વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ આતંકવાદી (terrorism)ને લઈને હાઉડી મોદી (Howdy Modi) કાર્યક્રમાં એક મોટું નિવેદન આપ્યું છે. તેઓએ કહ્યું કે, આતંકવાદની વિરુદ્ધ નિર્ણાયક લડાઈનો હવે સમય આવી ગયો છે. અમેરિકાના હ્યૂસ્ટનમાં રવિવારે પીએમ મોદીએ આતંકવાદને લઈ પાકિસ્તાન પર પરોક્ષ હુમલો કર્યો. આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ મંચ પર ઉપસ્થિત હતા.
50 હજાર લોકોની ભીડને સંબોધતા પીએમ મોદીએ જમ્મુ-કાશ્મીરના વિશેષ અધિકાર આપનારા આર્ટિકલ 370 હટાવવાનું સમર્થન કર્યુ. તેઓએ કહ્યું કે, આર્ટિકલ 370ના કારણે રાજ્યમાં આતંકવાદ અને અલગાવવાદને પ્રોત્સાહન મળી રહ્યું છે. પાકિસ્તાનનું નામ લીધા વગર પીએમ મોદીએ કહ્યું કે, કેટલાક લોકોને ભારત દ્વારા આતંકવાદની વિરુદ્ધ ઉઠાવવામાં આવેલા પગલાથી તકલીફ થઈ રહી છે. એવા લોકો પોતાના દેશમાં નફરત ફેલાવીને દેશને નબળો કરી રહ્યા છે.
આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં અમેરિકા ખાસ સહયોગી
પીએમ મોદીએ એવા લોકો પર દેશમાં આતંકવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવતાં કહ્યું કે, આતંકવાદની વિરુદ્ધ અમારી લડાઈમાં અમેરિકાના રાષ્ટ્રપતિ મજબૂતીથી અમારો સહયોગ કરી રહ્યા છે. સાથોસાથ તેઓએ એમ પણ યાદ અપાવ્યું કે, અમેરિકામાં 9/11 અને ભારતમાં 26/11ના આતંકી હુમલાના આરોપી કયા દેશમાંથી છુપાયેલા મળી આવ્યા.
अब समय आ गया है कि आतंकवाद के खिलाफ और आतंकवाद को बढ़ावा देने वालों के खिलाफ निर्णायक लड़ाई लड़ी जाए।
मैं यहां पर जोर देकर कहना चाहूंगा कि इस लड़ाई में प्रेसिडेंट ट्रंप पूरी मजबूती के साथ आतंक के खिलाफ खड़े हुए हैं: PM @narendramodi
બીજી તરફ, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)એ કહ્યું કે, કટ્ટર ઈસ્લામિક આતંકવાદથી નિર્દોષ લોકોના જીવ બચાવવા માટે વચનબદ્ધ છીએ. ટ્રમ્પ અને મોદી બંને આતંકની વિરુદ્ધની લડાઈમાં એક સાથે છે. 27 સપ્ટેમ્બરે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠકમાં પાકિસ્તાનની વિરુદ્ધ ભારત પોતાની દલીલોમાં બંને નેતાઓના વક્તવ્યોને સામેલ કરશે.
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીએ રવિવારે હાઉડી મોદી કાર્યક્રમ દરમિયાન પોતાના સંબોધનમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ખૂબ જ વખાણ કર્યા. પીએમ મોદી રાષ્ટ્રપતિ ટ્રમ્પની સાથે મંચ શૅર કરતાં બોલ્યા કે, ભારતમાં અમે રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે ખૂબ સારી રીતે જોડાયેલા છીએ. અમેરિકામાં અબકી બાર ટ્રમ્પ સરકાર. મોદીએ કહ્યું કે, ટ્રમ્પના દરેક શબ્દને લાખો લોકો ફૉલો કરે છે. વિશ્વના રાજકારણમાં ટ્રમ્પનું મોટું કદ છે.