Home /News /national-international /

Russia-Ukraine War વચ્ચે ક્યાં સંતાઇ છે વ્લાદિમીર પુતિનની ઓલિમ્પિયન ગર્લફ્રેન્ડ?

Russia-Ukraine War વચ્ચે ક્યાં સંતાઇ છે વ્લાદિમીર પુતિનની ઓલિમ્પિયન ગર્લફ્રેન્ડ?

રશિયા અને યુક્રેનના યુદ્ધની સાથે સાથે પુતિનની ગર્લફ્રેન્ડ એલિનાની પણ ચર્ચા થઈ રહી છે (Credit- Facebook)

vladimir putin girlfriend alina kabaeva - એલિનાએ રશિયા માટે ઘણા મેડલ જીત્યા હતા. એલિનાએ અલગ અલગ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં કુલ 14 મેડલ જીત્યા છે અને યૂરોપિયન ચેમ્પિયનશિપમાં 21 મેડલ જીત્યા છે

રશિયા અને યુક્રેન (Russia-Ukraine War) વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો હોવાને કારણે સમગ્ર વિશ્વમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Vladimir Putin) ચર્ચાનો મુદ્દો બની ગયા છે. તેઓ ખૂબ જ અલગ રાજનૈતિક પર્સનાલિટી ધરાવે છે. પુતિનનું વ્યક્તિગત જીવન ખૂબ જ રહસ્યમયી છે. પુતિને તેમની પત્નીને ડાયવોર્સ આપ્યા બાદ તેઓ રશિયાની જિમ્નાસ્ટ એલિના કાબાયેવા (Alina Kabaeva) સાથે રિલેશનમાં આવ્યા હતા. પુતિનની ગર્લફ્રેન્ડ એલિના (Where is Vladimir Putin Girlfriend) ક્યાં છે તે જાણવામાં લોકો ખૂબ જ રસ ધરાવી રહ્યા છે.

એલિનાએ રશિયા માટે ઘણા મેડલ જીત્યા હતા. એલિનાએ અલગ અલગ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં કુલ 14 મેડલ જીત્યા છે અને યૂરોપિયન ચેમ્પિયનશિપમાં 21 મેડલ જીત્યા છે. છેલ્લા 2 વર્ષથી એલિના જાહેરમાં જોવા મળી નથી. રશિયા અને યુક્રેનના યુદ્ધની સાથે સાથે પુતિનની ગર્લફ્રેન્ડ એલિનાની પણ ચર્ચા થઈ રહી છે.

આ પણ વાંચો - પુતિને જેલેંસ્કીને આપી ચેતવણી, ફક્ત આ શરત પર રોકાશે યુદ્ધ, નહીં તો....

એલિના કાબાયેવા ક્યાં છે?

Daily Starમાં છપાયેલ Page Six ના રિપોર્ટ અનુસાર રશિયાના રાષ્ટ્રપતિની કથિત ગર્લફ્રેન્ડ હાલમાં સ્વિત્ઝર્લેન્ડમાં છે. એલિના તેના 4 બાળકો સાથે રહે છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, એલિનાને 7 વર્ષની બે જુડવા બાળકીઓ અને સૌથી નાનો 4 વર્ષનો દીકરો છે. એલિનાના આ 4 બાળકો વ્લાદિમીર પુતિનના હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. એલિના અને તેના બાળકો પાસે સ્વિસ પાસપોર્ટ છે અને તેઓ સ્વિત્ઝર્લેન્ડમાં સુરક્ષિત છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ક્યારેય પણ સાર્વજનિક રૂપે પોતાના વ્યક્તિગત જીવન અંગે ચર્ચા કરતા નથી અને તે અંગે સાંભળવાનું પણ પસંદ કરતા નથી. પુતિનના આ રિલેશન અંગે તમામ લોકોને જાણ છે પરંતુ, કોઈ આ અંગે બોલવાનું પસંદ કરતું નથી.

ક્યારેય પણ સંબંધનો સ્વીકાર કર્યો નથી?

38 વર્ષીય એલિના કાબાયેવા પહેલા ડેવિડ મુસેલિની નામના પોલીસ ઓફિસર સાથે રિલેશનમાં હતી. એલિના અને ડેવિડે વર્ષ 2005 માં પોતાનું રિલેશન તોડ્યુ હતું. થોડા વર્ષો બાદ વ્લાદિમીર પુતિન અને એલિનાના રિલેશન અંગે ચર્ચા થવા લાગી હતી. તે જ સમયે પુતિને પોતાની પત્ની લ્યૂડમિલા પુતિનને ડાયવોર્સ આપી દીધા હતા. પુતિન અને લ્યૂડમિલાને બે બાળકીઓ છે. પુતિન પોતાના વ્યક્તિગત જીવન અંગે જાહેરમાં બોલવું પસંદ કરતા નથી. એલિનાએ એક ઈન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે, દરેક વ્યક્તિને પોતાના નાના મોટા સિક્રેટ હોય છે.
First published:

Tags: Russia Ukraine, Russia ukraine crisis, Russia ukraine news, Russia ukraine war

આગામી સમાચાર