ભારતમાં પ્રત્યર્પણના ડરથી એન્ટિગુઆથી ક્યૂબા ભાગી ગયો ફરાર હીરા વેપારી મેહુલ ચોકસી!

મેહુલ ચોકસીની ફાઇલ તસવીર

13,500 કરોડના PNB સ્કેમનો આરોપી મેહુલ ચોકસી એન્ટિગુઆ અને બારબુડાથી અચાનક ગુમ થઈ ગયો, ક્યૂબા ભાગી ગયો હોવાની આશંકા

 • Share this:
  નવી દિલ્હી. એન્ટિગુઆ અને બારબુડા (Antigua and Barbuda)માં આશ્રય મેળવીને રહેતો ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોકસી (Mehul Choksi) ગુમ થઈ ગયો છે અને રવિવારથી જ પોલીસ તેની શોધખોળમાં લાગી ગઈ છે. કેરેબિયન દ્વીપીય દેશની ‘રોયલ પોલીસ ફોર્સે’ એક નિવેદનમાં આ જાણકારી આપી. મેહુલ ચોકસી પંજાબ નેશનલ બેંક ની સાથે કથિત રીતે 13,500 કરોડ રૂપિયાની છેતરપિંડી (PNB Scam)ના મામલામાં ભાગેડુ છે. તે જાન્યુઆરી 2018થી આ દેશમાં રહી રહ્યો છે.

  અધિકારીઓએ મંગળવારે જણાવ્યું કે મેહુલ ચોકસીની વિરુદ્ધ લાગેલા આરોપોની તપાસ કરી રહેલી સીબીઆઇએ આ અહેવાલોની ‘ઔપચારિક અને અનૌપચારિક’ મંચોના માધ્યમથી પુષ્ટિ કરી રહી છે. ઇન્ટરપોલે પણ એજન્સીના અનુરોધ પર તેની વિરુદ્ધ ‘રેડ કોર્નર નોટિસ’ જાહેર કરી છે.

  આ પણ વાંચો, કોરોનાની રસી લઈશું તો મરી જઈશું’, બીકના માર્યા નદીમાં કૂદી પડ્યા લોકો

  મેહુલ ચોકસી ક્યૂબા ભાગી ગયો?

  બીજા કેટલાક રિપોર્ટ્સમાં એન્ટિગુઆ અને બારબુડામાં સ્થાનિક સ્ત્રોતો અને અહેવાલોનો હવાલો આપતા દાવો કર્યો છે કે મેહુલ ચોકસી ક્યૂબા (Mehul Choksi In Cuba) જતો રહ્યો છે. તે એન્ટિગુઆથી 1,700 કિલોમીટર ઉત્તર-પશ્ચિમમાં સ્થિત છે. એન્ટિગુઆથી ક્યૂબા માટે ફ્લાઇટ માટે 2 કલાકનો સમય લાગે છે.

  આ પણ વાંચો, ઝોયા અગ્રવાલે સૌથી લાંબા હવાઈમાર્ગ પર ઊડાન ભરીને રચ્યો હતો ઈતિહાસ, જાણો તેના જીવનની સંઘર્ષ કહાની

  ક્યૂબા સાથે ભારતની પ્રત્યર્પણ સંધિ નથી

  WIC ન્યૂઝ નામના એક પોર્ટલે મેહુલ ચોકસીના એક નજીકના સહયોગીના એક પરિચિતના હવાલાથી કહ્યું છે કે ભાગેડુ હીરા વેપારી ભારતમાં પ્રત્યર્પણના ડરથી ક્યૂબા જતો રહ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચોકસી ક્યૂબામાં એક સેફ હાઉસમાં રહી રહ્યો છે.

  નોંધનીય છે કે, ક્યૂબા એ દેશોમાં સામેલ નથી જેની ભારત સાથે પ્રત્યર્પણ સંધિ કે કોઈ સમૂજતી છે. તેનો અર્થ એ છે કે મેહુલ ચોકસીને ભારત પરત લાવવાની પ્રક્રિયાને દસ્તાવેજી કાર્યવાહી અને વાતચીતના અનેક ચરણથી પસાર થવું પડી શકે છે.
  Published by:Mrunal Bhojak
  First published: