પાક.નો સવાલ- 300 માર્યા તો લોહી ક્યાં છે? ચોંકાવનારો હશે અમારો જવાબ

મેજર જનરલ આસિફ ગફુર DG ISPR

આઇએસપીઆર ડીજીએ સવાલ કર્યો કે, ભારત જો 300 લોકોને મારવાનો દાવો કરી રહ્યો છે તો તેમનું લોહી ક્યાં છે?

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી: ભારત તરફથી કરવામાં આવેલી એર સ્ટ્રાઇક બાદ પાકિસ્તાન સતત ટિપ્પણી કરી રહ્યું છે. પાકિસ્તાની સેનાના મીડિયા વિંગ ઇન્ટર સર્વિસિસ પબ્લિક રિલેશન (ISPR) તરફથી મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. આઇએસપીઆર ડીજીએ સવાલ કર્યો કે, ભારત જો 300 લોકોને મારવાનો દાવો કરી રહ્યો છે તો તેમનું લોહી ક્યાં છે? ગફુરે કહ્યું કે, પાકિસ્તાનનો જવાબ ચોંકાવનારો હશે.

  ડીજી ISPRએ કહ્યું કે, લાહોર-સિયાલકોટ સેક્ટર સીમા તરફ વધી રહેલા ભારતીય વાયુસેનાના ફોર્મેશન અંગે જાણ થઇ. આ દરમિયાન એક બીજું ફોર્મેશન જોવામાં આવ્યું, જે બહાવલપુર સીમની નજીક હતું. પછી કિરણ ઘાટીથી મુઝફ્ફરાબાદ સેક્ટરની તરફ ઉડાન ભરતું એક બહુ મોટું ફોર્મેશન દેખાયું. તે એલઓસી પાર કરી ગયા, પરંતુ તેમને પણ પાકિસ્તાન એરફોર્સની ચેલેન્જનો સામનો કરવો પડ્યો. તે એલઓસીની અંદર 4-5 દરિયાઇ મીલના અંતરે આવી ગયા. પાછળ ખસતાં તેમણે પેલોડ પાડ્યાં અને બહાર નિકળી ગયા. આ પેલોડ જાબા પર પડ્યાં.

  પ્રેસ કોન્ફરન્સમાં કહેવામાં આવ્યું કે, ભારતીય વાયુસેનાનો દાવો છે કે 300 આતંકી માર્યા છે. જો તેમણે 10ને પણ માર્યા હોત તો લોહી ન હોત? અંતિમ સંસ્કાર ન થયા હોત? જો કોઇપણ મુલાકાત લેવા ઇચ્છતું હોય તો ઘટનાસ્થળ તેમના માટે ખુલ્લું છે. ISPRના ડીજીએ કહ્યું કે, તમે હુમલો નથી કરી શકતાં, માત્ર ઘુસણખોરી કરી શકો છો. તમે અમને ક્યારેય ચોંકાવી નહીં શકો. હું તમને ચોંકાવીશ.

  આ પણ વાંચો: મોદીએ રાષ્ટ્રપતિ ભવનમાં આપ્યો હતો Surgical Strike 2.0 પ્રથમ ઇશારો, કરી હતી આ વાત

  ગફુરે કહ્યું કે, અમે જવાબ આપીશું, હવે તેની રાહ જુઓ. અમે તમને ચોંકાવી દઇશું. આશા છે કે તમે જાણતા હશો કે રાષ્ટ્રીય કમાન અધિકૃતતા શું છે? પીએમએ રક્ષા દળો અને પાકિસ્તાનના લોકોને તૈયાર રહેવા માટે કહ્યું છે. હવે તમારો (ભારત) વારો છે. ચોંકવા માટે તૈયાર રહો. DGએ કહ્યું કે, જ્યારે અમે આવું કરીશું તો ઝૂઠ નહીં બોલીએ. જ્યારે અમે આવું કરીશું તો અમે પાકિસ્તાન અને દુનિયાના લોકોને બતાવીશું.
  Published by:Azhar Patangwala
  First published: