કેવા ઘરની અંદર વધારે ફેલાઈ રહ્યું છે Corona સંક્રમણ, વૈજ્ઞાનિકોએ કર્યો ખુલાસો

News18 Gujarati
Updated: August 2, 2020, 10:07 PM IST
કેવા ઘરની અંદર વધારે ફેલાઈ રહ્યું છે Corona સંક્રમણ, વૈજ્ઞાનિકોએ કર્યો ખુલાસો
પ્રતિકાત્મક તસવીર

વિશેષજ્ઞોએ જણાવ્યું કે, જે ઘરોમાં વેન્ટિલેશનની પૂરી વ્યવસ્થા નથી, ત્યાં કોરોના સંક્રમણનો ખતરો વધારે છે.

  • Share this:
નવી દિલ્હી : દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. ભારતમાં કોરોના દર્દીઓની સંખ્યા 17 લાખને પાર પહોંચી ગઈ છે. કોરોનાના વધતા સંક્રમણનના શરૂઆતના દિવસોમાં વિશેષજ્ઞોએ જણાવ્યું કે, જે ઘરોમાં વેન્ટિલેશનની પૂરી વ્યવસ્થા નથી, ત્યાં કોરોના સંક્રમણનો ખતરો વધારે છે.

આ મામલે હવે અમેરિકાની મિનિસોટા યુનિવર્સિટીએ પણ એક રિપોર્ટ રજૂ કર્યો છે. આ રિપોર્ટ અનુસાર, નાના અને બંધ સ્થાન પર કોરોના માત્ર હવામાં વધારે નથી રહેતો પરંતુ સાથે તેના ડ્રોપલેટ્સ અલગ-અલગ જગ્યાઓ પર ચોંટે પણ છે.

આજના સમયમાં ર ઘણા નાના થવા લાગ્યા છે. આવું પહેલા પણ શોધમાં સામે આવ્યું છે કે, નાના ઘરમાં રહેવું સ્વાસ્થ્ય માટે હાલના સંજોગોમાં સારૂ નથી હોતું. કોરોના મહામારીના આ સમયમાં નાના ઘરમાં રહેતા અથવા બંધીયાર ઘરમાં રહેતા લોકો માટે ખતરો વધી જાય છે. શોધમાં સામે આવ્યું છે કે, મોટા અને હવા ઉજાસવાળા ઘરોમાં રહેતા લોકોમાં કોરોનાનો કતરો બંધીયાર ઘર કરતા ખુબ ઓછો છે.

છેલ્લા કેટલાક મહિનામાં કોરોના વાયરસને લઈ અલગ-અલગ સંસ્થાઓ દ્વારા અનેક રિપોર્ટ સામે આવ્યા છે. કોરોના વાયરસને લઈ પૂરી દુનિયાના વૈજ્ઞાનિકોમાં અલગ-અલગ મતો છે. કોરોના પર શરૂઆતના રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, તે 3 ફૂટની દુરી સુધી ફેલાય છે. ત્યારબાદ કહેવામાં આવ્યું કે, 6થી 8 ફૂટની દુરી સુધી ફેલાઈ શકે છે, અને હવે કહેવામાં આવે છે કે, કોરોનાની અસર 13 ફૂટની દુરી સુધી થઈ શકે છે.

વિશેષજ્ઞોનું કહેવું છે કે, નાના ઘરોમાં હવા ઘરમાં ફરતી રહે છે, જ્યારે મોટા આકારના ઘરમાં હવાનો પ્રવાહ રહે છે. આ સિવાય બંધીયાર ઘરોમાં સૂરજનો પ્રકાશ નથી પહોંચતો, જેના કારણે પણ વાયરસ રહેવા માટે સુરક્ષિત સ્થાન મળી રહે છે. હવા-ઉજાશવાળા ઘરોમાં કોરોના વાયરસ વધારે સમય સુધી રહી નથી શકતો અને હવાના ફ્લોની સાથે ઘરમાંથી બહાર નીકળી જાય છે.
Published by: kiran mehta
First published: August 2, 2020, 10:07 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading