શહીદ દિવસઃ ભગત સિંહને પાકિસ્તાનમાં જે સ્થળે ફાંસી અપાઈ ત્યાં બની ગઈ મસ્જિદ

તે દિવસના અખબારનું પહેલું પાનું, જે દિવસે ક્રાંતિકારી ભગત સિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસી આપવામાં આવી હતી. (ફાઇલ તસવીર)

ભગત સિંહ, સુખદેવ અને રાજગુરુને જે તખ્તા પર ફાંસી આપવામાં આવી હતો તે ક્યાં ગુમ થઈ ગયો કોઈને ખબર નથી!

 • Share this:
  લાહોરની સેન્ટ્રલની જેલમાં અંગ્રેજ સરકારે 23 માર્ચ, 1931ના રોજ ભગત સિંહ (Bhagat singh)  અને તેમના સાથીઓને ફાંસી પર લટકાવી દીધા હતા. હવે આ સ્થળની હાલત ખૂબ ખરાબ છે. આ સ્થળની સામે પાકિસ્તાને એક મસ્જિદ બનાવી દીધી છે.

  આવો દાવો લેખક કુલદીપ નૈયરે પોતાના પુસ્તકમાં કર્યો હતો. કુલદીપ નૈયરે શહીદ ભગત સિંહ પર શહીદ ભગત સિંહ, ક્રાંતિના પ્રયોગ (The Martyr Bhagat Singh Experiments in revolution) નામના પુસ્તકમાં લખ્યું છે. આ પુસ્તકની ભૂમિકામાં તેઓએ એવું સ્પષ્ટ કર્યું છે કે જે સ્થળે ભગત સિંહને ફાંસી આપવામાં આવી તે સ્થળની સ્થિતિ હવે કેવી છે.

  લેખક અનુસાર, ભગત સિંહ, સુખદેવ, રાજગુરુને જે સ્થળે ફાંસી આપવામાં આવી હતી, જે સ્થળ હવે ધ્વસ્ત થઈ ચૂક્યું છે. ઓરડીઓ ધ્વસ્ત થઈને મેદાનનું રૂપ લઈ ચૂકી છે. કારણે કે ત્યાંનું તંત્ર નથી ઈચ્છતું કે ભગત સિંહની કોઈ નિશાની ત્યાં ઠીક સ્થિતિમાં રહે.

  તેમની ઓરડીઓ સામે ઊભી કરી દીધી મસ્જિદ, શાદમા કોલોની બનાવી દીધી

  કુલદીપ નૈયરના પુસ્તક અનુસાર હવે પકિસ્તાનમાં લાહોર સેન્ટ્રો જેલના તે સ્થાને અધિકારીઓએ શાદમા નામની એક કોલોની વસાવવાની મંજૂરી આપી દીધી હતી. જ્યારે ભગત સિંહ તથા તેના મિત્રોને જે ઓરડીઓમાં રાખવામાં આવ્યા હતા તેની સામે એક શાનદાર મસ્જિદના ગુંજબ ઊભા છે.

  1931ની એ જૂની તસવીર, જ્યાં ભગત સિંહને ફાંસી આપવામાં આવી હતી. આ લાહોરની સેન્ટ્રલ જેલનો હિસ્સો છે. તેને હવે પૂરી રીતે બદલી દેવામાં આવ્યો છે.


  આ પણ વાંચો, કોરોનાઃ શું વ્લાદિમીર પુતિને લોકોને ઘરમાં રહેવા મજબૂર કરવા છોડી દીધા છે 800 વાઘ અને સિંહ?

  કુલદીપ નૈયરે જણાવ્યું હતું કે, અમે જ્યારે અહીં પહોંચ્યા તો આ સ્થળે કેટલાક પોલીસ હેડક્વાર્ટ્સ બચ્યા હતા. પરંતુ કોલોનીના નિર્માણ માટે જેલને તોડી પાડવામાં આવી રહી હતી. મેં કેટલાક શાદમાના રહેવાસીઓને પૂછ્યું કે, શું તેઓએ ભગત સિંહનું નામ સાંભળ્યું છે? તો મોટાભાગના લોકો પાસે ચોક્કસ માહિતી નહોતી.

  પત્રકાર કુલદીપ નૈયરનું એ પુસ્તક, જેમાં તેઓએ વિસ્તારથી ભગત સિંહની ફાંસી વિશે લખ્યું અને લાહોરની તે સેન્ટ્રલ જેલ વિશે પણ વિસ્તારથી વર્ણન કર્યું છે જ્યાં ક્રાંતિકારી ભગત સિંહ અને તેમના સાથીઓને ફાંસી આપવામાં આવી હતી.


  જ્યાં ભગત સિંહની ફાંસીની તખ્તો હતો, તેને ચોક બનાવી દીધો

  પકિસ્તાન સરકાર કદાચ ભગત સિંહની ફાંસી સંબંધિત સ્મારકો તથા નિશાનીઓને દૂર કરવા માંગે છે. પુસ્તક અનુસાર જે સ્થળો પર ભગત સિંહ તથા તેમના મિત્રોને ફાંસી આપવા સંબંધિત તખ્તો હતો, ત્યાં હવે ચોક બની ગયો છે. ત્યાં આવતી જતી ગાડીઓનો ધૂળમાં તખ્તો કયારે ક્યાં ખોવાઈ ગયો કોઈને ખબર નથી.

  આ પણ વાંચો,  બ્રિટનની મહારાણી સુધી પહોંચ્યો કોરોનાનો ખતરો, તકેદારીના ભાગરૂપે બીજા મહેલ મોકલાયા
  Published by:Mrunal Bhojak
  First published: