BJP સાથે જોડાઉ કે નહીં પરંતુ મોદી માટે કરીશ કામઃ અમર સિંહ

ફાઇલ તસવીર

એક સમયે મુલાયમ સિંહ યાદવના સૌથી નજીકના માણસ ગણાતા અમર સિંહની ભાજપમાં જોડાવાની વાતે ભારે વેગ પકડ્યો છે.

  • Share this:
    એક સમયે મુલાયમ સિંહ યાદવના સૌથી નજીકના માણસ ગણાતા અમર સિંહની ભાજપમાં જોડાવાની વાતે ભારે વેગ પકડ્યો છે. તેમને તાજેતરમાં આપેલા નિવેદનો પણ આ વાત સામે ઇશારો કરે છે. અમર સિંહે News18 સાથે ખાસ વાતચીતમાં તેમને આ સવાલ પૂછવામાં આવ્યો તો તેમણે સંભાવનાઓને નકારી ન્હોતી. તેમણે કહ્યું કે, બીજેપીમાં જોડાવાનો જોડાવાનો નિર્ણય ભાજપ અધ્યક્ષ અમિત શાહે કરવાનો છે. હું બીજેપીમાં જોડાઉ કે નહીં પરંતુ મોદી માટે કામ કરીશે.

    રાજ્યસભા સભ્ય અમર સિંહે સમાજવાદી પાર્ટી (સપા) અને બહુજન સમાજ પાર્ટી (બસપા) ઉપર નિશાન સાધતા તેમને જાતિવાદી ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે, માયાવતી કે અખિલેશના બદલે તેઓ પીએમ મોદી અને સીએમ યોગી આદિત્યનાથની સાથે જવાનું વધારે પસંદ કરશે. જો ફોઇ-ભત્રીજા સાથે તુલના કરવામાં આવે તો મારી પસંદી મોદી અને યોગી છે.

    ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગત દિવસોમાં લખનઉની રેલીમાં અમર સિંહનો ઉલ્લેખ કર્યો હતો. ત્યારબાદ કહ્યું હતું કે, સમાજવાદી અમરસિંહ ટૂંક સમયમાં ભગવા દળમાં સામેલ થશે. વડાપ્રધાન મોદીના આ ભાષણ અંગે પૂછાયેલા પ્રશ્ન ઉપર તેમણે કહ્યું કે, લખનઉમાં મોદીનું શાનદાર ભાષણ સાંભળ્યા પછી મને વર્ધામાં ગાંધીજીની લખેલી વાત યાદ આવી ગઇ. આ ગુજરાતીના મનોભાવને મોદીજીએ સમજ્યા છે. કોંગ્રેસના નેતાઓએ ગાંધીજીએ લખેલી ચિઠ્ઠીઓ વાંચવી જોઇએ.

    આવી સ્થિતિ વચ્ચે સમાચાર આવી રહ્યા છે કે, બીજેપીના સહયોગી સુહેલદેવ ભારતીય જનાતા પાર્ટીના 2019ની લોકસભા ચૂંટણી માટે અમર સિંહને આઝમગઢથી ટિકિટની ઓફર કરી છે. જ્યારે પૂછવામાં આવ્યું કે શું તેઓ આઝમગઢથી ચૂંટણી લડશે. તો તેમણે ચોખ્ખી ના કહી હતી. તેમણે કહ્યું હતું કે, હું કોઇ એક વિસ્તારને ચોંટીને ન રહી શકું. હવે મોદીના હાથને મજબૂત કરવાની જરૂ છે. હું મોદીજી માટે કામ કરીશ.

    અમર સિંહે કહ્યું કે, હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી વ્યક્તિગત રીતે વધારે પસંદ કરું છું. તેમનામાં ગજબની નેતૃત્વ ક્ષમતા છે. મારી આગળની જિંદગી તેમના નામે છે.

    તેમણે કહ્યું કે, આખા દેશણાં એક સત્ય બધા જાણે છે કે મોદીજી વ્યક્તિત્વ અને તેમના કામનો મુકાબલો બધા લોકો મળીને પણ ન કરી શકે. જો મારે માયાવતી, મમતા બેનરજી અને મોદીમાંથી કોઇ એકને વડાપ્રધાન પદ માટે ઉમેદવાર પસંદ કરવાના હોય તો મારો મત મોદીને જ આપું.
    Published by:Ankit Patel
    First published: