યાનમાં ધાર્મિક સ્થળોએ લાઉડસ્પીકર વગાડી શકાતા નથી.

બ્રિટનમાં લંડનની આઠ મસ્જિદોને અજાન દરમિયાન લાઉડસ્પીકરનો ઉપયોગ કરવાની છૂટ છે, તે પણ માત્ર રમઝાનમાં. પરંતુ બાદમાં કોર્ટના નિર્ણય બાદ આ પરવાનગી 19 મસ્જિદો સુધી વિસ્તારવામાં આવી હતી. જોકે આનો જોરદાર વિરોધ થઈ રહ્યો છે.

સાઉદી અરબમાં પણ છે કડક નિયમો

સાઉદી અરેબિયામાં અઝાન માટે મસ્જિદોમાં લાઉડ સ્પીકરના ઉપયોગ માટે કડક નિયમો છે. અજાન માટે લાઉડસ્પીકરનો ઉપયોગ કરી શકાય છે, પરંતુ નિશ્ચિત અવાજમાં જ. આ સિવાય જો તેનો વધુ ઉપયોગ કરવામાં આવે તો તે પ્રતિબંધિત છે. જો કોઈ તેનો ઉપયોગ નિયમો વિરુદ્ધ કરે છે, તો તેના પર પેનલ્ટી લાદવામાં આવે છે.

લાઉડસ્પીકર પર વિવાદ

હાલના જ વર્ષોમાં અજાન સામેનો સૌથી ઉગ્ર વિરોધ જર્મનીમાં પણ જોવા મળ્યો હતો. અસલમાં અહીં કોલોન સેન્ટ્રલ મસ્જિદના નિર્માણ દરમિયાન આસપાસના લોકોએ અજાન અંગે ફરિયાદ કરી હતી. લોકોએ કહ્યું કે મસ્જિદ બન્યા બાદ અહીં અજાન વગાડવામાં આવશે, જેના કારણે તેમને મુશ્કેલી થશે. બાદમાં વહીવટીતંત્રે એ વાત પર જ મસ્જિદ બનાવવાની મંજૂરી આપી હતી કે તેમાં લાઉડસ્પીકર દ્વારા અજાન આપવામાં આવશે નહીં.

ઇન્ડોનેશિયામાં પણ સામે આવ્યો છે વિરોધ

વિશ્વમાં સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતા દેશ ઈન્ડોનેશિયામાં જ્યારે એક મહિલાએ અજાન દરમિયાન લાઉડસ્પીકરનો ઉપયોગ કરવા અંગે ફરિયાદ કરી હતી. તો તેણે ઈશનિંદા માટે 18 મહિનાની સજા ભોગવવી પડી હતી. ગુસ્સે ભરાયેલા ટોળાએ 14 બૌદ્ધ મંદિરોને આગ ચાંપી દીધી હતી. જોકે બાદમાં સરકારે મસ્જિદોમાં અજાનના ઉપયોગ અંગે માર્ગદર્શિકા જારી કરી હતી.

શું હતા નિયમો

1998માં કોલકાતા હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો કે 10 ડેસિબલથી વધુ અવાજ ધરાવતી કોઈપણ વ્યક્તિ કે સંસ્થા પરવાનગી વિના લાઉડસ્પીકરથી ધ્વનિ પ્રદૂષણ ફેલાવી શકે નહીં. આ પછી વર્ષ 2000માં 'ચર્ચ ઑફ ગોડ vs કેકેઆર મેજિસ્ટિક' હેઠળ એક નિર્ણય આવ્યો, જેમાં રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કોઈ પણ પ્રકારનું ધ્વનિ પ્રદૂષણ ન કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત ખાસ સંજોગોમાં, કલમ 5 હેઠળ જવાબદાર અધિકારીની પરવાનગી લીધા પછી જ રાત્રે 10 વાગ્યાથી 12 વાગ્યા સુધી નિયત ડેસિબલને મંજૂરી આપી શકાય છે. માત્ર આ બે નિયમો જ નહીં પરંતુ આ સિવાય પણ હાઈકોર્ટના ઘણા અલગ-અલગ આદેશો છે, જે અંતર્ગત સ્પષ્ટપણે આદેશ આપવામાં આવ્યો છે કે ધાર્મિક સ્થળો કે કાર્યક્રમો પર પરવાનગી વિના લાઉડસ્પીકર પર કોઈ અવાજ કરવામાં આવશે નહીં.
First published:

Tags: Loudspeaker, Mosque

આગામી સમાચાર